Surah Fatir

સૂરહ ફાતિર

રૂકૂ : ૧

આયત ૧ થી ૭

بِسْمِ اللّٰهِ الرَّحْمٰنِ الرَّحِيْمِ

શરૂ અલ્લાહના નામથી જે અત્યંત કૃપાળુ અને દયાળુ છે

اَلْحَمْدُ لِلّٰهِ فَاطِرِ السَّمٰوٰتِ وَ الْاَرْضِ جَاعِلِ الْمَلٰٓئِكَةِ رُسُلًا اُولِیْۤ اَجْنِحَةٍ مَّثْنٰى وَ ثُلٰثَ وَ رُبٰعَ ؕ یَزِیْدُ فِی الْخَلْقِ مَا یَشَآءُ ؕ اِنَّ اللّٰهَ عَلٰى كُلِّ شَیْءٍ قَدِیْرٌ (1)

(૧) તમામ પ્રશંસા તે અલ્લાહના માટે છે જે (સૌથી પહેલા) આકાશો અને ધરતીને પેદા કરવાવાળો અને બે-બે, ત્રણ-ત્રણ અને ચાર-ચાર પાંખોવાળા ફરિશ્તાઓને પોતાના સંદેશાવાહક નિયુક્ત કરનાર છે, સૃષ્ટિમાં જે ચાહે વધારે છે, બેશક અલ્લાહ (તઆલા) દરેક વસ્તુ પર સામર્થ્ય ધરાવે છે.


مَا یَفْتَحِ اللّٰهُ لِلنَّاسِ مِنْ رَّحْمَةٍ فَلَا مُمْسِكَ لَهَا ۚ وَ مَا یُمْسِكْ ۙ فَلَا مُرْسِلَ لَهٗ مِنْۢ بَعْدِهٖ ؕ وَ هُوَ الْعَزِیْزُ الْحَكِیْمُ (2)

(૨) અલ્લાહ (તઆલા) જે દયા (રહમત) લોકો માટે ખોલી દે તો તેને બંધ કરવાવાળો કોઈ નથી, અને જેને બંધ કરી દે તેના પછી તેને ખોલનાર કોઈ નથી, અને તે જબરજસ્ત હિકમતવાળો છે.


یٰۤاَیُّهَا النَّاسُ اذْكُرُوْا نِعْمَتَ اللّٰهِ عَلَیْكُمْ ؕ هَلْ مِنْ خَالِقٍ غَیْرُ اللّٰهِ یَرْزُقُكُمْ مِّنَ السَّمَآءِ وَ الْاَرْضِ ؕ لَاۤ اِلٰهَ اِلَّا هُوَ { ۖ ز} فَاَنّٰى تُؤْفَكُوْنَ (3)

(૩) હે લોકો! તમારા ઉપર અલ્લાહ તઆલાએ જે ઉપહારો કર્યા છે તેને યાદ કરો. શું અલ્લાહના સિવાય કોઈ બીજો પણ સર્જનહાર છે જે તમને આકાશ અને ધરતીમાંથી રોજી પહોંચાડે? તેના સિવાય કોઈ બીજો મા'બૂદ નથી તો તમે ક્યાંથી પાછા ફરો છો ?


وَ اِنْ یُّكَذِّبُوْكَ فَقَدْ كُذِّبَتْ رُسُلٌ مِّنْ قَبْلِكَ ؕ وَ اِلَى اللّٰهِ تُرْجَعُ الْاُمُوْرُ (4)

(૪) અને જો આ લોકો તમને ખોટા ઠેરવે તો તમારા પહેલાના (તમામ) રસૂલો પણ ખોટા ઠેરવાઈ ચૂક્યા છે અને બધા જ મામલાઓ અલ્લાહ તરફ જ લઈ જવામાં આવે છે.


یٰۤاَیُّهَا النَّاسُ اِنَّ وَعْدَ اللّٰهِ حَقٌّ فَلَا تَغُرَّنَّكُمُ الْحَیٰوةُ الدُّنْیَا {وقفة} وَ لَا یَغُرَّنَّكُمْ بِاللّٰهِ الْغَرُوْرُ (5)

(૫) હે લોકો! અલ્લાહ (તઆલા)નો વાયદો સાચો છે, તમને દુનિયાનું જીવન ધોખામાં ન નાખે, અને ન ધોખેબાજ (શેતાન) તમને અલ્લાહ વિશે ધોખો આપી જાય.


اِنَّ الشَّیْطٰنَ لَكُمْ عَدُوٌّ فَاتَّخِذُوْهُ عَدُوًّا ؕ اِنَّمَا یَدْعُوْا حِزْبَهٗ لِیَكُوْنُوْا مِنْ اَصْحٰبِ السَّعِیْرِؕ (6)

(૬) (યાદ રાખો!) શેતાન તમારો દુશ્મન છે તમે તેને દુશ્મન સમજો, તે તો પોતાના જૂથને ફક્ત એટલા માટે બોલાવે છે કે તેઓ બધા જહન્નમમાં જનારા બની જાય.


اَلَّذِیْنَ كَفَرُوْا لَهُمْ عَذَابٌ شَدِیْدٌ { ؕ٥ } وَ الَّذِیْنَ اٰمَنُوْا وَ عَمِلُوا الصّٰلِحٰتِ لَهُمْ مَّغْفِرَةٌ وَّ اَجْرٌ كَبِیْرٌ ۧ (7)

(૭) જે લોકો કાફિર થયા તેમના માટે કઠોર સજા છે અને જે લોકો ઈમાન લાવ્યા અને નેક કામ કર્યા તેમના માટે માફી અને (ખૂબ) સારો બદલો છે. (ع-)