Surah Al-Qasas
સૂરહ અલ-કસસ
રૂકૂઅ : ૫
આયત ૪૩ થી ૫૦
وَ لَقَدْ اٰتَیْنَا مُوْسَى الْكِتٰبَ مِنْۢ بَعْدِ مَاۤ اَهْلَكْنَا الْقُرُوْنَ الْاُوْلٰى بَصَآئِرَ لِلنَّاسِ وَ هُدًى وَّ رَحْمَةً لَّعَلَّهُمْ یَتَذَكَّرُوْنَ (43)
(૪૩) અને અગાઉના જમાનાના લોકોને નષ્ટ કર્યા બાદ અમે મૂસાને એવી કિતાબ પ્રદાન કરી જે લોકોના માટે દલીલ અને હિદાયત અને રહમત (દયા) બનીને આવી હતી જેથી લોકો નસીહત પ્રાપ્ત કરે.
وَ مَا كُنْتَ بِجَانِبِ الْغَرْبِیِّ اِذْ قَضَیْنَاۤ اِلٰى مُوْسَى الْاَمْرَ وَ مَا كُنْتَ مِنَ الشّٰهِدِیْنَۙ (44)
(૪૪) અને તૂરની પશ્ચિમની દિશા તરફ જ્યારે કે અમે મૂસાને હુકમની વહી પહોંચાડી હતી, ન તો તમે હાજર હતા ન તમે જોવાવાળાઓમાં સામેલ હતા.
وَ لٰكِنَّاۤ اَنْشَاْنَا قُرُوْنًا فَتَطَاوَلَ عَلَیْهِمُ الْعُمُرُ ۚ وَ مَا كُنْتَ ثَاوِیًا فِیْۤ اَهْلِ مَدْیَنَ تَتْلُوْا عَلَیْهِمْ اٰیٰتِنَا ۙ وَ لٰكِنَّا كُنَّا مُرْسِلِیْنَ (45)
(૪૫) પરંતુ અમે ઘણી બધી નસલોને પેદા કરી તેમના ઉપર લાંબી મુદ્દત પસાર થઈ ગઈ, અને ન તમે મદયનના રહેવાસી હતા કે તેમના સાથે અમારી આયતોનું પઠન કરતા, બલ્કે અમે જ રસૂલોને મોકલવાવાળા હતા.
وَ مَا كُنْتَ بِجَانِبِ الطُّوْرِ اِذْ نَادَیْنَا وَ لٰكِنْ رَّحْمَةً مِّنْ رَّبِّكَ لِتُنْذِرَ قَوْمًا مَّاۤ اَتٰىهُمْ مِّنْ نَّذِیْرٍ مِّنْ قَبْلِكَ لَعَلَّهُمْ یَتَذَكَّرُوْنَ (46)
(૪૬) અને ન તમે તૂર તરફ હતા જ્યારે કે અમે અવાજ આપી, બલ્કે આ તમારા રબ તરફથી એક રહમત છે, એટલા માટે કે તમે લોકોને સતર્ક કરી દો જેમના પાસે તમારા પહેલા કોઈ ડરાવનાર નથી પહોંચ્યો શું ખબર કે તેઓ નસીહત પ્રાપ્ત કરી લે.
وَ لَوْ لَاۤ اَنْ تُصِیْبَهُمْ مُّصِیْبَةٌۢ بِمَا قَدَّمَتْ اَیْدِیْهِمْ فَیَقُوْلُوْا رَبَّنَا لَوْ لَاۤ اَرْسَلْتَ اِلَیْنَا رَسُوْلًا فَنَتَّبِعَ اٰیٰتِكَ وَ نَكُوْنَ مِنَ الْمُؤْمِنِیْنَ (47)
(૪૭) અને જો એ વાત ન હોત કે તેમને તેમના પોતાના હાથોથી આગળ મોકલેલા કર્મોના કારણે કોઈ તકલીફ પહોંચતી તો આ લોકો બોલી ઉઠતા કે, “હે અમારા રબ! તેં અમારા તરફ કોઈ રસૂલ કેમ ન મોકલ્યો કે અમે તારી આયતોનું પાલન કરતા અને ઈમાનવાળાઓમાં સામેલ થઈ જતા.”
فَلَمَّا جَآءَهُمُ الْحَقُّ مِنْ عِنْدِنَا قَالُوْا لَوْ لَاۤ اُوْتِیَ مِثْلَ مَاۤ اُوْتِیَ مُوْسٰى ؕ اَوَ لَمْ یَكْفُرُوْا بِمَاۤ اُوْتِیَ مُوْسٰى مِنْ قَبْلُ ۚ قَالُوْا سِحْرٰنِ تَظٰهَرَا {قف / وقفة} وَ قَالُوْۤا اِنَّا بِكُلٍّ كٰفِرُوْنَ (48)
(૪૮) પરંતુ જ્યારે તેમના પાસે અમારા તરફથી સત્ય આવી પહોંચ્યુ, તો કહે છે કે આને તે બધું કેમ નથી આપવામાં આવ્યું જે મૂસાને આપવામાં આવ્યું હતું ? સારું ! તો શું મૂસાને આના પહેલા જે કંઈ આપવામાં આવ્યુ હતુ તેના સાથે લોકોએ કુફ્ર નહોતું કર્યું ? (સ્પષ્ટ) કહ્યું હતું કે, “આ બંને જાદૂગર છે જે એકબીજાના મદદગાર છે અને અમે તો તે બધાનો ઈન્કાર કરનારા છીએ.”
قُلْ فَاْتُوْا بِكِتٰبٍ مِّنْ عِنْدِ اللّٰهِ هُوَ اَهْدٰى مِنْهُمَاۤ اَتَّبِعْهُ اِنْ كُنْتُمْ صٰدِقِیْنَ (49)
(૪૯) કહી દો કે, “જો સાચા છો તો તમે પણ અલ્લાહ પાસેથી કોઈ એવી કિતાબ લઈ આવો જે આ બંનેથી વધારે હિદાયતવાળી હોય, હું તેનું જ અનુસરણ કરીશ.”
فَاِنْ لَّمْ یَسْتَجِیْبُوْا لَكَ فَاعْلَمْ اَنَّمَا یَتَّبِعُوْنَ اَهْوَآءَهُمْ ؕ وَ مَنْ اَضَلُّ مِمَّنِ اتَّبَعَ هَوٰىهُ بِغَیْرِ هُدًى مِّنَ اللّٰهِ ؕ اِنَّ اللّٰهَ لَا یَهْدِی الْقَوْمَ الظّٰلِمِیْنَ ۧ (50)
(૫૦) પછી જો આ લોકો તમારી વાત ન માને તો વિશ્વાસ કરી લો કે આ લોકો ફક્ત પોતાની ઈચ્છાઓનું અનુસરણ કરી રહ્યા છે અને તેનાથી વધારે ભટકેલો કોણ છે ? જે પોતાની ઈચ્છાઓના પાછળ પડેલો હોય અલ્લાહની હિદાયત વગર ? બેશક અલ્લાહ તઆલા જાલિમ લોકોને હિદાયત નથી આપતો. (ع-૫)