(૧૩૦) અને અમે ફિરઔનની સંતાનને દુષ્કાળ અને ફળોની અછત વડે ઘેરી લીધા જેથી તેઓ શિખામણ પ્રાપ્ત કરે.”[1]
(૧૩૧) જો તેમના પાસે ભલાઈ પહોંચે છે તો કહે છે કે આ તો અમારા માટે હોવી જ જોઈએ, અને જો પરેશાની પહોંચે છે તો મૂસા અને તેના અનુયાયીઓને અપશુકન ઠેરવે છે,[1] સાંભળી લો તેમનું અપશુકન અલ્લાહ પાસે છે,[2] પરંતુ તેમના પૈકી મોટાભાગના લોકો જાણતા નથી.
(૧૩૨) તેમણે મૂસાને કહ્યું, “અમારા પાસે જે પણ નિશાની અમારા પર જાદુ ચલાવવા માટે લાવો, અમે યકીન નહી કરીએ.”
(૧૩૩) પછી અમે તેમના ઉપર તોફાન અને તીડ અને જૂ અને દેડકાં અને લોહી મોકલ્યુ, આ બધી જુદી-જુદી નિશાનીઓ[1] છતાં તેમણે ઘમંડ કર્યો અને તેઓ ગુનેહગાર લોકો હતા.
(૧૩૪) અને જ્યારે તેમના ઉપર કોઈ અઝાબ આવતો તો કહેતા કે, “હે મૂસા! અમારા માટે પોતાના રબથી તે વાયદો જે તમને આપ્યો છે તેના આધારે દુઆ કરો, જો તમે અમારાથી અઝાબ દૂર કરી દીધો તો અમે જરૂર તમારા પર ઈમાન લઈ આવીશું, અને તમારા સાથે ઈસરાઈલની સંતાનને મોકલી દઈશું.”
(૧૩૫) પછી જ્યારે અમે તેમના ઉપરથી અમારો અઝાબ હટાવી લેતા, એક નિશ્ચિત સમય માટે કે જ્યાં તેઓ પહોંચવાના હતા, તો તેઓ તરત જ વચનભંગ કરવા લાગતા.
(૧૩૬) પછી અમે તેમનાથી બદલો લીધો એટલે કે તેમને સમુદ્રમાં ડૂબાડી દીધા, કારણ કે તેઓ અમારી નિશાનીઓને જૂઠાડતા હતા અને તેનાથી બેપરવાહ થઈ ગયા હતા.
(૧૩૭) અને અમે તે લોકોને જેઓ ઘણા કમજોર ગણવામાં આવતા હતા, તેમને ધરતીના પૂર્વ અને પશ્ચિમના વારસદાર બનાવી દીધા. જેમાં અમે બરકતો (સમૃદ્ધિ) રાખી છે, અને તમારા રબનો ભલાઈનો વાયદો બની ઈસરાઈલના વિશે તેમના સબ્રના કારણે પૂરો થઈ ગયો અને અમે ફિરઔન અને તેની કોમે બનાવેલ કારખાનાઓ અને જે ઊંચા મહેલો બનાવ્યા હતા તે બધું જ નષ્ટ કરી દીધું.[1]
(૧૩૮) અને અમે ઈસરાઈલની સંતાનને સમુદ્રની પાર ઉતારી દીધા, પછી તેઓ એક એવી કોમ (સમુદાય) પાસેથી પસાર થયા જે પોતાની કેટલીક મૂર્તિઓ (પ્રતિમાઓ)થી લાગીને બેઠેલા હતા, કહેવા લાગ્યા કે, “હે મૂસા! અમારા માટે પણ આવો જ એક મા'બૂદ નક્કી કરી દો”, મૂસાએ કહ્યું, “હકીકતમાં તમારા લોકોમાં મોટી અજ્ઞાનતા છે.”[1]
(૧૩૯) આ લોકો જે કામમાં લાગેલા છે તે નાશ કરી દેવામાં આવશે અને તેમના આ કામ ફક્ત જૂઠા છે.
(૧૪૦) (મૂસાએ) કહ્યું કે, “શું અલ્લાહના સિવાય કોઈ બીજો તમારો મા'બૂદ નક્કી કરી લઉં, જ્યારે કે તેણે તમને દુનિયાની બધી કોમો ઉપર શ્રેષ્ઠતા આપી છે ?”
(૧૪૧) અને તે સમય યાદ કરો જ્યારે અમે તમને ફિરઔનના પેરોકારોથી બચાવી લીધા જે તમને સખત સજાઓ આપતા હતા. તમારા પુત્રોને કતલ કરી દેતા હતા અને તમારી સ્ત્રીઓને જીવતી છોડી દેતા હતા અને તેમાં તમારા રબ તરફથી ભારે પરીક્ષા હતી. (ع-૧૬)