Surah Al-Baqarah
સૂરહ અલ-બકરહ
સૂરહ અલ-બકરહ
નીચે આપેલી આયતોની તિલાવત સાંભળવા માટે Play બટન પર ક્લિક કરો.
(૮) અને લોકોમાંથી અમુક કહે છે કે અમે અલ્લાહ પર અને અંતિમ (આખિરત) ના દિવસ ઉપર ઈમાન લાવ્યા છીએ , પરંતુ હકીકત માં એ લોકો ઈમાનવાળા જ નથી. [7]
(૯) તેઓ અલ્લાહ અને ઈમાન લાવનારાઓ દગો આપી રહ્યા છે, પરંતુ હકીકતમાં તેઓ પોતે પોતાની જાતને દગો આપી રહ્યા છે, અને તેઓને સમજ નથી.
(૧૦) તેમના દિલોમાં રોગ છે, અલ્લાહે તેમના રોગને ઓર વધારી દીધો અને તેમના જૂઠ બોલવાને લીધે તેમના માટે દુ:ખદાઈ અઝાબ (યાતના) છે.
(૧૧) અને જ્યારે તેમને કહેવામાં આવે છે કે ધરતી પર બગાડ પેદા ન કરો, તો જવાબ આપે છે કે અમે તો ફક્ત સુધારકો છીએ.
(૧૨) સાવધાન ! હકીકત માં આ જ લોકો બગાડ પેદા કરવાવાળા છે, [8] પરંતુ સમજ (જ્ઞાન) ધરાવતા નાથી.
(૧૩) અને જયારે તેમને કહેવામાં આવેછે કે બીજા લોકો (એટલે કે સહાબા)ની જેમ તમે પણ ઈમાન લાવો, તો જવાબ આપે છે કે શું અમે એવું ઈમાન લાવીએ જેવુ મૂર્ખ લાવ્યા છે ? સાવધાન ! હકીક્ત માં તેઓ જ મુર્ખ છે , પરંતુ તેઓ જાણતા નથી.
(૧૪) અને જયારે ઈમાનવાળાઓને મળે છે ત્યારે કહે છે કે અમે પણ ઈમાનવાળા છીએ, અને જ્યારે એકાંત માં પોતાના સરદારો (શયતાનના ગુણ ધરાવતા લોકો) પાસે જાય છે તો કહે છે કે અમે તો તમારા સાથે છીએ , અમે તો ફક્ત તેમનાથી મજાક કરીએ છીએ .
(૧૫) અલ્લાહ તઆલા પણ તેમના સાથે મજાક કરે છે [9] અને તેમને સરકશી તથા બહેકવામાં વધારે ઢીલ આપે છે.
(૧૬) આ તે લોકો છે, જેમણે ગુમરાહીને હિદાયતના બદલામાં ખરીદી લીધી છે, પરંતુ તેમનો વેપાર [10] ન લાભકારક થયો , ન તેઓ હિદાયત પ્રાપ્ત કરી શક્યા.
(૧૭) આ લોકોનું દ્રષ્ટાંત તે વ્યક્તિ જેવું છે જેણે અગ્નિ સળગાવી પરંતુ જ્યારે અગ્નિએ તેની આસપાસને પ્રકાશિત કરી દીધું , તો અલ્લાહે તેમનું તેજ છીનવી લીધું અને તેમને અંધારામાં છોડી દીધા , જેઓ જોઈ શકતા નથી.
(૧૮) (આ) બેહરા, મૂંગા અને આંધળા છે, હવે તેઓ પાછા ફરવાના નથી.
(૧૯) અથવા આકાશની વર્ષાની જેમ, જેમાં અંધકાર, ગર્જના અને વીજળી હોય. વીજળીની ગર્જનને લીધે મોતના ડરથી તેઓ પોતાના કાનોમાં આંગળીઓ નાખી લે છે, અને અલ્લાહ તઆલા કાફિરો (સત્યનો ઇન્કાર કરનારાઓ ) ને ઘેરી લેનાર છે.
(૨૦) લાગે છે કે વીજળી તેમની આંખો ઊંચકી લેશે, જ્યારે તેમના માટે અજવાળું કરે છે તો ચાલે છે અને જ્યારે અંધારું કરે છે તો ઊભા થઈ જાય છે. અને જો અલ્લાહ ચાહત તો તેઓના કાનો અને આંખોને છીનવી લેત, બેશક અલ્લાહ દરેક વસ્તુ પર શક્તિમાન છે. (ع-૨)