(૧૨) અને કાશ કે તમે જોતા જ્યારે ગુનેહગાર લોકો પોતાના રબ સામે માથું નમાવેલા હશે, કહેશે કે, “હે અમારા રબ! અમે જોઈ લીધું અને સાંભળી લીધું, હવે તું અમને પાછા મોકલી આપ, તો અમે નેક કામ કરીશું, અમને વિશ્વાસ થઈ ગયો છે.”
(૧૩) અને જો અમે ચાહતા તો દરેક વ્યક્તિને હિદાયત આપી દેતા, પરંતુ મારી આ વાત સંપૂર્ણ સાચી થઈ ચૂકી છે કે હું જરૂર જહન્નમને મનુષ્યો અને જિન્નાતોથી ભરી દઈશ.
(૧૪) હવે તમે આ દિવસની મુલાકાતને ભૂલી જવાની મજા ચાખો, અમે પણ તમને ભૂલાવી દીધા, પોતાના કરેલા કૃત્યોના બદલામાં કાયમી યાતનાની મજા ચાખો.
(૧૫) અમારી આયતો પર તેઓ જ ઈમાન લાવે છે જયારે તેમને કદી નસીહત આપવામાં આવે છે તો સિજદામાં પડી જાય છે, અને પોતાના રબની પ્રશંસા સાથે તેની તસ્બીહ (મહિમાગાન) કરે છે અને ઘમંડથી અલગ રહે છે.{સિજદો-૧૦}
(૧૬) તેમના પડખાં પોતાની પથારીઓથી અલગ રહે છે પોતાના રબને ડર અને ઉમ્મીદ સાથે પોકારે છે[1] અને જે કંઈ અમે તેમને આપી રાખ્યુ છે તેમાંથી ખર્ચ કરે છે.
(૧૭) કોઈ જીવ (મનુષ્ય) નથી જાણતો જે કંઈ તેમની આંખોની ઠંડકનો સામાન અમે તેમના માટે છૂપાવી રાખ્યો છે,[1] જે કંઈ કર્મો કરતા હતા તેના બદલા રૂપે.
(૧૮) શું તે વ્યક્તિ જે ઈમાનવાળો હોય તેના સમાન થઈ શકે છે જે ફાસિક હોય ?[1] આ બંને સમાન નથી હોઈ શકતા.
(૧૯) જે લોકોએ ઈમાન કબૂલ કર્યુ અને નેક કામ કર્યા, તેમના માટે કાયમી જન્નત છે, અતિથિ-સત્કાર છે, તેમના કર્મોના બદલામાં જે તેઓ કરતા રહ્યા.
(૨૦) અને જેમણે હુકમની નાફરમાની કરી તેમનું ઠેકાણું જહન્નમ છે, જ્યારે પણ તેમાંથી નીકળવાની ઈચ્છા કરશે તો તેમાંજ પાછા ધકેલી દેવામાં આવશે, અને કહી દેવામાં આવશે કે, “ચાખો હવે તે જ આગની સજાનો સ્વાદ જેને તમે ખોટી ઠેરવતા હતા.”
(૨૧) અને બેશક અમે તેમને આ જ દુનિયામાં નાના-નાના અઝાબોની[1] મજા ચખાડીશું તે મોટા અઝાબ સિવાય, જેથી તેઓ પાછા ફરે.
(૨૨) અને તેનાથી વધીને જાલિમ કોણ હશે જેને અલ્લાહની આયતો વડે નસીહત આપવામાં આવે પછી પણ તે તેનાથી મોઢું ફેરવી લે, બેશક અમે પણ અવા ગુનેહગારોથી બદલો લઈશું. (ع-૨)