(૯૨) કોઈ મુસલમાન માટે જાઈઝ નથી કે કોઈ મુસલમાનને કતલ કરી દે, પરંતુ ભૂલથી થઈ જાય (તો અલગ વાત છે) અને જે વ્યક્તિ કોઈ મુસલમાનનું કતલ ભૂલથી કરી દે, તો તેની પર એક મુસલમાન દાસ (અથવા દાસી) આઝાદ કરવા અને કતલ થયેલાના રિશ્તેદારને ખૂનની કિંમત આપવાની છે. પરંતુ એ વાત અલગ છે કે તેઓ માફ કરીદે, અને જો તે કતલ થયેલ (મકતૂલ) તમારા દુશ્મન કોમમાંથી હોય અને મુસલમાન હોય તો એક મુસલમાન ગુલામ આઝાદ કરવો જરૂરી છે અને જો કતલ થયેલ તે કોમમાંથી છે જેના અને તમારા (મુસલમાનાના) વચ્ચે સુલેહ છે તો ખૂનની કિંમત તેના રિશ્તેદારોને આપવાની છે અને એક મુસલમાન ગુલામ આઝાદ પણ કરવાનો છે, અને જો તેની તાકાત ન હોય તેને બે મહિના સળંગ રોઝા રાખવાના છે, અલ્લાહથી માફ કરાવવા માટે, અને અલ્લાહ જાણવાવાળો અને હિકમતવાળો છે.