Surah Al-Hashr

સૂરહ અલ-હશ્ર

રૂકૂ :

આયત ૧ થી ૨૪

یٰۤاَیُّهَا الَّذِیْنَ اٰمَنُوا اتَّقُوا اللّٰهَ وَ لْتَنْظُرْ نَفْسٌ مَّا قَدَّمَتْ لِغَدٍ ۚ وَ اتَّقُوا اللّٰهَ ؕ اِنَّ اللّٰهَ خَبِیْرٌۢ بِمَا تَعْمَلُوْنَ (18)

(૧) હે ઈમાનવાળાઓ ! અલ્લાહથી ડરતા રહો અને દરેક વ્યક્તિ જોઈ લે કે આવતીકાલ (કયામત)ના માટે તેણે કર્મોનો કયો (ખજાનો) મોકલ્યો છે, અને (દરેક સમયે) અલ્લાહથી ડરતા રહો, અલ્લાહને તમારા બધા જ કર્મોની ખબર છે જે તમે કરો છો.


وَ لَا تَكُوْنُوْا كَالَّذِیْنَ نَسُوا اللّٰهَ فَاَنْسٰىهُمْ اَنْفُسَهُمْ ؕ اُولٰٓئِكَ هُمُ الْفٰسِقُوْنَ (19)

(૧૯) અને તમે તે લોકોના જેવા ન થઈ જાઓ જે લોકોએ અલ્લાહના (હુકમો)ને ભૂલાવી દીધા, તો અલ્લાહે તેમને તેમના પોતાના અસ્તિત્વને ભૂલાવી દીધું. આવા જ લોકો નાફરમાન હોય છે.


لَا یَسْتَوِیْۤ اَصْحٰبُ النَّارِ وَ اَصْحٰبُ الْجَنَّةِ ؕ اَصْحٰبُ الْجَنَّةِ هُمُ الْفَآئِزُوْنَ (20)

(૨૦) જહન્નમવાળાઓ અને જન્નતવાળાઓ (પરસ્પર) એકસમાન નથી, જેઓ જન્નતવાળાઓ છે તેઓ જ સફળ છે.


لَوْ اَنْزَلْنَا هٰذَا الْقُرْاٰنَ عَلٰى جَبَلٍ لَّرَاَیْتَهٗ خَاشِعًا مُّتَصَدِّعًا مِّنْ خَشْیَةِ اللّٰهِ ؕ وَ تِلْكَ الْاَمْثَالُ نَضْرِبُهَا لِلنَّاسِ لَعَلَّهُمْ یَتَفَكَّرُوْنَ (21)

(૨૧) જો અમે આ કુરઆનને કોઈ પહાડ પર ઉતારતા તો તમે જોતા કે અલ્લાહના ડરથી તે કણ-કણ (ચૂરે-ચૂરા) થઈ જતો, અમે આ દાખલો લોકોના સામે વર્ણન કરીએ છીએ, જેથી તેઓ વિચાર કરે.


هُوَ اللّٰهُ الَّذِیْ لَاۤ اِلٰهَ اِلَّا هُوَ ۚ عٰلِمُ الْغَیْبِ وَ الشَّهَادَةِ ۚ هُوَ الرَّحْمٰنُ الرَّحِیْمُ (22)

(૨૨) તે અલ્લાહ જ છે જેના સિવાય કોઈ સાચો ઉપાસ્ય (મા'બુદ) નથી. પરોક્ષ અને પ્રત્યક્ષનો જાણવાવાળો તે જ કૃપાળુ અને દયાળુ છે.


هُوَ اللّٰهُ الَّذِیْ لَاۤ اِلٰهَ اِلَّا هُوَ ۚ اَلْمَلِكُ الْقُدُّوْسُ السَّلٰمُ الْمُؤْمِنُ الْمُهَیْمِنُ الْعَزِیْزُ الْجَبَّارُ الْمُتَكَبِّرُ ؕ سُبْحٰنَ اللّٰهِ عَمَّا یُشْرِكُوْنَ (23)

(૨૩) તે અલ્લાહ જ છે જેના સિવાય કોઈ (સાચો) બંદગીને લાયક નથી, માલિક, ખૂબ જ પવિત્ર, બધી જ બુરાઈઓથી મુક્ત, શાંતિ આપવાવાળો, રક્ષક, તાકતવર, પ્રભુત્વશાળી, મોટાઈવાળો. પવિત્ર છે અલ્લાહ તે વસ્તુઓથી જેને આ લોકો તેના ભાગીદાર બનાવે છે.


هُوَ اللّٰهُ الْخَالِقُ الْبَارِئُ الْمُصَوِّرُ لَهُ الْاَسْمَآءُ الْحُسْنٰى ؕ یُسَبِّحُ لَهٗ مَا فِی السَّمٰوٰتِ وَ الْاَرْضِ ۚ وَ هُوَ الْعَزِیْزُ الْحَكِیْمُ ۧ (24)

(૨૪) તે અલ્લાહ જ છે, પેદા કરવાવાળો, બનાવવાવાળો, રૂપ આપનાર, તેના માટે જ સર્વશ્રેઠ નામો છે, દરેક વસ્તુ પછી તે આકાશોમાં હોય કે ધરતીમાં હોય, તેની જ પવિત્રતાનું વર્ણન કરે છે અને તે. જ પ્રભુત્વશાળી હિકમતવાળો છે. (ع-)