Surah An-Nazi'at

સૂરહ અન્‌-નાઝિઆત

રૂકૂ : ૧

આયત ૧ થી ૨૬

بِسْمِ اللّٰهِ الرَّحْمٰنِ الرَّحِيْمِ

શરૂ અલ્લાહના નામથી જે અત્યંત કૃપાળુ અને દયાળુ છે

وَ النّٰزِعٰتِ غَرْقًا ۙ (1)

(૧) ડૂબાડીને કઠોરતાથી (પ્રાણ) ખેંચવાવાળાઓના સોગંદ.


وَّ النّٰشِطٰتِ نَشْطًا ۙ (2)

(૨) બંધન ખોલીને (પ્રાણ) છોડાવનારાઓના સોગંદ.


وَّ السّٰبِحٰتِ سَبْحًا ۙ (3)

(૩) અને તરવા ફરવાવાળાઓ (ફરિશ્તાઓ) ના સોગંદ.


فَالسّٰبِقٰتِ سَبْقًا ۙ (4)

(૪) પછી દોડીને આગળ વધવાવાળાઓના સોગંદ.


فَالْمُدَبِّرٰتِ اَمْرًا ۘ (5)

(૫) પછી કામોની વ્યવસ્થા કરવાવાળાઓના સોગંદ.


یَوْمَ تَرْجُفُ الرَّاجِفَةُ ۙ (6)

(૬) જે દિવસે ધ્રુજવાવાળી (ધરતી) કુજશે.


تَتْبَعُهَا الرَّادِفَةُ ؕ (7)

(૭) તેના પછી એક પાછળ આવનાર (પાછળ-પાછળ) આવશે.


قُلُوْبٌ یَّوْمَئِذٍ وَّاجِفَةٌ ۙ (8)

(૮) (કેટલાય) દિલો તે દિવસે ધ્રુજતા હશે.


اَبْصَارُهَا خَاشِعَةٌ ۘ (9)

(૯) જેમની નજરો નીચી હશે.


یَقُوْلُوْنَ ءَاِنَّا لَمَرْدُوْدُوْنَ فِی الْحَافِرَةِ ؕ (10)

(૧૦) કહે છે કે શું અમે પહેલા જેવી સ્થિતિમાં પાછા આવી જઈશું ?


ءَاِذَا كُنَّا عِظَامًا نَّخِرَةً ؕ (11)

(૧૧) શું તે સમયે જયારે અમે કમજોર હાડકાઓમાં ફેરવાઈ જઈશું ?


قَالُوْا تِلْكَ اِذًا كَرَّةٌ خَاسِرَةٌ ۘ (12)

(૧૨) કહે છે કે આ પાછા ફરવું નુકસાન પહોંચાડનારું છે (ખબર હોવી જોઈએ).


فَاِنَّمَا هِیَ زَجْرَةٌ وَّاحِدَةٌ ۙ (13)

(૧૩) એ તો માત્ર એક (ભયાનક) ફિટકાર છે (જેના પેદા થતાં જ).


فَاِذَا هُمْ بِالسَّاهِرَةِ ؕ (14)

(૧૪) તેઓ તરત જ મેદાનમાં હાજર થઈ જશે.


هَلْ اَتٰىكَ حَدِیْثُ مُوْسٰى ۘ (15)

(૧૫) શું મુસા (અ.સ.) નો કિસ્સો પણ તમને ખબર છે ?


اِذْ نَادٰىهُ رَبُّهٗ بِالْوَادِ الْمُقَدَّسِ طُوًى ۚ (16)

(૧૬) જ્યારે કે તેમના રબે તેમને પવિત્ર મેદાન “તુવામાં” પોકાર્યા.


اِذْهَبْ اِلٰى فِرْعَوْنَ اِنَّهٗ طَغٰى { ۖ ز} (17)

(૧૭) કે તમે ફિરઔન પાસે જાઓ, તેણે વિદ્રોહ અપનાવી લીધો છે.


فَقُلْ هَلْ لَّكَ اِلٰۤى اَنْ تَزَكّٰى ۙ (18)

(૧૮) તેને કહો કે શું તું પોતાનો સુધાર અને પવિત્રતા ઈચ્છે છે ?


وَ اَهْدِیَكَ اِلٰى رَبِّكَ فَتَخْشٰى ۚ (19)

(૧૯) અને એ કે હું તને તારા રબનો માર્ગ બતાઉં, જેથી તું (તેનાથી) ડરવા લાગે.


فَاَرٰىهُ الْاٰیَةَ الْكُبْرٰى{ ۖ ز} (20)

(૨૦) તો તેને મોટી નિશાનીઓ બતાવી.



فَكَذَّبَ وَعَصٰى { ۖ ز} (21)

(૨૧) તો તેણે જૂઠાડ્યા અને નાફરમાની કરી.


ثُمَّ اَدْبَرَ یَسْعٰى { ۖ ز} (22)

(૨૨) પછી પાછો ફર્યો કોશિશ કરતો.


فَحَشَرَ فَنَادٰى { ۖ ز} (23)

(૨૩) પછી બધાને ભેગા કરીને ઊંચા અવાજમાં પોકાર્યા.


فَقَالَ اَنَا رَبُّكُمُ الْاَعْلٰى { ۖ ز} (24)

(૨૪) કહ્યું કે તમારા બધાનો મહાન રબ હું જ છું.


فَاَخَذَهُ اللّٰهُ نَكَالَ الْاٰخِرَةِ وَ الْاُوْلٰى ؕ (25)

(૨૫) તો (સૌથી મહાન અને સર્વોપરી) અલ્લાહે પણ તેને આખિરત અને આ દુનિયાના અઝાબોમાં ઘેરી લીધો.


اِنَّ فِیْ ذٰلِكَ لَعِبْرَةً لِّمَنْ یَّخْشٰى ؕ ۧ (26)

(૨૬) બેશક આ (બનાવ)માં તે દરેક વ્યક્તિ માટે નસીહત છે જે ડરે. (ع-)