Surah Al-Qiyamah
સૂરહ અલ-કિયામહ
સૂરહ અલ-કિયામહ
નીચે આપેલી આયતોની તિલાવત સાંભળવા માટે Play બટન પર ક્લિક કરો.
(૩૧) તો તેણે ન તો સાચું માન્યું ન નમાઝ પઢી. [13]
(૩૨) પરંતુ (તેણે) જૂઠાડ્યા અને ફરી ગયો.
(૩૩) પછી પોતાના ઘરવાળાઓ પાસે ઈતરાઈને ગયો. [14]
(૩૪) અફસોસ છે તારા પર, પસ્તાવો છે તારા પર.
(૩૫) પછી દુઃખ છે (તારા પર) અને ખરાબી છે તારા માટે.
(૩૬) શું મનુષ્ય એમ સમજે છે કે તેને આમ જ છોડી દેવામાં આવશે ?
(૩૭) શું તે એક ઘટ્ટ પાણીનું ટિપું ન હતો જે ટપકાવવામાં આવે છે ?
(૩૮) પછી તે માસનો લોથડો થઈ ગયો, પછી (અલ્લાહે) તેને પેદા કર્યો અને યોગ્ય રૂપમાં બનાવી દીધો. [15]
(૩૯) પછી તેનાથી જોડા એટલે કે નર-માદા બનાવ્યા.
(૪૦) શું અલ્લાહ (તઆલા) એ વાત પર શક્તિમાન નથી કે મડદાંઓને ફરીથી જીવતા કરી દે ? (ع-૨) [16]