Surah Ali 'Imran
સૂરહ આલે ઈમરાન
સૂરહ આલે ઈમરાન
નીચે આપેલી આયતોની તિલાવત સાંભળવા માટે Play બટન પર ક્લિક કરો.
(૯૨) જયાં સુધી તમે પોતાના પસંદગીના માલમાંથી અલ્લાહ (તઆલા)ના માર્ગમાં ખર્ચ નહિ કરો, કદી પણ તમે ભલાઈને પહોંચી શકતા નથી અને જે કંઈ તમે ખર્ચ કરો છો તેને અલ્લાહ (તઆલા) સારી રીતે જાણે છે.
(૯૩) તૌરાત ઉતરવાના પહેલાથી (હજરત) યાકુબ (અ.સ.)એ જે વસ્તુઓને પોતાના ઉપર હરામ કરી લીધી હતી તે સિવાયની બધી ખાદ્ય વસ્તુઓ ઈસરાઈલની સંતાન માટે હલાલ હતી. તમે કહી દો કે જો તમે સાચા હોવ તો તૌરાત લઈ આવો અને વાંચી સંભળાવો.
(૯૪) આના પછી પણ જે લોકો અલ્લાહ (તઆલા) પર જૂઠો આરોપ લગાવે તેઓ જ જાલીમ છે.
(૯૫) કહી દો કે અલ્લાહ (તઆલા) સત્ય છે, તમે બધા ઈબ્રાહીમની પદ્ધતિનું એકાગ્ર થઈ અનુસરણ કરો, જે મૂર્તિપૂજક ન હતા.
(૯૬) બેશક અલ્લાહ (તઆલા)નું પ્રથમ ઘર જે લોકો માટે બનાવવામાં આવ્યું, તે એ જ છે જે મક્કામાં છે જે સમગ્ર દુનિયાના માટે બરકતવાળુ અને હિદાયતનું કેન્દ્ર છે.
(૯૭) જેમાં સ્પષ્ટ નિશાનીઓ છે, “મકામે ઈબ્રાહીમ” (એક પથ્થર છે જેના પર ખાનએ કા'બાના નિર્માણિ સમયે હજરત ઈબ્રાહીમ ઊભા રહેતા હતા) તેમાં જે આવી જાય નિર્ભય થઈ જાય છે. અલ્લાહ (તઆલા)એ તે લોકો પર જેઓ તેની તરફ માર્ગ પામી શકતા હોય, તે ઘરની હજ જરૂરી કરી દીધી છે.[47] અને જે કોઈ કુફ્ર કરે તો અલ્લાહ (તઆલા) સમગ્ર દુનિયાથી બેનિયાઝ છે.[48]
(૯૮) આપ કહી દો કે, અય કિતાબવાળાઓ! તમે અલ્લાહની આયતોનો ઈન્કાર કેમ કરો છો ? અને જે કંઈ કરો છો અલ્લાહ (તઆલા) તેન્ના પર ગવાહ છે.
(૯૯) તે કિતાબવાળાઓને કહી દો કે તમે અલ્લાહ (તઆલા)ના માર્ગથી જેઓ ઈમાન લાવ્યા છે તેમને કેમ રોકો છો અને તેમાં બૂરાઈ શોધો છો, જયારે કે તમે પોતે ગવાહ છો? અને અલ્લાહ (તઆલા) તમારા કાર્યોથી અજાણ નથી.
(૧૦૦) અય ઈમાનવાળાઓ! જો તમે કિતાબવાળાઓના કોઈ જૂથની વાત માનશો તો તેઓ તમારા ઈમાન લાવ્યા પછી તમને કુફ્રની તરફ ફેરવી દેશે.
(૧૦૧) અને (એટલે કે આ સ્પષ્ટ છે) તમે કેવી રીતે કુફ્ર કરી શકો છો? જયારે કે તમારા પર અલ્લાહ (તઆલા) ની આયતો પઢવામાં આવે છે અને તમારામાં રસૂલ (ﷺ) મોજુદ છે, અને જે અલ્લાહ (તઆલા)ના ધર્મને મજબૂતીથી પકડી લેશે, બેશક તેને સીધો રસ્તો બતાવી દેવામાં આવ્યો છે.