(૫૯) હે નબી! પોતાની પત્નીઓને અને પુત્રીઓને અને ઈમાનવાળી સ્ત્રીઓને કહી દો કે તેઓ પોતાના ઉપર ચાદરો લટકાવી રાખે,[1] આનાથી તરત તેમની ઓળખ થઈ જશે પછી તક્લીફ પહોંચાડવામાં નહિ આવે,[2] અને અલ્લાહ (તઆલા) મોટો દરગુજર કરવાવાળો અને દયાળુ છે.
(૬૦) જો (હજી પણ) આ મુનાફિકો અને તેઓ જેમના દિલોમાં રોગ છે અને મદીનાના રહેવાસીઓ જે ખોટી અફવાઓ ફેલાવે છે, અટકી નહીં જાય તો અમે તમને તેમના (નષ્ટ કરવા) પર લગાવી દઈશું, પછી તો તેઓ થોડાક જ દિવસ તમારા સાથે આ (શહેર) માં રહી શકશે.
(૬૧) તેમના ઉપર ફિટકાર વરસાવવામાં આવશે, જ્યાં પણ મળી જાય પકડી લેવામાં આવે અને ખૂબ ટુકડે ટુકડા કરી દેવામાં આવે.[1]
(૬૨) તેમના અગાઉના લોકોમાં પણ અલ્લાહનો આ જ કાનૂન લાગુ રહ્યો છે, અને તમે અલ્લાહના કાનૂનમાં સહેજ પણ બદલાવ નહિં જુઓ.
(૬૩) લોકો તમને કયામતના વિશે પૂછે છે, (તમે) કહી દો કે તેનું ઈલ્મ તો અલ્લાહને જ છે તમને શું ખબર કે (કદાચ) તે કયામત ખૂબ જ નજીક હોય.
(૬૪) અલ્લાહ (તઆલા)એ કાફિરો ઉપર ફિટકાર મોકલી છે અને તેમના માટે ભડકે બળતી આગ તૈયાર કરી રાખી છે.
(૬૫) જેમાં તેઓ હંમેશા રહેશે, અને તેઓ કોઈ સમર્થક અને મદદગાર નહિ મેળવી શકે.
(૬૬) જે દિવસે તેમના ચહેરા આગમાં ઊલટ-પુલટ કરવામાં આવશે તે વખતે (પસ્તાવા અને અફસોસથી) કહેશે કે, “કાશ! અમે અલ્લાહ (તઆલા) અને રસૂલના હુકમોનું પાલન કરતા.”
(૬૭) અને તેઓ કહેશે, “હે અમારા રબ! અમે અમારા આગેવાનો અને પૂર્વજોનું અનુસરણ કર્યું, તેમણે અમને સીધા માર્ગથી ભટકાવી દીધા.[1]
(૬૮) હે અમારા રબ! તું તેમને બમણો અઝાબ આપ અને તેમના ઉપર ખૂબ ફિટકાર મોકલ.” (ع-૮)