(૨૬) અને આકાશોમાં ઘણા ફરિશ્તાઓ છે, તેમની ભલામણ કોઈ કામ લાગતી નથી, પણ એ જુદી વાત છે કે અલ્લાહ જેને પોતાની ખુશીથી ચાહે પરવાનગી આપી દે.[1]
(૨૭) બેશક જે લોકો આખિરત પર ઈમાન નથી રાખતા, તેઓ ફરિશ્તાઓને દેવીઓ (સ્ત્રીઓ) જેવા નામ આપે છે.
(૨૮) જો કે તેમને આનું કોઈ જ્ઞાન નથી, તેઓ માત્ર પોતાની અટકળો પર જ ચાલે છે, અને બેશક અટકળો સત્ય સામે કોઈ કામ આપી શકતી નથી.
(૨૯) તો તમે તેમનાથી મોઢું ફેરવી લો જેઓ અમારી યાદથી મોઢું ફેરવે અને જેમનો હેતુ માત્ર દુનિયાની જીંદગી સિવાય કંઈ ન હોય.
(૩૦) આ જ તેમના જ્ઞાનની હદ છે, તમારો રબ તેને ખુબ સારી રીતે જાણે છે જે તેના માર્ગથી ભટકી ગયો હોય, અને તે
સારી રીતે જાણે છે તેને પણ જે સીધા માર્ગ પર હોય.
(૩૧) અને અલ્લાહનું જ છે જે કંઈ આકાશોમાં અને જે કંઈ ધરતીમાં છે, જેથી તે (અલ્લાહ તઆલા જ) ખરાબ કામ કરવાવાળોને તેમના કર્મોનો બદલો આપે અને ભલાઈ કરવાવાળાઓને સારો બદલો આપે.
(૩૨) તે લોકો જેઓ મોટા ગુનાહોથી બચે છે અને બેશરમી (નિર્લજ્જતા)થી પણ,[1] પરંતુ કોઈ નાનો ગુનોહ થઈ જાય, બેશક તમારો રબ ઉદાર અને માફ કરવાવાળો છે, તે તમને સારી રીતે જાણે છે જ્યારે તેણે તમને ધરતી (માટી)માંથી બનાવ્યા અને જ્યારે તમે પોતાની માતાઓના ગર્ભમાં બાળક હતા, માટે તમે પોતાની પવિત્રતાનું જાતે વર્ણન ન કરો, તે જ નેક લોકોને સારી રીતે જાણે છે. (ع-૨)