સૂરહ હૂદ (૧૧)
હૂદ
સૂરહ હૂદ[1] મક્કામાં નાઝીલ થઇ (ઉતરી) હતી. આ સૂરહ માં એકસો તેવીસ (૧૨૩) આયતો અને દસ (૧૦) રૂકૂઅ છે.
[1] આ સૂરહમાં તે કોમોનું વર્ણન છે જેમણે અલ્લાહની નિશાનીઓ અને પયગંબરોને ખોટા ઠેરવ્યા, જેના કારણે અલ્લાહના અઝાબના હકદાર બન્યા અને ઈતિહાસના પાનાઓમાંથી ખોટા શબ્દોની જેમ ભૂસી નાખવામાં આવ્યા અથવા ઈતિહાસના પાનાઓમાં નસીહતના નમૂના બનીને ઉદાહરણ બની ગયા, એટલા માટે હદીસમાં છે કે હજરત અબુબક્ર (રઝી) એ હજરત મોહંમદ (ﷺ) ને પૂછ્યું કે, “શું વાત છે કે તમે વૃધ્ધ દેખાઈ રહ્યા છો ?” તો આપ (ﷺ) એ જવાબ આપ્યો કે, “મને સૂર: હૂદ, વાકિઆ, અમ્મયતસાઅલૂન અને ઈજાઅરસમ્સુ કૂવેરત વગેરેએ વૃધ્ધ કરી દીધો છે.'' (તિર્મિજી - 3297, સહીહ તિર્મિજી અલબાની-3/113)
સંપૂર્ણ સૂરહની તિલાવત સાંભળવા માટે નીચે આપલે Play બટન પર ક્લિક કરો.