Surah Al-Buruj
સૂરહ અલ-બુરૂજ
સૂરહ અલ-બુરૂજ
સૂરહ અલ-બુરૂજ (૮૫)
બુરૂજ (તારાનું પ્રગટ થવું)
સૂરહ અલ-બુરૂજ[1] મક્કામાં નાઝીલ થઇ (ઉતરી) હતી. આ સૂરહ માં બાવીસ (૨૨) આયતો અને એક (૧) રૂકૂઅ છે.
[1] સૂરઃ બુરૂજ :- નબી (ﷺ) ઝોહર અને અસરમાં સૂર: તારિક અને સૂર: બુરૂજ પઢતા હતા. (તિર્મિજી)સંપૂર્ણ સૂરહની તિલાવત સાંભળવા માટે નીચે આપલે Play બટન પર ક્લિક કરો.
અલ્લાહના નામથી શરૂ કરુ છું જે અત્યંત કૃપાળુ અને દયાળુ છે.
(૧) બુરૂજોવાળા આકાશના સોગંદ ![2]
(૨) વાયદો કરવામાં આવેલ દિવસના સોગંદ
(૩) હાજર થવાવાળાઓ અને હાજર કરેલાઓના સોગંદ.[3]
(૪) કે ખાઈવાળા માર્યા ગયા.
(૫) તે એક આગ હતી ઈંધણવાળી.
(૬) જ્યારે કે તે લોકો તેની (આગની) આસપાસ બેઠા હતા.
(૭) અને મુસલમાનો સાથે જે કંઈ કરી રહ્યા હતા તેને પોતાના સામે જોઈ રહ્યા હતા.
(૮) તે લોકો મુસલમાનોથી કોઈ બીજા ગુનાહનો બદલો લેતા ન હતા, સિવાય એના કે તેઓ જોરાવર અને પ્રશંસાના પાત્ર અલ્લાહની તાકાત પર ઈમાન લાવ્યા હતા.[4]
(૯) જેના માટે આકાશો અને ધરતીનું રાજય છે અને અલ્લાહ (તઆલા) દરેક વસ્તુ જોઈ રહ્યો છે.
(૧૦) બેશક જે લોકોએ મુસલમાન પુરૂષો અને સ્ત્રીઓને સતાવ્યા, પછી માફી પણ ન માંગી, તેમના માટે જહન્નમનો અઝાબ છે અને બળવાની સજા છે.
(૧૧) બેશક ઈમાન લાવનારાઓ માટે અને નેક કામ કરનારાઓ માટે એવા બાગ છે જેની નીચે (ઠંડા પાણીની) નહેરો વહેતી હશે, આ છે મહાન સફળતા.
(૧૨) બેશક તમારા રબની પકડ ખૂબ જ સખત છે.
(૧૩) તે જ પહેલીવાર પેદા કરે છે અને તે જ ફરીવાર પેદા કરશે.
(૧૪) તે મોટો માફ કરવાવાળો અને ખૂબ જ મોહબ્બત કરવાવાળો છે.
(૧૫) અર્શનો માલિક છે.
(૧૬) જે ચાહે તે કરી નાખનાર છે.
(૧૭) તમને લશ્કરોની ખબર પણ મળી છે ?
(૧૮) એટલે કે ફિરઔન અને સમૂદના ?
(૧૯) (કંઈ નહિં) પરંતુ કાફિરો તો જૂઠાડવામાં પડ્યા છે.
(૨૦) અને અલ્લાહ (તઆલા) એ પણ તેમને દરેક બાજુએથી ઘેરી રાખ્યા છે.
(૨૧) પરંતુ આ કુરઆન ખૂબ જ મહિમાવાળુ છે.
(૨૨) સુરક્ષિત કિતાબમાં લખાયેલું છે. (ع-૧)