અલ્લાહના નામથી શરૂ કરુ છું જે અત્યંત કૃપાળુ અને દયાળુ છે.
(૧) તમામ પ્રશંસા તે અલ્લાહના માટે છે જેણે આકાશો અને ધરતીને પેદા કર્યા અને અંધકાર તથા પ્રકાશને બનાવ્યા[1] પછી પણ જેઓ ઈમાન નથી ધરાવતા (બીજાઓને) પોતાના રબના બરાબર માને છે.
(૨) તેણે તમને માટીમાંથી બનાવ્યા, પછી એક સમય નિશ્ચિત કર્યો,[2] અને એક નિશ્ચિત સમય તેના પાસે છે,[3] પછી પણ તમે શંકા કરો છો.
(૩) અને તે અલ્લાહ છે આકાશોમાં અને ધરતીમાં, તે તમારા છૂપા અને જાહેરને જાણે છે અને તમારી કમાણીથી બાખબર છે.[4]
(૪) અને તેમના પાસે કોઈ નિશાની તેમના રબની નિશાનીઓમાંથી નથી આવતી પરંતુ તેઓ તેનાથી મોઢું ફરવે છે.
(૫) તેમણે તે સાચી કિતાબને પણ જૂઠી બતાવી જયારે તે તેમના પાસે પહોંચી, તો જલ્દીથી તેમને ખબર મળી જશે, તે વસ્તુની જેનો તે લોકો મજાક ઉડાવતા હતા.
(૬) શું તેમણે જોયું, નહિં કે અમે તેમના પહેલા કેટલીય કોમોને બરબાદ કરી ચૂકયા છીએ, તેમને અમે દુનિયામાં એટલી તાકાત આપી હતી જે તમને પણ નથી આપી અને અમે તેમના ઉપર ધોધમાર વરસાદ વરસાવ્યો, અને અમે તેમના નીચેથી નદીઓ વહેવડાવી, પછી અમે તેમને તેમના ગુનાહોના કારણે બરબાદ કરી દીધા[5] અને તેમના પછી અમે બીજી કોમને પેદા કરી.
(૭) અને જો અમે કાગળ ઉપર લખેલ કોઈ પુસ્તક તમારા ઉપર ઉતારતા, પછી આ લોકો પોતાના હાથો વડે સ્પર્શ પણ કરી લેતા તો પણ આ કાફિર લોકો એમ જ કહેતા કે આ કશું નથી પરંતુ ખુલ્લો જાદુ છે.
(૮) અને તેમણે કહ્યું કે તમારા ઉપર કોઈ ફરિશ્તો કેમ ઉતારવામાં નથી આવ્યો? અને જો અમે ફરિશ્તો ઉતારી દેતા તો મામલાનો ફેંસલો કરી દેવામાં આવતો પછી તેમને કોઈ મહેતલ આપવામાં ન આવતી.[6]
(૯) અને જો અમે રસૂલ ફરિશ્તાને બનાવતા તો તેને પુરૂષ બનાવતા અને તેના ૫૨ એવી જ શંકા પેદા કરતા જેવી શંકા કરી રહ્યા છે. [7]
(૧૦) અને તમારાથી પહેલા ધણા રસૂલોનો મજાક ઉડાવવામાં આવ્યો, તો જેઓ મજાક ઉડાવી રહ્યા હતા તેમના મજાકનું ખરાબ પરિણામ તેમના ઉપર પાછુ પડયું. (ع-૧)