(૭૫) અમને નૂહે પોકાર્યા તો જુઓ કે અમે કેવા સારા દુઆ ક્બૂલ કરવાવાળા છીએ.[1]
(૭૬) અને અમે તેને અને તેના ઘરવાળાઓને[1] સખત મુસીબતથી બચાવી લીધા.
(૭૭) અને તેની સંતાનને અમે બાકી રહેવાવાળી બનાવી દીધી.[1]
(૭૮) અને અમે તેની પોતાની ચર્ચા પાછળનાઓમાં બાકી રાખી.
(૭૯) સલામ છે નૂહ (અ.સ.) ઉપર તમામ દુનિયાવાળાઓમાં.
(૮૦) અમે ભલાઈ કરવાવાળાઓને આ રીતે બદલો આપીએ છીએ.
(૮૧) તે અમારા ઈમાનવાળા બંદાઓમાંથી હતો
(૮૨) પછી અમે બીજા લોકોને ડૂબાડી દીધા.
(૮૩) અને તે (નૂહ)ના પાછળ આવનારાઓમાંથી ઈબ્રાહીમ પણ હતો.[1]
(૮૪) જ્યારે કે પોતાના રબ પાસે પવિત્ર (નિર્દોષ) દિલ લાવ્યો.
(૮૫) તેણે પોતાના પિતા અને પોતાની કોમને કહ્યું કે, “ તમે શું પૂજી રહ્યા છો ? ”
(૮૬) શું તમે અલ્લાહના સિવાય પોતાના ઘડેલા મા'બૂદો ચાહો છો ?
(૮૭) તો એ (બતાવો કે) તમે સમગ્ર સૃષ્ટિના રબને શું સમજી રાખેલ છે ?
(૮૮) હવે (ઈબ્રાહીમે) એક નજર તારાઓ તરફ ઉઠાવી.
(૮૯) અને કહ્યું કે, “હું તો બીમાર છું.”[1]
(૯૦) આના પર બધા તેનાથી મોઢું ફેરવી પાછા ચાલ્યા ગયા.
(૯૧) તે (ધીમેથી) તેમના મા'બૂદોની નજીક ગયો અને કહેવા લાગ્યો, “તમે ખાતા કેમ નથી ?
(૯૨) તમને શું થઈ ગયું છે કે વાત સુધ્ધાં કરતા નથી?”
(૯૩) પછી તો (પૂરી શક્તિ સાથે) જમણા હાથ વડે તેમને મારવા તૂટી પડ્યો.
(૯૪) તેઓ (મૂર્તિપૂજકો) દોડતાં-દોડતાં તેના તરફ આવ્યા.
(૯૫) તો તેણે કહ્યું કે, “તમે તેમને પૂજો છો જેને તમે પોતે બનાવો છો ?
(૯૬) જ્યારે કે તમને અને તમારી બનાવેલી વસ્તુઓને અલ્લાહે જ પેદા કરી છે ? ”[1]
(૯૭) તેઓ કહેવા લાગ્યા કે, “આના માટે એક મકાન (આગની જગ્યા) બનાવો અને તે (ભડકતી) આગમાં આને નાખી દો.”
(૯૮) તેમણે તો (ઈબ્રાહીમ)ના સાથે ચાલ રમવા ચાહી, પરંતુ અમે તેમને જ નીચા કરી દીધા.
(૯૯) અને (ઈબ્રાહીમે) કહ્યું કે, “હું તો (હિજરત કરીને) મારા રબ તરફ જાઉં છું,[1] તે જરૂર મારૂ માર્ગદર્શન કરશે.
(૧૦૦) હે મારા રબ! મને નેક (સદાચારી) પુત્ર પ્રદાન કર.”
(૧૦૧) તો અમે તેને એક સહનશીલ પુત્રની ખુશખબર આપી.[1]
(૧૦૨) પછી જ્યારે (બાળક) તે ઉમરે પહોંચ્યો કે તેના સાથે હરે-ફરે,[1] તો તેણે (ઈબ્રાહીમે) કહ્યું કે, “મારા વ્હાલા પુત્ર! હું સ્વપ્નમાં પોતાને તારી કુરબાની કરતો જોઈ રહ્યો છું, હવે તું બતાવ કે તારો શું વિચાર છે ?”[2] પુત્રએ જવાબ આપ્યો કે, “પિતાજી, જે હુકમ આપવામાં આવી રહ્યો છે તેનું પાલન કરો, અલ્લાહે ચાહ્યું તો તમે મને સબ્ર કરનારાઓમાંથી જોશો.”
(૧૦૩) છેવટે જ્યારે તે બંનેએ કબૂલ કરી લીધું અને તેણે (ઈબ્રાહીમે) તેને (પુત્રને) ઊંધા માથે પાડી દીધો.
(૧૦૪) તો અમે અવાજ આપી કે, “હે ઈબ્રાહીમ !
(૧૦૫) બેશક, તેં સ્વપ્નને સાચું કરી દેખાડ્યું, બેશક અમે ભલાઈ કરનારાઓને આ રીતે બદલો આપીએ છીએ.
(૧૦૬) હકીકતમાં આ સ્પષ્ટ અજમાયશ હતી.”[1]
(૧૦૭) અને અમે એક મોટી કુરબાની તેના ફિદિયા (બદલા)ના રૂપમાં આપી દીધી.[1]
(૧૦૮) અને અમે તેની શુભ ચર્ચા પાછળનાઓમાં બાકી રાખી.
(૧૦૯) સલામ છે ઈબ્રાહીમ ઉપર.
(૧૧૦) અમે નેક કામ કરનારાઓને આ રીતે બદલો આપીએ છીએ.
(૧૧૧) બેશક તે અમારા ઈમાનવાળા બંદાઓમાંથી હતો
(૧૧૨) અને અમે તેને ઈસ્હાક નબીની ખુશખબર આપી જે નેક લોકોમાંથી હશે.[1]
(૧૧૩) અને અમે ઈબ્રાહીમ અને ઈસ્હાક પર બરકતો ઉતારી, અને આ બંનેની સંતાનમાંથી કેટલાક તો ભાગ્યશાળી છે અને કેટલાક પોતાના ઉપર સ્પષ્ટ જુલમ કરે છે. (ع-૩)