(૬૯) અને તેમને ઈબ્રાહીમનો કિસ્સો પણ સંભળાવી દો.
(૭૦) જ્યારે કે તેણે પોતાના પિતા અને પોતાની કોમને પૂછ્યું કે, “તમે કોની બંદગી કરો છો?”
(૭૧) તેમણે જવાબ આપ્યો કે, “અમે મૂર્તિઓની બંદગી કરીએ છીએ, અમે તો બરાબર તેના પૂજારી બની બેઠા છીએ.”
(૭૨) આપે પૂછ્યું કે, “જ્યારે તમે તેમને પોકારો છો તો શું તેઓ સાંભળે પણ છે ?
(૭૩) અથવા તમને નફો-નુક્સાન પણ પહોંચાડી શકે છે ? ”
(૭૪) તેમણે કહ્યું, “આ (અમે કશુ નથી જાણતા) અમે તો અમારા પૂર્વજોને આ રીતે કરતા જોયા છે.”
(૭૫) આપે કહ્યું કે, “કશું જાણો પણ છો જેને તમે પૂજી રહ્યા છો?”
(૭૬) તમે અને તમારા આગળના બાપદાદા.
(૭૭) તેઓ બધા મારા દુશ્મનો છે સિવાય સાચા અલ્લાહ (તઆલા)ના જે તમામ સૃષ્ટિનો પાલનહાર છે.
(૭૮) જેણે મને પેદા કર્યો છે અને તે જ મારું માર્ગદર્શન કરે છે.
(૭૯) તે જ છે જે મને ખવડાવે-પીવડાવે છે.
(૮૦) તથા જયારે હું બીમાર પડું છું ત્યારે મને સાજો કરે છે.
(૮૧) અને તે જ મને મૃત્યુ આપશે અને પછી જીવતો કરી દેશે.
(૮૨) અને જેનાથી આશા બંધાયેલી છે કે તે મને બદલો આપવાના દિવસે મારી ભૂલોને માફ કરી દેશે.
(૮૩) હે મારા રબ ! મને સમજ પ્રદાન કર[1] અને મને નેક લોકો (સદાચારીઓ)માં સામેલ કરી દે.
(૮૪) અને મારી સાચી ખ્યાતી પાછળ આવનારા લોકોમાં પણ બાકી રાખ.
(૮૫) અને મને જન્નતે નઈમ (ને'મતોવાળી જન્નત) ના વારસદારોમાં સામેલ કરી દે.
(૮૬) અને મારા પિતાને માફ કરી દે, બેશક તે ભટકવાવાળાઓમાંથી છે.[1]
(૮૭) અને જે દિવસે લોકોને ફરીથી જીવતા કરવામાં આવે તે દિવસે મને અપમાનિત ન કર.
(૮૮) જે દિવસે માલ અને સંતાન કશુ ફાયદો નહિ આપે
(૮૯) પરંતુ (ફાયદાવાળો તે જ હશે) જે અલ્લાહ (તઆલા)ના સામે નિર્દોષ દિલ લઈને હાજર થાય.”[1]
(૯૦) અને પરહેઝગારો (સંયમીઓ) માટે જન્નત ઘણી નજીક લાવી દેવામાં આવશે.
(૯૧) અને ભટકેલા લોકો સામે જહન્નમ ખુલ્લી મૂકી દેવામાં આવશે.
(૯૨) અને તેમને પૂછવામાં આવશે કે, “તમે જેમની બંદગી કરતા રહ્યા તેઓ ક્યાં છે?
(૯૩) જે અલ્લાહ (તઆલા) સિવાય હતા, શું તેઓ તમારી મદદ કરે છેઅથવા કોઈ બદલો લઈ શકે છે ? ”
(૯૪) છેવટે તે બધા (મા'બૂદો) અને તમામ ભટકેલા લોકોને જહન્નમમાં ઉપર-નીચે ધકેલી દેવામાં આવશે.
(૯૫) અને શેતાનની તમામ સેના પણ.
(૯૬) ત્યાં તેઓ પરસ્પર લડતા-ઝઘડતા કહેશે,
(૯૭) “અલ્લાહની કસમ ! બેશક અમે તો સ્પષ્ટ ગુમરાહીમાં હતા,
(૯૮) જ્યારે કે તમને સમગ્ર દુનિયાના રબના બરાબર સમજી બેઠા હતા.
(૯૯) અને અમને તો સિવાય ગુનેહગારોના કોઈ બીજાએ ગુમરાહ કર્યા ન હતા.
(૧૦૦) હવે તો અમારી કોઈ ભલામણ કરવાવાળો પણ નથી.
(૧૦૧) અને ન કોઈ (સાચો) જિગરી દોસ્ત.[1]
(૧૦૨) અને અમને એક વખત ફરીથી પાછા જવાનું મળે તો અમે પાકા સાચા ઈમાનવાળા બની જઈએ.”
(૧૦૩) આ વાતમાં બેશક એક મોટી નિશાની છે, પરંતુ આમાંના મોટા ભાગના લોકો ઈમાન લાવવાના નથી.
(૧૦૪) અને બેશક તમારો રબ જ પ્રભુત્વશાળી અને દયાળુ છે. (ع-૫)