(૯૩) તમે દુઆ કરો કે, “હે મારા રબ! જો તું મને તે દેખાડે જેનો વાયદો એમને આપવામાં આવી રહ્યો છે.
(૯૪) તો હે મારા રબ! તું મને આ જાલિમોના જૂથમાં સામેલ ન કરજે.”
(૯૫) અને જે કંઈ વાયદા આમને આપી રાખ્યા છે બધા તમને દેખાડી દેવાની તાકાત ધરાવીએ છીએ.
(૯૬) બૂરાઈને એવી પદ્ધતિથી દૂર કરો જે પુરી રીતે ભલાઈવાળી હોય, જે કંઈ આ લોકો વર્ણન કરે છે તેને. અમે સારી રીતે જાણીએ છીએ.
(૯૭) અને દુઆ કરો કે, “હે મારા રબ! હું શેતાનોના વસવસાથી તારી પનાહ માંગુ છું.
(૯૮) અને હે મારા રબ ! હું આનાથી પણ તારી પનાહ માગું છું કે તે મારી નજીક આવે.”
(૯૯) ત્યાં સુધી કે જ્યારે તેમનામાંથી કોઈનું મૃત્યુ આવવા લાગે છે ત્યારે કહે છે કે, “હે મારા રબ! મને પાછો મોકલી દે.
(૧૦૦) કે મારી છોડેલી દુનિયામાં જઈને નેક કામો કરૂ,[1] કદી આવું થવાનું નથી, આ તો ફક્ત એક વાત છે જેને આ કહી રહ્યો છે, તેની પીઠના પાછળ તો એક આડ છે તેમના બીજીવાર જીવતા થવાના દિવસ સુધી.[2]
(૧૦૧) તો જ્યારે રણશિંગુ ફૂંકી દેવામાં આવશે તે દિવસે ન તો પરસ્પરના સંબંધો રહેશે, ન પરસ્પરની પૂછતાછ.
(૧૦૨) તો જેમના ત્રાજવાના પલ્લાં ભારે થઈ ગયા તેઓ જ સફળતા પ્રાપ્ત કરનારા લોકો છે.
(૧૦૩) અને ત્રાજવાના પલ્લાં હલકા રહી ગયા, આ છે તે લોકો જેમણે પોતાનું નુક્સાન જાતે કરી લીધુ, જેઓ હંમેશાના માટે જહન્નમમાં ચાલ્યા જશે.
(૧૦૪) તેમના મોઢાંને આગ બાળતી રહેશે, તેઓ ત્યાં બંધક બનેલા હશે.[1]
(૧૦૫) શું મારી આયતો તમારા સામે પઢવામાં આવતી ન હતી ? પછી પણ તમે તેને ખોટી ઠેરવતા હતા
(૧૦૬) તેઓ કહેશે કે, “હે અમારા રબ! અમારી બદનસીબી અમારા ઉપર છવાઈ ગઈ હકીકતમાં અમે જ ભટકેલા હતા.
(૧૦૭) હે અમારા રબ! અમને અહીંથી કાઢ, જો હવે અમે આવું કરીએ તો બેશક અમે જાલિમ હોઈશું.”
(૧૦૮) (અલ્લાહ તઆલા) ફરમાવશે, “ફિટકાર છે તમારા ઉપર અને આમાં જ પડ્યા રહો અને મારાથી વાત ન કરો."
(૧૦૯) મારા બંદાઓનું એક જૂથ હતુ જે લગાતાર એ જ કહેતું રહ્યું કે, “હે અમારા રબ ! અમે ઈમાન લાવી ચૂક્યા, તું અમને માફ કરી દે અને અમારા ઉપર દયા કર, તું તમામ દયા કરનારાઓમાંથી સૌથી વધારે દયાળુ છે.
(૧૧૦) (પરંતુ) તમે તેમનો મજાક જ ઉડાવતા રહ્યા ત્યાં સુધી કે (તેમના પાછળ) તમે મારી યાદ ભૂલાવી બેઠા અને તમે તેમના ઉપર હસતા રહ્યા.
(૧૧૧) મેં આજે તેમના સબ્ર (અને તકવા) નો બદલો આપી દીધો છે, કે તેઓ પોતાના આશયને પહોંચી ચૂક્યા છે.
(૧૧૨) (અલ્લાહ તઆલા) પૂછશે કે, “તમે ધરતી પર વર્ષોની ગણતરીથી કેટલા દિવસ રહ્યા ?"
(૧૧૩) તેઓ કહેશે કે, “એક દિવસ અથવા એક દિવસથી પણ ઓછું, ગણતરી કરનારાઓને પણ પૂછી લો.”[1]
(૧૧૪) અલ્લાહ (તઆલા) ફરમાવશે, “હકીકત એ છે કે તમે ત્યાં ઘણું ઓછું રહ્યા છો. કાશ ! આને તમે પહેલાથી જ જાણી લેતા.
(૧૧૫) શું તમે એમ સમજી બેઠા કે અમે તમને બેકાર પેદા કર્યા છે અને એ કે તમારે અમારા તરફ પાછા ફરવાનું જ નથી?”
(૧૧૬) અલ્લાહ (તઆલા) સાચો બાદશાહ છે, તે ઉચ્ચતર છે, તેના સિવાય કોઈ મા'બૂદ નથી, તે જ બાઈજ્જત અર્શનો રબ છે.
(૧૧૭) અને જે મનુષ્ય અલ્લાહ સાથે કોઈ બીજા મા'બૂદને પોકારે જેની તેના પાસે કોઈ દલીલ નથી તો તેનો હિસાબ તેના રબ ઉપર છે, બેશક કાફિર લોકો કદાપિ સફળતા પામી શકતા નથી.[1]
(૧૧૮) અને કહો કે, “હે મારા રબ! તું માફ કર અને દયા કર અને તું તમામ દયા કરનારાઓમાં સૌથી વધારે દયાળુ છે.” (ع-૬)