(૧૨) અને બેશક અમે લુકમાનને હિકમત પ્રદાન કરી,[1] કે જેથી અલ્લાહ (તઆલા)નો આભાર માને, દરેક આભાર માનનાર પોતાના જ ફાયદા માટે આભાર માને છે અને જો કોઈ નગુણો બને તો તે જાણી લે કે અલ્લાહ (તઆલા) બેનિયાઝ અને પ્રશંસાવાળો છે.
(૧૩) અને જ્યારે લુકમાને પોતાના પુત્રને શિખામણ આપતા કહ્યું કે, “હે મારા વ્હાલા પુત્ર ! અલ્લાહના સાથે કોઈને ભાગીદાર ન બનાવતો, બેશક અલ્લાહનો ભાગીદાર બનાવવો ઘણો મોટો જુલમ છે.”
(૧૪) અમે મનુષ્યને તેના માતા-પિતા વિશે તાલીમ આપી છે,[1] તેની માતાએ તકલીફો પર તકલીફો ઉઠાવીને[2] તેને ગર્ભમાં રાખ્યો અને બે વર્ષ તેના દૂધ છોડાવવાના છે જેથી તું મારો અને પોતાના માતા-પિતાનો આભાર માન, મારા જ તરફ પાછા ફરવાનું છે.
(૧૫) અને તે બંને તારા પર એ વાતનું દબાણ કરે કે તું મારા સાથે તેને ભાગીદાર બનાવે જેનું તને ઈલ્મ ન હોય તો તું તેમનું કહેવાનું ન માનતો, પરંતુ દુનિયામાં તેમના સાથે ભલાઈથી નિર્વાહ કરજે, અને એના માર્ગ પર ચાલજે જે મારા તરફ ઝૂકેલો હોય, તમારા બધાનું પલટવું મારા તરફ જ છે, તમે જે કંઈ કરો છો તે હું તમને બતાવી દઈશ.
(૧૬) વ્હાલા પુત્ર! જો કોઈ વસ્તુ રાઈના દાણા બરાબર હશે, પછી જો તે કોઈ પથ્થરના નીચે હોય અથવા આકાશોમાં હોય અથવા ધરતીમાં હોય, અલ્લાહ (તઆલા) તેને જરૂર લાવશે, અલ્લાહ (તઆલા) ખૂબ સૂક્ષ્મ જોવાવાળો અને જાણવાવાળો છે.
(૧૭) હે મારા વ્હાલા પુત્ર! તું નમાઝ કાયમ કરજે, સારા કામોનો આદેશ આપજે અને બૂરા કામોથી રોક્જે, જો તારા પર મુસીબત આવે તો સબ્ર કરજે, (વિશ્વાસ કરો) કે આ મોટા તાકીદના કામોમાંથી છે.
(૧૮) અને લોકોના સામે પોતાનું ગળુ ન ફુલાવ,[1] અને ધરતી પર અકડાઈને ઘમંડથી ન ચાલ, કોઈ અહંકારી અને ઘમંડી માણસને અલ્લાહ (તઆલા) પસંદ કરતો નથી.
(૧૯) અને પોતાની ચાલમાં સંતુલન રાખ[1] અને પોતાના અવાજને ધીમો રાખ,[2] બેશક ઘણો બૂરો અવાજ ગધેડાનો અવાજ છે. (ع-૨)