Surah Al-Lahab
સૂરહ અલ-લહબ
સૂરહ અલ-લહબ
સૂરહ અલ-લહબ (૧૧૧)
લહબ
સૂરહ અલ-લહબ[1] મક્કામાં નાઝીલ થઇ (ઉતરી) હતી. આ સૂરહ માં પાંચ (૫) આયતો અને એક (૧) રૂકૂઅ છે.
સંપૂર્ણ સૂરહની તિલાવત સાંભળવા માટે નીચે આપલે Play બટન પર ક્લિક કરો.
અલ્લાહના નામથી શરૂ કરુ છું જે અત્યંત કૃપાળુ અને દયાળુ છે.
(૧) અબૂ લહબના બંને હાથ તૂટી ગયા અને તે (પોતે) નાશ થઈ ગયો.
(૨) ન તો તેનો માલ તેને કામ લાગ્યો અને ન તેની કમાણી.
(૩) તે આગળ નજીકમાં જ ભડકતી આગમાં જશે.
(૪) અને તેની પત્ની પણ (જશે), જે લાકડાઓ ઉઠાવી લાવે છે.
(૫) તેની ગરદનમાં ખજૂરની છાલ વડે વણેલ દોરડું હશે.[2] (ع-૧)