Surah Al-'Ankabut
સૂરહ અલ-અન્કબૂત
આયત : ૬૯ | રૂકૂઅ : ૭
સૂરહ અલ-અન્કબૂત (૨૯)
કરોળિયો
સૂરહ અલ-અન્કબૂત મક્કામાં નાઝીલ થઇ (ઉતરી) હતી. આ સૂરહ માં ઓગણસીત્તેર (૬૯) આયતો અને સાત (૭) રૂકૂઅ છે.
સૂરહ અન્કબૂતની વ્યાખ્યાઃ એટલે કે એવો વિચાર કે ફક્ત મોઢાંથી ઈમાન લઈ આવ્યા પછી કોઈ પરીક્ષા કર્યા વગર તેમને છોડી દેવામાં આવશે તે સાચો નથી, બલ્કે તેમને જાન, માલ અને દુઃખ તથા બીજી પરીક્ષાઓ વડે પરખવામાં આવશે જેથી ખરા-ખોટાં, સાચા-જૂઠા તેમજ ઈમાનવાળા અને મુનાફિકો (અવસરવાદીઓ)ની ઓળખ થઈ જાય.