Surah Al-Qiyamah
સૂરહ અલ-કિયામહ
સૂરહ અલ-કિયામહ
નીચે આપેલી આયતોની તિલાવત સાંભળવા માટે Play બટન પર ક્લિક કરો.
અલ્લાહના નામથી શરૂ કરુ છું જે અત્યંત કૃપાળુ અને દયાળુ છે.
(૧) હું સોગંદ ખાઉ છું કયામતના દિવસના.[1]
(૨) અને સોગંદ ખાઉં છું તે અંતરાત્મા (નફસ)ના જે ધિક્કાર (નિંદા) કરવાવાળી હોય.
(૩) શું મનુષ્ય એવું વિચારે છે કે અમે તેના હાડકાં ભેગા કરીશું જ નહિં ?[2]
(૪) હા, જરૂર કરીશું, અમે શક્તિમાન છીએ કે અમે તેના આંગળાના ટેરવા સુદ્ધાંને બરાબર બનાવી દઈશું.
(૫) પરંતુ મનુષ્ય તો એવું ઈચ્છે છે કે આગળ (ભવિષ્યમાં) નાફરમાની (અને અવગણના) કરતો રહે.
(૬) પૂછે છે કે, “કયામતનો દિવસ ક્યારે આવશે ?”
(૭) તો જે સમયે આંખો પથરાઈ જશે.
(૮) અને ચંદ્ર પ્રકાશહીન (બેનૂર) થઈ જશે.[3]
(૯) અને સૂર્ય તથા ચંદ્રને ભેગા કરી દેવામાં આવશે.[4]
(૧૦) તે દિવસે મનુષ્ય કહેશે કે,“આજે નાસી જવાનું સ્થળ ક્યાં છે ? ”
(૧૧) કદાપિ નહિં, કોઈ પનાહનું સ્થાન નથી.
(૧૨) આજે તો તારા રબના પાસે જ ઠેકાણું છે.
(૧૩) આજે મનુષ્યને તેના આગળ મોકલેલા અને પાછળ છોડેલા (કર્મોથી) વાકેફ કરાવવામાં આવશે.
(૧૪) પરંતુ મનુષ્ય પોતે જ પોતાની જાતનો જાણકાર હશે.[5]
(૧૫) ભલે ને ગમે તેટલા બહાના રજૂ કરે.
(૧૬) (હે નબી!) તમે કુરઆનને જલ્દી (યાદ કરવા) માટે પોતાની જીભને ન હલાવો.[6]
(૧૭) અને (કુરઆનને) જમા કરવું અને (આપના મોઢાથી) પઢાવી દેવું અમારા શિરે છે.[7]
(૧૮) (એટલા માટે) અમે જયારે તેને પઢી લઈએ તો તમે તેને પઢવાનું અનુકરણ કરો.
(૧૯) પછી તેને સ્પષ્ટ કરી દેવું અમારું કામ છે.[8]
(૨૦) કદાપિ નહિં, (કાફિરો) તમે તો જલ્દી પ્રાપ્ત થનારી દુનિયાથી મોહબ્બત રાખો છો.
(૨૧) અને આખિરત (પરલોક)ને છોડી બેઠા છો.
(૨૨) તે દિવસે કેટલાય ચહેરા તાજગીભર્યા (અને પ્રકાશિત) હશે.
(૨૩) પોતાના રબ તરફ જોતા હશે.[9]
(૨૪) અને કેટલાય ચહેરા તે દિવસે ઉદાસ (અને બદસૂરત) હશે.[10]
(૨૫) સમજતા હશે કે તેમના સાથે કમર તોડી નાંખે તેવો વર્તાવ કરવામાં આવશે.
(૨૬) કદાપિ નહિં, જયારે (જીવ) હાંસડી સુધી પહોંચી જશે.[11]
(૨૭) અને કહેવામાં આવશે કે કોઈ ઝાળ-ફૂંક (મંતર) કરવાવાળો છે.
(૨૮) અને તેણે (મરનારે) ખાતરી કરી લીધી કે આ જૂદાઈનો સમય છે.
(૨૯) પછી પિંડલીથી પિંડલી વળગી જશે.[12]
(૩૦) આજે તારા રબ તરફ ચાલવાનું છે. (ع-૧)