અલ્લાહના નામથી શરૂ કરુ છું જે અત્યંત કૃપાળુ અને દયાળુ છે.
(૧) તા-સીન-મીમ.
(૨) આ આયતો સ્પષ્ટ કિતાબની છે.
(૩) તેમના ઈમાન ન લાવવા પર કદાચ તમે પોતાનો જીવ છોડી દેશો.
(૪) જો અમે ઈચ્છતા તો તેમના ઉપર આકાશમાંથી કોઈ એવી નિશાની ઉતારતા કે જેના સામે તેમની ગરદનો ઝૂકી જતી.
(૫) અને આ લોકો પાસે રહેમાન તરફથી જે પણ નવી તાલીમ આવી તેનાથી તેઓ મોઢું ફેરવનારા બની ગયા.
(૬) તે લોકોએ ખોટા ઠેરવ્યા છે હવે તેમના પાસે જલ્દી તેની ખબર આવી જશે, જેના સાથે તેઓ મજાક કરી રહ્યા છે.
(૭) શું તેમણે ધરતી તરફ નથી જોયું કે અમે તેમાં કેટલા પ્રકારની ખૂબસૂરત વનસ્પતિના જોડા ઉગાડ્યા છે ?
(૮) બેશક આમાં મોટી નિશાની છે અને આમનામાં મોટાભાગના લોકો ઈમાનવાળા નથી.
(૯) અને બેશક તમારો રબ તે જ પ્રભુત્વશાળી અને દયાળુ છે.(ع-૧)