Surah Al-Haqqah

સૂરહ અલ-હાક્કા

રૂકૂ : ૧

આયત ૧ થી ૩

بِسْمِ اللّٰهِ الرَّحْمٰنِ الرَّحِيْمِ

શરૂ અલ્લાહના નામથી જે અત્યંત કૃપાળુ અને દયાળુ છે

اَلْحَآقَّةُ ۙ (1)

(૧) સાબિત (સિદ્ધ) થવાવાળી.


مَا الْحَآقَّةُ ۚ (2)

(૨) શું છે સાબિત (સિદ્ધ) થવાવાળી ?


وَ مَاۤ اَدْرٰىكَ مَا الْحَآقَّةُ ؕ (3)

(૩) અને તમને શું ખબર છે કે તે સાબિત થવાવાળી શું છે ?


كَذَّبَتْ ثَمُوْدُ وَ عَادٌۢ بِالْقَارِعَةِ (4)

(૪) તે ખખડાવી દેનાર (કયામત)ને સમૂદિઓ અને આદિઓએ જૂઠાડી હતી.


فَاَمَّا ثَمُوْدُ فَاُهْلِكُوْا بِالطَّاغِیَةِ (5)

(૫) (જેના પરિણામે) સમૂદ તો ખૂબ પ્રચંડ (અને ભયાનક ઊંચા) અવાજ (ચીખ) સાથે નાશ કરી દેવામાં આવ્યા.


وَ اَمَّا عَادٌ فَاُهْلِكُوْا بِرِیْحٍ صَرْصَرٍ عَاتِیَةٍ ۙ (6)

(૬) અને આદને સખત તિવ્ર ઝડપવાળી મોટી તેજ આંધી (હવા) વડે બરબાદ કરી દેવામાં આવ્યા.


سَخَّرَهَا عَلَیْهِمْ سَبْعَ لَیَالٍ وَّ ثَمٰنِیَةَ اَیَّامٍ ۙ حُسُوْمًا ۙ فَتَرَى الْقَوْمَ فِیْهَا صَرْعٰى ۙ كَاَنَّهُمْ اَعْجَازُ نَخْلٍ خَاوِیَةٍ ۚ (7)

(૭) જેને તેમના ઉપર સતત સાત રાત્રિઓ અને આઠ દિવસ સુધી (અલ્લાહે) લગાવી રાખી, તો તમે જુઓ છો કે આ લોકો ધરતી પર એવી રીતે પટકાઈ ગયા કે જાણે ખજૂરોના ખોખલા થડો હોય.


فَهَلْ تَرٰى لَهُمْ مِّنْۢ بَاقِیَةٍ (8)

(૮) તો શું તેમનામાંથી કોઈને પણ તમે બાકી બચેલા જોઈ રહ્યા છો ?


وَ جَآءَ فِرْعَوْنُ وَ مَنْ قَبْلَهٗ وَ الْمُؤْتَفِكٰتُ بِالْخَاطِئَةِ ۚ (9)

(૯) ફિરઔન અને તેનાથી પહેલાના લોકોએ અને જેની વસ્તીઓ ઊંધી કરી દેવાઈ, તેમણે પણ ભૂલો કરી.


فَعَصَوْا رَسُوْلَ رَبِّهِمْ فَاَخَذَهُمْ اَخْذَةً رَّابِیَةً (10)

(૧૦) અને પોતાના રબના રસૂલની નાફરમાની કરી, (છેવટ) અલ્લાહે તેમને (પણ) પકડમાં લઈ લીધા.


اِنَّا لَمَّا طَغَا الْمَآءُ حَمَلْنٰكُمْ فِی الْجَارِیَةِ ۙ (11)

(૧૧) અને જ્યારે પાણીનું પૂર આવ્યું તો તે સમયે અમે તમને નૌકા ઉપર સવાર કરાવી દીધા.


لِنَجْعَلَهَا لَكُمْ تَذْكِرَةً وَّ تَعِیَهَاۤ اُذُنٌ وَّاعِیَةٌ (12)

(૧૨) જેથી તેને તમારા માટે નસીહત (અને યાદગાર) બનાવી દઈએ, (જેથી) યાદ રાખવાવાળા કાન તેને યાદ રાખે.


فَاِذَا نُفِخَ فِی الصُّوْرِ نَفْخَةٌ وَّاحِدَةٌ ۙ (13)

(૧૩) તો જ્યારે રણશિંગા (શૂર)માં એક ફૂંક મારી દેવામાં આવશે.


وَّ حُمِلَتِ الْاَرْضُ وَ الْجِبَالُ فَدُكَّتَا دَكَّةً وَّاحِدَةً ۙ (14)

(૧૪) અને ધરતી તથા પહાડ ઉઠાવી લેવામાં આવશે અને એક જ પ્રહારમાં કણ-કણ (ચૂરેચૂરા) કરી દેવામાં આવશે.


فَیَوْمَئِذٍ وَّقَعَتِ الْوَاقِعَةُ ۙ (15)

(૧૫) તે દિવસે થનાર ઘટના (કયામત) થઈ પડશે.


وَ انْشَقَّتِ السَّمَآءُ فَهِیَ یَوْمَئِذٍ وَّاهِیَةٌ ۙ (16)

(૧૬) અને આકાશ ફાટી જશે તો તે દિવસે ખૂબ જ કમજોર થઈ જશે.


وَّ الْمَلَكُ عَلٰۤى اَرْجَآئِهَا ؕ وَ یَحْمِلُ عَرْشَ رَبِّكَ فَوْقَهُمْ یَوْمَئِذٍ ثَمٰنِیَةٌ ؕ (17)

(૧૭) અને તેના કિનારાઓ ઉપર ફરિશ્તાઓ હશે અને તમારા રબના અર્શને (સિંહાસન) તે દિવસે આઠ ફરિશ્તાઓ પોતાના ઉપર ઉઠાવી રાખ્યું હશે.


یَوْمَئِذٍ تُعْرَضُوْنَ لَا تَخْفٰى مِنْكُمْ خَافِیَةٌ (18)

(૧૮) તે દિવસે તમને બધાને રજૂ કરવામાં આવશે, તમારી કોઈ ગુપ્ત વાત છૂપી નહીં રહે.


فَاَمَّا مَنْ اُوْتِیَ كِتٰبَهٗ بِیَمِیْنِهٖ ۙ فَیَقُوْلُ هَآؤُمُ اقْرَءُوْا كِتٰبِیَهْ ۚ (19)

(૧૯) તો જેની કર્મપોથી (આમાલનામુ) તેના જમણા હાથમાં આપવામાં આવશે તો તે કહેવા લાગશે કે, “લો, મારી કર્મપોથી (આમાલનામું) વાંચી લો.


اِنِّیْ ظَنَنْتُ اَنِّیْ مُلٰقٍ حِسَابِیَهْ ۚ (20)

(૨૦) મને સંપૂર્ણ વિશ્વાસ હતો કે હું મારો હિસાબ મેળવનાર જ છું.”


فَهُوَ فِیْ عِیْشَةٍ رَّاضِیَةٍ ۙ (21)

(૨૧) તો તે એક સુખદ (ખુશહાલ) જીવનમાં હશે.


فِیْ جَنَّةٍ عَالِیَةٍ ۙ (22)

(૨૨) ઉચ્ચ (અને ખૂબસૂરત) જન્નતમાં.


قُطُوْفُهَا دَانِیَةٌ (23)

(૨૩) જેના ફળ ઝૂકી પડેલા હશે.


كُلُوْا وَ اشْرَبُوْا هَنِیْٓئًۢا بِمَاۤ اَسْلَفْتُمْ فِی الْاَیَّامِ الْخَالِیَةِ (24)

(૨૪) (તેમને કહેવામાં આવશે) કે આનંદથી ખાઓ અને પીઓ, પોતાના તે કર્મોના બદલે જેને તમે પાછલા દિવસો (દુનિયા)માં કર્યા.


وَ اَمَّا مَنْ اُوْتِیَ كِتٰبَهٗ بِشِمَالِهٖ { ۙ٥} فَیَقُوْلُ یٰلَیْتَنِیْ لَمْ اُوْتَ كِتٰبِیَهْ ۚ (25)

(૨૫) પરંતુ જેને તેની કર્મપોથી (આમાલનામું) ડાબા હાથમાં આપવામાં આવશે, તે તો કહેશે કે, “હાય મને મારી કર્મપોથી આપવામાં જ ન આવતી.”



وَ لَمْ اَدْرِ مَا حِسَابِیَهْ ۚ (26)

(૨૬) અને હું જાણતો ન હતો કે હિસાબ શું છે.


یٰلَیْتَهَا كَانَتِ الْقَاضِیَةَ ۚ (27)

(૨૭) કાશ ! મોત (મારું) કામ જ ખતમ કરી દેતી.


مَاۤ اَغْنٰى عَنِّیْ مَالِیَهْ ۚ (28)

(૨૮) મારા ધન-દોલતે પણ મને કોઈ ફાયદો ન આપ્યો.


هَلَكَ عَنِّیْ سُلْطٰنِیَهْ ۚ (29)

(૨૯) મારૂ રાજય પણ મારાથી જતું રહ્યું”


خُذُوْهُ فَغُلُّوْهُ ۙ (30)

(૩૦) (હુકમ થશે) આને પકડી લો પછી તેને (ગળામાં) તોક પહેરાવી દો.


ثُمَّ الْجَحِیْمَ صَلُّوْهُ ۙ (31)

(૩૧) પછી આને જહન્નમમાં નાંખી દો.


ثُمَّ فِیْ سِلْسِلَةٍ ذَرْعُهَا سَبْعُوْنَ ذِرَاعًا فَاسْلُكُوْهُ ؕ (32)

(૩૨) પછી આને એવી એક સાંકળ કે જેની લંબાઈ સિત્તેર ગજની છે, તેમાં જકડી લો


اِنَّهٗ كَانَ لَا یُؤْمِنُ بِاللّٰهِ الْعَظِیْمِ ۙ (33)

(૩૩) બેશક આ મહાન અલ્લાહ પર ઈમાન રાખતો ન હતો.


وَ لَا یَحُضُّ عَلٰى طَعَامِ الْمِسْكِیْنِ ؕ (34)

(૩) અને ગરીબોને ખવડાવવા પર ઉભારતો ન હતો.


فَلَیْسَ لَهُ الْیَوْمَ هٰهُنَا حَمِیْمٌ ۙ (35)

(૩૫) તો આજે અહી તેનો ન કોઈ દોસ્ત છે.


وَّ لَا طَعَامٌ اِلَّا مِنْ غِسْلِیْنٍ ۙ (36)

(૩૬) અને ન પીપ (ઝખમોનું ધોવાણ) સિવાય તેનો કોઈ ખોરાક છે.


لَّا یَاْكُلُهٗۤ اِلَّا الْخَاطِئُوْنَ ۧ (37)

(૩) જેને ગુનેહગારો ના સિવાય તેને કોઈ નહિં ખાય. (ع-)