Surah Al-Baqarah
સૂરહ અલ-બકરહ
સૂરહ અલ-બકરહ
નીચે આપેલી આયતોની તિલાવત સાંભળવા માટે Play બટન પર ક્લિક કરો.
(૧૪૨) નજીકમાં જ બેવકૂફ લોકો કહેશે કે જે કિબ્લા (જે દિશા તરફ મોઢુ કરીને નમાઝ પઢવામાં આવે છે) પર તેઓ હતા તેનાથી તેમને કઈ વસ્તુએ ફેરવી દીધા ? (આપ) કહી દો કે પૂર્વ અને પશ્ચિમનો માલિક અલ્લાહ (તઆલા) છે તે જેને ઈચ્છે સીધો રસ્તો દેખાડે છે.[60]
(૧૪૩) અને અમે આ રીતે તમને વચ્ચેની ઉમ્મત બનાવી છે.[61] જેથી તમે લોકો પર ગવાહ થઈ જાઓ અને રસૂલ (ﷺ) તમારા પર ગવાહ થઈ જાય અને જે કિબ્લા પર તમે પહેલેથી હતા, તેને અમે એટલા માટે મુકર્રર કર્યો કે અમે જાણી લઈએ કે રસૂલના સાચા તાબેદાર કોણ-કોણ છે. અને કોણ છે જે પોતાની એડિયો પર ફરી જાય છે, જો કે આ કામ કઠિન છે, પરંતુ જેને અલ્લાહે હિદાયત આપી છે (એમના પર કોઈ કઠિનાઈ નથી) અલ્લાહ (તઆલા) તમારા ઈમાનને બરબાદ નહિં કરે, અલ્લાહ (તઆલા) લોકો સાથે અનહદ માયાળુ અને મહેરબાન છે.
(૧૪૪) અમે તમારૂ મોઢું આકાશની તરફ વારંવાર ઉઠતા જોઈ રહ્યા છીએ, હવે અમે તમને તે કિબ્લાની તરફ ફેરવી દઈશું, જેનાથી તમે ખુશ થઈ જશો, તમે પોતાનું મોઢું મસ્જિદે હરામ (કાઅબા) તરફ ફેરવી લો અને તમે ગમે ત્યાં હોવ તમારૂ મોઢું એના તરફ ફેરવી દો. કિતાબવાળાઓને આ વાત અલ્લાહના તરફથી સત્ય હોવાનું સાચુ ઈલ્મ છે. અને અલ્લાહ (તઆલા) એ કાર્યોથી બેખબર નથી જેને તેઓ કરે છે.
(૧૪૫) અને તમે જો કિતાબવાળાઓને બધા પુરાવા રજૂ કરી દો, પછી પણ તેઓ તમારા કિબ્લાનું અનુસરણ કરશે નહિં, અને ન તમે તેમના કિબ્લાને માનશો, ન તેઓ આપસમાં એકબીજાના કિબ્લાને માનશે, જો તમે એના સિવાય કે ઈલ્મ તમારી પાસે આવી ગયુ પછી પણ તેમની ઈચ્છાઓ પૂરી કરવા માટે અનુસરણ કરવા લાગ્યા તો બેશક તમે પણ જાલિમ થઈ જશો.[62]
(૧૪૬) જેઓને અમે કિતાબ આપી છે તેઓ તો તેને એવી રીતે ઓળખે છે જેવી રીતે કોઈ પોતાના પુત્રોને ઓળખે છે. તેમનું એક જૂથ સત્યને ઓળખીને પછી છુપાવે છે.
(૧૪૭) તમારા રબ તરફથી આ સંપૂર્ણ સત્ય છે, હોશિયાર ! તમે શંકા કરનારાઓમાંથી ન બનો.