(૭) તે જ અલ્લાહ (તઆલા) છે, જેણે તમારા પર કિતાબ ઉતારી, જેમાં સ્પષ્ટ અને મજબૂત (મુહકમ) આયતો છે, જે અસલ કિતાબ છે અને કેટલીક સમાન (મુતશાબેહ) આયતો છે, પછી જેમના દિલોમાં ખરાબી છે તેઓ મુતશાબેહ આયતોના પાછળ લાગી જાય છે, ફિતનો શોધવા માટે અને તેના અર્થઘટન (તાવીલ) માટે, પરંતુ તેનો સાચો અર્થ અલ્લાહ (તઆલા) સિવાય કોઈ નથી જાણતું. અને સંપૂર્ણ અને મજબૂત ઈલ્મવાળાઓ એમ જ કહે છે કે અમે તો તેના પર ઈમાન લાવી ચૂક્યા આ બધું અમારા રબ તરફથી છે, અને નસીહત તો ફક્ત અકલમંદો જ પ્રાપ્ત કરે છે.