Surah Ha-Mim-As-Sajdah

સૂરહ હા.મીમ.અસ્સજદહ

રૂકૂ : ૫

આયત ૩૩ થી ૪૪

وَ مَنْ اَحْسَنُ قَوْلًا مِّمَّنْ دَعَاۤ اِلَى اللّٰهِ وَ عَمِلَ صَالِحًا وَّ قَالَ اِنَّنِیْ مِنَ الْمُسْلِمِیْنَ (33)

(૩૩) અને તેનાથી વધારે સારી વાત બીજા કોની હશે જે અલ્લાહ તરફ બોલાવે, અને નેક કામ કરે અને કહે કે હું મુસલમાનોમાંથી છું.


وَ لَا تَسْتَوِی الْحَسَنَةُ وَ لَا السَّیِّئَةُ ؕ اِدْفَعْ بِالَّتِیْ هِیَ اَحْسَنُ فَاِذَا الَّذِیْ بَیْنَكَ وَ بَیْنَهٗ عَدَاوَةٌ كَاَنَّهٗ وَلِیٌّ حَمِیْمٌ (34)

(૩૪) અને ભલાઈ અને બૂરાઈ બંને સમાન નથી હોતી, બૂરાઈને ભલાઈથી દૂર કરો, પછી જેના અને તમારા વચ્ચે દુશ્મની છે તે એવો બની જશે જાણે કે જીગરી દોસ્ત.


وَ مَا یُلَقّٰىهَاۤ اِلَّا الَّذِیْنَ صَبَرُوْا ۚ وَ مَا یُلَقّٰىهَاۤ اِلَّا ذُوْ حَظٍّ عَظِیْمٍ (35)

(૩૫) અને આ વાત તેમના જ નસીબમાં હોય છે જેઓ સબ્ર કરે છે અને તેને મોટા ભાગ્યશાળીના સિવાય કોઈ પ્રાપ્ત કરી શકતો નથી.


وَ اِمَّا یَنْزَغَنَّكَ مِنَ الشَّیْطٰنِ نَزْغٌ فَاسْتَعِذْ بِاللّٰهِ ؕ اِنَّهٗ هُوَ السَّمِیْعُ الْعَلِیْمُ (36)

(૩૬) અને જો શેતાન તરફથી કોઈ શંકા પેદા થાય તો અલ્લાહની પનાહ માંગો, બેશક તે ખૂબ સાંભળનાર અને જાણનાર છે.


وَ مِنْ اٰیٰتِهِ الَّیْلُ وَ النَّهَارُ وَ الشَّمْسُ وَ الْقَمَرُ ؕ لَا تَسْجُدُوْا لِلشَّمْسِ وَ لَا لِلْقَمَرِ وَ اسْجُدُوْا لِلّٰهِ الَّذِیْ خَلَقَهُنَّ اِنْ كُنْتُمْ اِیَّاهُ تَعْبُدُوْنَ (37)

(૩૭) અને દિવસ-રાત અને સૂર્ય અને ચંદ્ર પણ તેની નિશાનીઓમાંથી છે, તમે સૂર્ય અને ચંદ્ર સામે માથું ન ઝૂકાવો બલ્કે તે અલ્લાહ સામે માથું ઝૂકાવો જેણે તે બધાને પેદા કર્યા, જો તમારે તેની બંદગી કરવી હોય તો.


فَاِنِ اسْتَكْبَرُوْا فَالَّذِیْنَ عِنْدَ رَبِّكَ یُسَبِّحُوْنَ لَهٗ بِالَّیْلِ وَ النَّهَارِ وَ هُمْ لَا یَسْئَمُوْنَ ۩ {السجدة} ۞ (38)

(૩૮) પછી પણ જો તેઓ ઘમંડ કરે તો તેઓ (ફરિશ્તાઓ) જે તમારા રબના નજીક છે, તેઓ તો રાત-દિવસ તેની તસ્બીહ કરી રહ્યા છે અને (કોઈપણ સમયે) થાક્તા નથી. {સિજદો-૧}


وَ مِنْ اٰیٰتِهٖۤ اَنَّكَ تَرَى الْاَرْضَ خَاشِعَةً فَاِذَاۤ اَنْزَلْنَا عَلَیْهَا الْمَآءَ اهْتَزَّتْ وَ رَبَتْ ؕ اِنَّ الَّذِیْۤ اَحْیَاهَا لَمُحْیِ الْمَوْتٰى ؕ اِنَّهٗ عَلٰى كُلِّ شَیْءٍ قَدِیْرٌ (39)

(૩૯) અને તે (અલ્લાહ)ની નિશાનીઓમાંથી (એ પણ) છે કે તમે ધરતીને વેરાન જુઓ છો, પછી જ્યારે અમે તેના પર પાણી વરસાવીએ છીએ તો તે લહેરાઈ ઉઠે છે અને ફાલે છે, જેણે તેને જીવંત કરી દીધી તે જ નિશ્ચિતપણે મડદાંને જીવતા કરનારો છે, બેશક તે દરેક વસ્તુ પર શક્તિમાન છે.


اِنَّ الَّذِیْنَ یُلْحِدُوْنَ فِیْۤ اٰیٰتِنَا لَا یَخْفَوْنَ عَلَیْنَا ؕ اَفَمَنْ یُّلْقٰى فِی النَّارِ خَیْرٌ اَمْ مَّنْ یَّاْتِیْۤ اٰمِنًا یَّوْمَ الْقِیٰمَةِ ؕ اِعْمَلُوْا مَا شِئْتُمْ ۙ اِنَّهٗ بِمَا تَعْمَلُوْنَ بَصِیْرٌ (40)

(૪૦) બેશક જે લોકો અમારી આયતોના ઉલ્ટા અર્થઘટનો કરે છે, તેઓ (કંઈ) અમારાથી છુપા નથી, (બતાવો તો) જેને આગમાં નાખવામાં આવે તે માણસ સારો છે અથવા તે માણસ જે શાંતિ અને સલામતીથી કયામતના દિવસે આવે ? તમે જે ઈચ્છો કરતા જાઓ, તે તમારા બધા જ કૃત્યોને જોઈ રહ્યો છે.


اِنَّ الَّذِیْنَ كَفَرُوْا بِالذِّكْرِ لَمَّا جَآءَهُمْ ۚ وَ اِنَّهٗ لَكِتٰبٌ عَزِیْزٌ ۙ (41)

(૪૧) જે લોકોએ પોતાના પાસે પવિત્ર કુરઆન પહોંચી ગયા પછી પણ તેના સાથે કુફ્ર કર્યુ તેઓ અમારાથી છૂપા નથી), આ ખૂબ સન્માનિત કિતાબ છે.


لَّا یَاْتِیْهِ الْبَاطِلُ مِنْۢ بَیْنِ یَدَیْهِ وَ لَا مِنْ خَلْفِهٖ ؕ تَنْزِیْلٌ مِّنْ حَكِیْمٍ حَمِیْدٍ (42)

(૪૨) જેના નજીક અસત્ય આવી શકતુ નથી, ન તેના આગળથી અને ન પાછળથી, આ એક (અલ્લાહ) હિકમતવાળા અને પ્રશંસાવાળાના તરફથી ઉતારવામાં આવેલ છે.


مَا یُقَالُ لَكَ اِلَّا مَا قَدْ قِیْلَ لِلرُّسُلِ مِنْ قَبْلِكَ ؕ اِنَّ رَبَّكَ لَذُوْ مَغْفِرَةٍ وَّ ذُوْ عِقَابٍ اَلِیْمٍ (43)

(૪૩) તમને એ જ કહેવામાં આવે છે જે તમારા પહેલાના રસૂલોને પણ કહેવામાં આવ્યુ છે બેશક તમારો રબ મોટો દરગુજર કરનાર અને ખૂબ પીડાકારી સજા આપનાર પણ છે.


وَ لَوْ جَعَلْنٰهُ قُرْاٰنًا اَعْجَمِیًّا لَّقَالُوْا لَوْ لَا فُصِّلَتْ اٰیٰتُهٗ ؕ ءَؔاَعْجَمِیٌّ وَّ عَرَبِیٌّ ؕ قُلْ هُوَ لِلَّذِیْنَ اٰمَنُوْا هُدًى وَّ شِفَآءٌ ؕ وَ الَّذِیْنَ لَا یُؤْمِنُوْنَ فِیْۤ اٰذَانِهِمْ وَقْرٌ وَّ هُوَ عَلَیْهِمْ عَمًى ؕ اُولٰٓئِكَ یُنَادَوْنَ مِنْ مَّكَانٍۭ بَعِیْدٍ ۧ (44)

(૪૪) અને જો અમે અરબી સિવાયની ભાષામાં કુરઆન ઉતારતા તો કહેતા કે, “આની આયતો સ્પષ્ટપણે કેમ વર્ણવવામાં નથી આવી ? આ શું કે કિતાબ ગૈર અરબી અને તમે અરબી રસૂલ ? ” (તમે) કહી દો, “આ (કુરઆન) ઈમાનવાળાઓ માટે હિદાયત અને રોગ-નિવારણ (શિફા) છે, પરંતુ જે લોકો ઈમાન લાવતા નથી તેમના કાનોમાં બોજ (બહેરાપણું) છે અને આ તેમના પર આંધળાપણું છે આ તે લોકો છે કે જાણે તેમને દૂરની જગ્યાએથી પોકારવામાં આવી રહ્યા હોય. (ع-)