Surah Al-Jinn

સૂરહ અલ-જિન્ન

રૂકૂ :

આયત ૨૦ થી ૨૮

قُلْ اِنَّمَاۤ اَدْعُوْا رَبِّیْ وَ لَاۤ اُشْرِكُ بِهٖۤ اَحَدًا (20)

(૨૦) (તમે) કહી દો કે, “હું તો ફક્ત મારા રબને જ પોકારું છું અને તેના સાથે કોઈને પણ ભાગીદાર નથી બનાવતો.”


قُلْ اِنِّیْ لَاۤ اَمْلِكُ لَكُمْ ضَرًّا وَّ لَا رَشَدًا (21)

(૨૧) કહી દો કે, “હું તમારા માટે કોઈ નફા-નુક્સાનનો અધિકાર ધરાવતો નથી”


قُلْ اِنِّیْ لَنْ یُّجِیْرَنِیْ مِنَ اللّٰهِ اَحَدٌ { ۙ ٥} وَّ لَنْ اَجِدَ مِنْ دُوْنِهٖ مُلْتَحَدًا ۙ (22)

(૨૨) કહી દો કે, “મને કદી કોઈ અલ્લાહથી બચાવી શકતું નથી અને હું ક્યારેય તેના સિવાય પનાહની જગ્યા પણ નથી મેળવી શકતો.”


اِلَّا بَلٰغًا مِّنَ اللّٰهِ وَ رِسٰلٰتِهٖ ؕ وَ مَنْ یَّعْصِ اللّٰهَ وَ رَسُوْلَهٗ فَاِنَّ لَهٗ نَارَ جَهَنَّمَ خٰلِدِیْنَ فِیْهَاۤ اَبَدًا ؕ (23)

(૨૩) પરંતુ (મારું કામ) તો ફક્ત અલ્લાહની વાત અને તેનો સંદેશો (લોકોને) પહોંચાડી દેવાનો છે (હવે) જે પણ અલ્લાહ અને તેના રસૂલની નાફરમાની કરશે તેના માટે જહન્નમની આગ છે જેમાં આવા લોકો હંમેશા રહેશે”


حَتّٰۤى اِذَا رَاَوْا مَا یُوْعَدُوْنَ فَسَیَعْلَمُوْنَ مَنْ اَضْعَفُ نَاصِرًا وَّ اَقَلُّ عَدَدًا (24)

(૨૪) ત્યાં સુધી કે જ્યારે તેને જોઈ લેશે, જેનો તેમનાથી વાયદો કરાયો છે તો નજીકના ભવિષ્યમાં જાણી લેશે કે કોના સહાયક કમજોર અને કયા જૂથવાળા ઓછા છે.


قُلْ اِنْ اَدْرِیْۤ اَقَرِیْبٌ مَّا تُوْعَدُوْنَ اَمْ یَجْعَلُ لَهٗ رَبِّیْۤ اَمَدًا (25)

(૨૫) (તમે) કહી દો, “મને ખબર નથી કે જેનો વાયદો તમારાથી કરવામાં આવે છે તે નજીક છે અથવા મારો રબ તેના માટે લાંબી મુદ્ત નિર્ધારિત કરશે”


عٰلِمُ الْغَیْبِ فَلَا یُظْهِرُ عَلٰى غَیْبِهٖۤ اَحَدًا ۙ (26)

(૨૬) તે ગૈબનો જાણવાવાળો છે અને તે પોતાના ગૈબ પર કોઈને ખબર આપતો નથી.


اِلَّا مَنِ ارْتَضٰى مِنْ رَّسُوْلٍ فَاِنَّهٗ یَسْلُكُ مِنْۢ بَیْنِ یَدَیْهِ وَ مِنْ خَلْفِهٖ رَصَدًا ۙ (27)

(૨૭) સિવાય તે રસૂલના જેને તે પસંદ કરી લે, એટલા માટે કે તેમના પણ આગળ-પાછળ પહેરેદારો (ફરિશ્તાઓ) લગાવી દીધા છે.


لِّیَعْلَمَ اَنْ قَدْ اَبْلَغُوْا رِسٰلٰتِ رَبِّهِمْ وَ اَحَاطَ بِمَا لَدَیْهِمْ وَ اَحْصٰى كُلَّ شَیْءٍ عَدَدًا ۧ (28)

(૨૮) જેથી ખબર પડી જાય કે તેમણે પોતાના રબનો સંદેશો પહોંચાડી દીધો અલ્લાહ (તઆલા) એ તેમની નજીકની વસ્તુઓને કાબૂમાં રાખી છે અને દરેક વસ્તુની સંખ્યા ગણી રાખી છે. (ع-)