(૩૨) અને તેમને તે બે વ્યક્તિઓનું ઉદાહરણ પણ સંભળાવી દો, જેમાંથી એકને અમે દ્રાક્ષના બે બાગ આપી રાખ્યા હતા જેને ખજૂરોના વૃક્ષોથી ઘેરી રાખ્યા હતા,[1] અને વચ્ચે ખેતી પેદા કરી રાખી હતી.
(૩૩) બંને બાગ પોતાના ફળ ખૂબ લાવ્યા, અને તેમાં કોઈ કસર ન રાખી, અને અમે તે બાગોના વચ્ચે નહેર વહેવડાવી દીધી હતી.
(૩૪) અને (આ રીતે) તેના પાસે ફળ હતા, એક દિવસ તેણે વાત વાતમાં પોતાના સાથીને કહ્યું કે, “હું તારાથી વધારે ધનવાન છું અને જથ્થામાં પણ વધારે ઈજ્જત વાળો છું.”
(૩૫) અને તે પોતાના બાગમાં ગયો અને પોતાની જાત ઉપર જુલમ કરવાવાળો હતો, કહેવા લાગ્યો કે, “હું વિચાર નથી કરી શક્તો કે ગમે ત્યારે પણ આ બરબાદ થઈ જાય.
(૩૬) અને ન હું કયામતને સ્થાપિત થવામાં માનું છું અને જો માની પણ લઉં કે હું મારા રબ તરફ પાછો લઈ પણ જવામાં આવ્યો તો બેશક હું (તે પાછા ફરવાની જગ્યાને) આનાથી પણ વધારે સારી મેળવીશ.”
(૩૭) તેના સાથીએ તેના સાથે વાતો કરતાં કરતાં કહ્યું કે, “શું તું તે મા'બૂદને નથી માનતો જેણે તને માટીમાંથી પેદા કર્યો, પછી વિર્યથી, પછી તને સંપૂર્ણ મનુષ્ય બનાવી દીધો ? ”
(૩૮) પરંતુ હું (તો વિશ્વાસ રાખુ છું કે) તે જ મારો રબ છે હું પોતાના રબ સાથે કોઈને પણ ભાગીદાર નહિ બનાવું,
(૩૯) અને તેં પોતાના બાગમાં જતી વખતે કેમ ન કહ્યું કે, “અલ્લાહે જે ચાહ્યું હશે તે થશે, કોઈ તાકાત નથી પરંતુ અલ્લાહની મદદથી,[1] જો કે તું મને માલ અને સંતાનમાં ઓછો જોઈ રહ્યો છે.
(૪૦) પરંતુ શક્ય છે કે મારો રબ મને તારા આ બાગથી પણ સારું પ્રદાન કરી દે અને તારા બાગ પર આકાશમાંથી મુસીબત મોક્લી દે તો આ સપાટ મેદાન બની જાય.
(૪૧) અથવા તેનું પાણી નીચે ઉતરી જાય અને તારા કાબૂમાં ન રહે કે તું તેને કાઢી લાવે.”[1]
(૪૨) અને તેના (બધા) ફળ નાશ પામ્યા પછી તે પોતાના એ ખર્ચ ઉપર જે તેણે તેના ઉપર કર્યો હતો પોતાના હાથ મસળવા લાગ્યો અને તે બાગ માંડવાઓ સહિત ઊંધો પડેલ હતો અને (તે વ્યક્તિ) કહી રહ્યો હતો કે, “હાય! મેં પોતાના રબ સાથે કોઈને પણ ભાગીદાર બનાવ્યો ન હોત.”
(૪૩) તેના હકમાં કોઈ પણ જમાઅત ન ઊઠી કે અલ્લાહથી કોઈ તેનો બચાવ કરાવે અને ન તે પોતે બદલો લેવાવાળો બની શક્યો.
(૪૪) અહીંથી (સાબિત થાય છે) કે અધિકાર તે જ અલ્લાહ (તઆલા) સત્યના માટે છે, તે બહેતર બદલો પ્રદાન કરવા અને પરિણામની રીતે ઘણો જ શ્રેષ્ઠ છે. (ع-૫)