Surah Al-Mu'minun

સૂરહ અલ-મુ'મિનૂન

રૂકૂઅ : ૫

આયત ૭૮ થી ૯૨

وَ هُوَ الَّذِیْۤ اَنْشَاَ لَكُمُ السَّمْعَ وَ الْاَبْصَارَ وَ الْاَفْئِدَةَ ؕ قَلِیْلًا مَّا تَشْكُرُوْنَ (78)

(૭૮) તે (અલ્લાહ) જ છે જેણે તમારા માટે કાન, આંખો અને દિલ બનાવ્યા, પરંતુ તમે ઘણા ઓછા આભારી થાઓ છો.


وَ هُوَ الَّذِیْ ذَرَاَكُمْ فِی الْاَرْضِ وَ اِلَیْهِ تُحْشَرُوْنَ (79)

(૭૯) અને તે જ છે જેણે તમને (પેદા કરીને) ધરતી પર ફેલાવી દીધા અને તેના જ તરફ તમે એકઠા કરવામાં આવશો.


وَ هُوَ الَّذِیْ یُحْیٖ وَ یُمِیْتُ وَ لَهُ اخْتِلَافُ الَّیْلِ وَ النَّهَارِ ؕ اَفَلَا تَعْقِلُوْنَ (80)

(૮૦) અને તે જ છે જે જીવાડે છે અને મારે છે અને રાત-દિવસનો ફેરબદલ કરવાનો માલિક પણ તે જ છે તો શું તમારી સમજમાં આ વાત નથી આવતી ?


بَلْ قَالُوْا مِثْلَ مَا قَالَ الْاَوَّلُوْنَ (81)

(૮૧) પરંતુ આ લોકોએ પણ એ જ વાત કહી જે પહેલાના લોકો કહેતા આવ્યા છે.


قَالُوْۤا ءَاِذَا مِتْنَا وَ كُنَّا تُرَابًا وَّ عِظَامًا ءَاِنَّا لَمَبْعُوْثُوْنَ (82)

(૮૨) કહ્યું કે, “જ્યારે અમે મરીને માટી અને હાડકાં બની જઈશું, તો શું ફરીથી અમને જીવતા કરી ઉઠાવવામાં આવશે ?


لَقَدْ وُعِدْنَا نَحْنُ وَ اٰبَآؤُنَا هٰذَا مِنْ قَبْلُ اِنْ هٰذَاۤ اِلَّاۤ اَسَاطِیْرُ الْاَوَّلِیْنَ (83)

(૮૩) અમારા અને અમારા બાપ-દાદાઓના પહેલાથી જ આ વાયદો ચાલી આવ્યો છે, કશું નથી આ તો ફક્ત અગાઉના લોકોના કિસ્સાઓ છે.


قُلْ لِّمَنِ الْاَرْضُ وَ مَنْ فِیْهَاۤ اِنْ كُنْتُمْ تَعْلَمُوْنَ (84)

(૮૪) પૂછો કે, “ધરતી અને તેની તમામ વસ્તુ કોની છે ? બતાવો જો જાણતા હોવ.”


سَیَقُوْلُوْنَ لِلّٰهِ ؕ قُلْ اَفَلَا تَذَكَّرُوْنَ (85)

(૮૫) આ લોકો તરત જ જવાબ આપશે કે અલ્લાહ, કહી દો, “તો પછી તમે નસીહત કેમ પ્રાપ્ત નથી કરતા ?"


قُلْ مَنْ رَّبُّ السَّمٰوٰتِ السَّبْعِ وَ رَبُّ الْعَرْشِ الْعَظِیْمِ (86)

(૮૬) પૂછો, “સાતેય આકાશોનો અને ઈજ્જતવાળા અર્શનો રબ કોણ છે?'


سَیَقُوْلُوْنَ لِلّٰهِ ؕ قُلْ اَفَلَا تَتَّقُوْنَ (87)

(૮૭) આ લોકો જવાબ આપશે કે, “અલ્લાહ જ છે.” કહી દો કે, “પછી તમે કેમ ડરતા નથી?”


قُلْ مَنْۢ بِیَدِهٖ مَلَكُوْتُ كُلِّ شَیْءٍ وَّ هُوَ یُجِیْرُ وَ لَا یُجَارُ عَلَیْهِ اِنْ كُنْتُمْ تَعْلَمُوْنَ (88)

(૮૮) પૂછો કે, “તમામ વસ્તુઓનો અધિકાર કોના હાથમાં છે અને કોણ છે જે પનાહ આપે છે, તેની તુલનામાં કોઈ પનાહ નથી આપી શક્તું, જો તમે જાણતા હોવ તો. બતાવી દો?”


سَیَقُوْلُوْنَ لِلّٰهِ ؕ قُلْ فَاَنّٰى تُسْحَرُوْنَ (89)

(૮૯) આ લોકો જવાબ આપશે કે, “અલ્લાહ જ છે.” કહી દો, “પછી તમારા ઉપર કયાંથી જાદૂ થઈ જાય છે?”


بَلْ اَتَیْنٰهُمْ بِالْحَقِّ وَ اِنَّهُمْ لَكٰذِبُوْنَ (90)

(૯૦) સાચુ તો એ છે કે અમે તેમને સત્ય પહોંચાડી દીધું છે, અને આ લોકો બેશક જૂઠા છે.


مَا اتَّخَذَ اللّٰهُ مِنْ وَّلَدٍ وَّ مَا كَانَ مَعَهٗ مِنْ اِلٰهٍ اِذًا لَّذَهَبَ كُلُّ اِلٰهٍۭ بِمَا خَلَقَ وَ لَعَلَا بَعْضُهُمْ عَلٰى بَعْضٍ ؕ سُبْحٰنَ اللّٰهِ عَمَّا یَصِفُوْنَۙ (91)

(૯૧) ન તો અલ્લાહે કોઈને પુત્ર બનાવ્યો અને ન તેના સાથે કોઈ બીજો મા'બૂદ છે, નહિતર દરેક મા'બૂદ પોતાની સૃષ્ટિને લઈને ફરતો રહેતો અને દરેક એકબીજા પર ચઢિયાતા થવા માટે કોશિશ કરતા, જે ગુણો આ લોકો બતાવે છે તેનાથી અલ્લાહ પવિત્ર છે.


عٰلِمِ الْغَیْبِ وَ الشَّهَادَةِ فَتَعٰلٰى عَمَّا یُشْرِكُوْنَ ۧ (92)

(૯૨) તે છુપા અને ખુલાને જાણનાર છે અને જે શિર્ક આ લોકો કરે છે તેનાથી ઘણો ઉચ્ચતર છે. (ع-)