Surah Al-Mujadila

સૂરહ અલ-મુજાદિલા

રૂકૂ :

આયત થી ૧૩

اَلَمْ تَرَ اَنَّ اللّٰهَ یَعْلَمُ مَا فِی السَّمٰوٰتِ وَ مَا فِی الْاَرْضِ ؕ مَا یَكُوْنُ مِنْ نَّجْوٰى ثَلٰثَةٍ اِلَّا هُوَ رَابِعُهُمْ وَ لَا خَمْسَةٍ اِلَّا هُوَ سَادِسُهُمْ وَ لَاۤ اَدْنٰى مِنْ ذٰلِكَ وَ لَاۤ اَكْثَرَ اِلَّا هُوَ مَعَهُمْ اَیْنَ مَا كَانُوْا ۚ ثُمَّ یُنَبِّئُهُمْ بِمَا عَمِلُوْا یَوْمَ الْقِیٰمَةِ ؕ اِنَّ اللّٰهَ بِكُلِّ شَیْءٍ عَلِیْمٌ (7)

() શું તમે નથી જોયું કે અલ્લાહ આકાશો અને ધરતીની દરેક વસ્તુને જાણે છે, ત્રણ વ્યક્તિઓની ગુસ-પુસ થતી નથી પરંતુ અલ્લાહ તેમનો ચોથો હોય છે, અને ન પાંચની પરંતુ અલ્લાહ તેમનો છઠ્ઠો હોય છે, અને ન તેનાથી ઓછાની કે ન તેનાથી વધારેની પરંતુ તે (અલ્લાહ) તેમના સાથે જ હોય છે જયાં પણ તેઓ હોય, પછી કયામતના દિવસે તેમને તેમના કર્મોની જાણકારી આપવામાં આવશે. બેશક અલ્લાહ (તઆલા) દરેક વસ્તુનો જાણકાર છે.


اَلَمْ تَرَ اِلَى الَّذِیْنَ نُهُوْا عَنِ النَّجْوٰى ثُمَّ یَعُوْدُوْنَ لِمَا نُهُوْا عَنْهُ وَ یَتَنٰجَوْنَ بِالْاِثْمِ وَ الْعُدْوَانِ وَ مَعْصِیَتِ الرَّسُوْلِ {ز} وَ اِذَا جَآءُوْكَ حَیَّوْكَ بِمَا لَمْ یُحَیِّكَ بِهِ اللّٰهُ ۙ وَ یَقُوْلُوْنَ فِیْۤ اَنْفُسِهِمْ لَوْ لَا یُعَذِّبُنَا اللّٰهُ بِمَا نَقُوْلُ ؕ حَسْبُهُمْ جَهَنَّمُ ۚ یَصْلَوْنَهَا ۚ فَبِئْسَ الْمَصِیْرُ (8)

() શું તમે તે લોકોને નથી જોયા કે જેઓને ગુસ-પુસ કરવાથી રોકી લીધા હતા ? તો પણ તેઓ મનાઈ કરેલ કામ ફરીથી કરતા રહ્યા, અને પરસ્પર ગુનાહોની તથા અન્યાયની અને રસૂલોની નાફરમાનીની ગુસ-પુસ કરે છે અને જ્યારે તમારા પાસે આવે છે તો તમને એવા શબ્દોમાં સલામ કરે છે જે શબ્દોમાં અલ્લાહે નથી કીધું અને પોતાના દિલોમાં કહે છે કે અલ્લાહ (તઆલા) અમને અમારા કહેવા પર સજા કેમ નથી આપતો ? તેમના માટે તો જહન્નમ જ કાફી છે જેમાં તેઓ જશે , તો તે કેટલું ખરાબ ઠેકાણું છે.


یٰۤاَیُّهَا الَّذِیْنَ اٰمَنُوْۤا اِذَا تَنَاجَیْتُمْ فَلَا تَتَنَاجَوْا بِالْاِثْمِ وَ الْعُدْوَانِ وَ مَعْصِیَتِ الرَّسُوْلِ وَ تَنَاجَوْا بِالْبِرِّ وَ التَّقْوٰى ؕ وَ اتَّقُوا اللّٰهَ الَّذِیْۤ اِلَیْهِ تُحْشَرُوْنَ (9)

() હે ઈમાનવાળાઓ ! તમે જ્યારે ગુસ-પુસ કરો તો તે ગુસ-પુસ ગુનાહ, વિદ્રોહ અને રસૂલની નાફરમાનીની ન હોય, બલ્કે ભલાઈ તથા સંયમની વાતો પર ગુસ-પુસ કરો અને તે અલ્લાહથી ડરતા રહો જેના પાસે તમે બધા ભેગા કરવામાં આવશો.


اِنَّمَا النَّجْوٰى مِنَ الشَّیْطٰنِ لِیَحْزُنَ الَّذِیْنَ اٰمَنُوْا وَ لَیْسَ بِضَآرِّهِمْ شَیْئًا اِلَّا بِاِذْنِ اللّٰهِ ؕ وَ عَلَى اللّٰهِ فَلْیَتَوَكَّلِ الْمُؤْمِنُوْنَ (10)

(૧૦) (ખરાબ) ગુસ-પુસ શેતાનનું કામ છે જેનાંથી ઈમાનવાળાઓને દુઃખ થાય, પરંતુ અલ્લાહની મરજી સિવાય તેઓ તેમને કોઈ જ નુકસાન પહોંચાડી શક્તા નથી અને ઈમાનવાળાઓએ તો અલ્લાહ ઉપર જ ભરોસો રાખવો જોઈએ.


یٰۤاَیُّهَا الَّذِیْنَ اٰمَنُوْۤا اِذَا قِیْلَ لَكُمْ تَفَسَّحُوْا فِی الْمَجٰلِسِ فَافْسَحُوْا یَفْسَحِ اللّٰهُ لَكُمْ ۚ وَ اِذَا قِیْلَ انْشُزُوْا فَانْشُزُوْا یَرْفَعِ اللّٰهُ الَّذِیْنَ اٰمَنُوْا مِنْكُمْ ۙ وَ الَّذِیْنَ اُوْتُوا الْعِلْمَ دَرَجٰتٍ ؕ وَ اللّٰهُ بِمَا تَعْمَلُوْنَ خَبِیْرٌ (11)

(૧૧) હે ઈમાનવાળાઓ ! જ્યારે તમને કહેવામાં આવે કે સભાઓમાં તો જરાક ખુલીને બેસો, તો તમે જગ્યાઓમાં ફેલાઈ જાઓ, અલ્લાહ (તઆલા) તમને ફેલાવી દેશે અને કહેવામાં આવે કે ઊઠીને ઊભા થઈ જાઓ તો તમે ઊઠીને ઊભા થઈ જાઓ. અલ્લાહ (તઆલા)તમારામાંથી જેઓ ઈમાન લાવ્યા છે તથા જેમને ઈલ્મ આપવામાં આવ્યું છે તેમના દરજ્જા ઊંચા કરી દેશે” અને અલ્લાહ (તઆલા) દરેક કામને જે તમે કરો છો સારી રીતે જાણે છે.


یٰۤاَیُّهَا الَّذِیْنَ اٰمَنُوْۤا اِذَا نَاجَیْتُمُ الرَّسُوْلَ فَقَدِّمُوْا بَیْنَ یَدَیْ نَجْوٰىكُمْ صَدَقَةً ؕ ذٰلِكَ خَیْرٌ لَّكُمْ وَ اَطْهَرُ ؕ فَاِنْ لَّمْ تَجِدُوْا فَاِنَّ اللّٰهَ غَفُوْرٌ رَّحِیْمٌ (12)

(૧૨) હે ઈમાનવાળાઓ ! જ્યારે તમે રસૂલથી એકાંતમાં વાત કરવા ઈચ્છો તો પોતાની આ એકાંતમાં વાત કરતા પહેલા થોડુંક દાન આપી દો, આ તમારા હકમાં સારું અને પવિત્ર છે, હાં જો તમે ન મેળવી શકો તો બેશક અલ્લાહ (તઆલા) માફ કરવાવાળો દયાળુ છે.


ءَاَشْفَقْتُمْ اَنْ تُقَدِّمُوْا بَیْنَ یَدَیْ نَجْوٰىكُمْ صَدَقٰتٍ ؕ فَاِذْ لَمْ تَفْعَلُوْا وَ تَابَ اللّٰهُ عَلَیْكُمْ فَاَقِیْمُوا الصَّلٰوةَ وَ اٰتُوا الزَّكٰوةَ وَ اَطِیْعُوا اللّٰهَ وَ رَسُوْلَهٗ ؕ وَ اللّٰهُ خَبِیْرٌۢ بِمَا تَعْمَلُوْنَ ۧ (13)

(૧૩) શું તમે તમારી એકાંતની વાતો પહેલા દાન (સદકો) કરવાથી ડરી ગયા ? તો જ્યારે તમે આમ ન કર્યું અને અલ્લાહે પણ તમને માફ કરી દીધા તો હવે (સારી રીતે) નમાઝોને કાયમ કરો, દાન આપતા રહો, અને અલ્લાહ (તઆલા) અને તેના રસૂલના હુકમોનું પાલન કરતા રહો, અને તમે જે કંઈ પણ કરો છો તે બધું જ અલ્લાહ સારી રીતે જાણે છે.(ع-)