(૬૧) શું તે માણસ જેને અમે સારો વાયદો આપ્યો છે જેને તે નિશ્ચિત રૂપે પામવાનો છે, તે માણસના સમાન થઈ શકે છે જેને અમે દુનિયાની જિંદગીનું થોડું સુખ આમ જ આપી દીધુ, બીજીવાર છેવટે તે કયામતના દિવસે (પકડેલો-બાંધેલો) હાજર કરવામાં આવશે?
(૬૨) અને તે દિવસે અલ્લાહ (તઆલા) તેમને પોકારીને કહેશે કે તમે જેમને પોતાની સમજથી મારો ભાગીદાર ઠેરવી રહ્યા હતા તેઓ ક્યાં છે?
(૬૩) જેમના ઉપર વાત સાબિત થઈ ચૂકી તેઓ જવાબ આપશે કે, “હે અમારા રબ! આ જ છે તેઓ જેમને અમે ભટકાવી મૂક્યા હતા,[1] અમે તેમને એવી રીતે ભટકાવ્યા જેવી રીતે અમે ભટકી ગયા હતા, અમે તારી બંદગીમાં પોતાને આમનાથી અલગ કરીએ છીએ , આ લોકો અમારી બંદગી કરતા ન હતા.”
(૬૪) અને કહેવામાં આવશે કે પોતાના ભાગીદારોને બોલાવો તો આ લોકો બોલાવશે, પરંતુ તેઓ તેમને જવાબ સુધ્ધાં નહિ આપે, અને બધા અઝાબ જોઈ લેશે, કાશ આ લોકો હિદાયત પામી લેતા.
(૬૫) અને તે દિવસે તેમને બોલાવીને પૂછશે કે, “તમે નબીઓને શું જવાબ આપ્યો હતો ? ”[1]
(૬૬) પછી તો તે દિવસે તેમને કોઈ જવાબ નહિ સૂજે અને એકબીજાને પૂછી પણ નહિ શકે.
(૬૭) હાં, જે વ્યક્તિ માફી માંગી ઈમાન લઈ આવે અને ભલાઈના કામ કરે, યકીન છે કે તે કામયાબી પ્રાપ્ત કરનારાઓમાંથી થઈ જશે.
(૬૮) અને તમારો રબ જે ચાહે છે પેદા કરે છે અને જેને ચાહે છે તેમનામાંથી પસંદ કરી લે છે, કોઈને કશો અધિકાર નથી, અલ્લાહ માટે જ પવિત્રતા છે, તે ઉચ્ચ છે તે દરેક વસ્તુથી જેને લોકો ભાગીદાર બનાવે છે.
(૬૯) અને તમારો રબ બધું જ જાણે છે જે કંઈ આ લોકો પોતાની છાતીઓમાં છુપાવે છે અને જે કંઈ જાહેર કરે છે.
(૭૦) અને તે જ અલ્લાહ છે તેના સિવાય બંદગીના લાયક બીજો કોઈ નથી, દુનિયા અને આખિરતમાં તેની જ પ્રશંસા છે, તેના માટે જ આદેશ છે અને તેના તરફ જ તમે બધા પાછા ફેરવવામાં આવશો.
(૭૧) કહી દો કે, “જુઓ તો ખરા, જો અલ્લાહ (તઆલા) રાત જ રાત કયામત સુધી સતત કરી દે તો સિવાય અલ્લાહના કોણ મા'બૂદ છે જે તમારા માટે દિવસનો પ્રકાશ લાવે ? શું તમે સાંભળતા નથી ?”
(૭૨) પૂછો કે એ પણ બતાવી દો કે જો અલ્લાહ (તઆલા) તમારા પર સતત કયામત સુધી દિવસ જ દિવસ રાખે તો પણ અલ્લાહ (તઆલા)ના સિવાય કોઈ બીજો મા'બૂદ છે જે તમારા માટે રાત લાવે, જેમાં તમે આરામ કરી શકો, શું તમને સૂઝતું નથી ?
(૭૩) અને તેણે તો તમારા માટે પોતાની કૃપા અને દયાથી રાત-દિવસ નિશ્ચિત કરી દીધા છે કે રાત્રે તમે આરામ કરી શકો અને દિવસમાં તેની (મોકલેલી) રોજીની તલાશ કરો,[1] આ એટલા માટે કે તમે શુક્રગુજાર બનો.
(૭૪) અને જે દિવસે તેમને પોકારીને અલ્લાહ (તઆલા) પૂછશે કે, “જેમને તમે મારા ભાગીદાર સમજતા હતા તેઓ ક્યાં છે ? ”
(૭૫) અને અમે દરેક ઉમ્મતમાંથી એક ગવાહ અલગ કરી લઈશું,[1] અને કહી દઈશું કે પોતાની દલીલ રજૂ કરો, તો તે સમયે જાણી લેશે કે સત્ય અલ્લાહના પક્ષે છે અને જે કંઈ જૂઠ તેઓ ઘડી રહ્યા હતા તે બધું તેમના પાસેથી ખોવાઈ જશે. (ع-૭)