Surah Yusuf

સૂરહ યૂસુફ

રૂકૂઅ : ૯

આયત ૬૯ થી ૭૯

وَ لَمَّا دَخَلُوْا عَلٰى یُوْسُفَ اٰوٰۤى اِلَیْهِ اَخَاهُ قَالَ اِنِّیْۤ اَنَا اَخُوْكَ فَلَا تَبْتَئِسْ بِمَا كَانُوْا یَعْمَلُوْنَ (69)

(૬૯) અને આ બધા યૂસુફ પાસે પહોંચી ગયા તો તેમણે પોતાના ભાઈને નજીક બેસાડી દીધો અને કહ્યું કે હું તારો ભાઈ (યૂસુફ) છું, અત્યાર સુધી આ લોકો જે કંઈ કરતા રહ્યા તેની કશી ફિકર ન કર.


فَلَمَّا جَهَّزَهُمْ بِجَهَازِهِمْ جَعَلَ السِّقَایَةَ فِیْ رَحْلِ اَخِیْهِ ثُمَّ اَذَّنَ مُؤَذِّنٌ اَیَّتُهَا الْعِیْرُ اِنَّكُمْ لَسٰرِقُوْنَ (70)

(૭૦) પછી જ્યારે તેમનો સામાન તૈયાર કરી દેવામાં આવ્યો તો પોતાના ભાઈના સામાનમાં પોતાનો પાણી પીવાનો પ્યાલો મૂકી દીધો પછી એક પોકારનારાએ પોકારીને કહ્યું કે, “હે કાફલાવાળાઓ! તમે લોકો તો ચોર છો.”


قَالُوْا وَ اَقْبَلُوْا عَلَیْهِمْ مَّا ذَا تَفْقِدُوْنَ (71)

(૭૧) તેમણે તેની તરફ મોઢુ ફેરવીને કહ્યું કે, “તમારી કઈ વસ્તુ ખોવાઈ ગઈ છે ? ”


قَالُوْا نَفْقِدُ صُوَاعَ الْمَلِكِ وَ لِمَنْ جَآءَ بِهٖ حِمْلُ بَعِیْرٍ وَّ اَنَا بِهٖ زَعِیْمٌ (72)

(૭૨) જવાબ આપ્યો કે, “રાજકીય પ્યાલો ખોવાઈ ગયો છે, જે તેને લઈ આવે તેને ઊંટના વજન જેટલું અનાજ મળશે, તે વાયદાનો હું જામીન છું. ”


قَالُوْا تَاللّٰهِ لَقَدْ عَلِمْتُمْ مَّا جِئْنَا لِنُفْسِدَ فِی الْاَرْضِ وَ مَا كُنَّا سٰرِقِیْنَ (73)

(૭૩) તેમણે કહ્યું, “અલ્લાહની કસમ ! તમને સારી રીતે ખબર છે કે અમે દેશમાં ફસાદ કરવા નથી આવ્યા, અને ન અમે ચોર છીએ.”


قَالُوْا فَمَا جَزَآؤُهٗۤ اِنْ كُنْتُمْ كٰذِبِیْنَ (74)

(૬૩) તેણે કહ્યું, “સારું, ચોરીની શું સજા છે જો તમે જૂઠા હોવ ? ”


قَالُوْا جَزَآؤُهٗ مَنْ وُّجِدَ فِیْ رَحْلِهٖ فَهُوَ جَزَآؤُهٗ ؕ كَذٰلِكَ نَجْزِی الظّٰلِمِیْنَ (75)

(૭૫) જવાબ આપવામાં આવ્યો કે એની સજા એ છે કે જેના સામાનમાંથી મળે તે જ તેનો બદલો છે, અમે તો જાલિમોને આવી જ સજા આપીએ છીએ.


فَبَدَاَ بِاَوْعِیَتِهِمْ قَبْلَ وِعَآءِ اَخِیْهِ ثُمَّ اسْتَخْرَجَهَا مِنْ وِّعَآءِ اَخِیْهِ ؕ كَذٰلِكَ كِدْنَا لِیُوْسُفَ ؕ مَا كَانَ لِیَاْخُذَ اَخَاهُ فِیْ دِیْنِ الْمَلِكِ اِلَّاۤ اَنْ یَّشَآءَ اللّٰهُ ؕ نَرْفَعُ دَرَجٰتٍ مَّنْ نَّشَآءُ ؕ وَ فَوْقَ كُلِّ ذِیْ عِلْمٍ عَلِیْمٌ (76)

(૭૬) પછી યૂસુફે પોતાના ભાઈ પહેલા તેમના સામાનમાં તલાશી લેવાની શરૂ કરી દીધી, પછી તેમણે પીવાના પ્યાલાને પોતાના ભાઈના સામાનમાંથી શોધી કાઢ્યો, અમે યૂસુફ માટે આ રીતે યોજના બનાવી, તે રાજાના કાનૂન મુજબ તેઓ પોતાના ભાઈને લઈ જઈ શકતા ન હતા, પરંતુ એ કે અલ્લાહને મંજુર હોય, અમે જેનો દરજ્જો ચાહીએ બુલંદ કરી દઈએ, દરેક વિદ્વાન પર એક મોટો વિદ્વાન મોજુદ છે.


قَالُوْۤا اِنْ یَّسْرِقْ فَقَدْ سَرَقَ اَخٌ لَّهٗ مِنْ قَبْلُ ۚ فَاَسَرَّهَا یُوْسُفُ فِیْ نَفْسِهٖ وَ لَمْ یُبْدِهَا لَهُمْ ۚ قَالَ اَنْتُمْ شَرٌّ مَّكَانًا ۚ وَ اللّٰهُ اَعْلَمُ بِمَا تَصِفُوْنَ (77)

(૭૭) તેમણે કહ્યું કે, “જો તેણે ચોરી કરી છે તો (આશ્ચર્યની વાત નથી) તેનો ભાઈ પણ પહેલા ચોરી કરી ચૂક્યો છે,” યૂસુફે આ વાત પોતાના દિલમાં રાખી લીધી, કહ્યું કે, “તમે બૂરા સ્થાન પર છો અને જે તમે કહી રહ્યા છો અલ્લાહ તેને સારી રીતે જાણે છે.”


قَالُوْا یٰۤاَیُّهَا الْعَزِیْزُ اِنَّ لَهٗۤ اَبًا شَیْخًا كَبِیْرًا فَخُذْ اَحَدَنَا مَكَانَهٗ ۚ اِنَّا نَرٰىكَ مِنَ الْمُحْسِنِیْنَ (78)

(૭૮) તેમણે કહ્યું કે, “હે મિસરના અઝીઝ! તેના પિતા ઘણા વૃધ્ધ માણસ છે. તમે તેના બદલે અમારામાંથી કોઈને લઈ લો, અમે જોઈ રહ્યા છીએ કે તમે ઘણા નેક માણસ છો.”


قَالَ مَعَاذَ اللّٰهِ اَنْ نَّاْخُذَ اِلَّا مَنْ وَّجَدْنَا مَتَاعَنَا عِنْدَهٗۤ ۙ اِنَّاۤ اِذًا لَّظٰلِمُوْنَ ۧ (79)

(૭૯) (યૂસુફે) કહ્યું કે, “અમે જેના પાસેથી અમારી વસ્તુ મળી છે તેના સિવાય બીજાને કેદી બનાવવાથી અલ્લાહની પનાહ ચાહીએ છીએ, આવું કરવાથી બેશક અમે અન્યાય કરનારા થઈ જઈશું.” (ع-)