Surah Al-Hajj

સૂરહ અલ-હજ્જ

રૂકૂઅ : ૪

આયત ૨૬ થી ૩૩

وَ اِذْ بَوَّاْنَا لِاِبْرٰهِیْمَ مَكَانَ الْبَیْتِ اَنْ لَّا تُشْرِكْ بِیْ شَیْئًا وَّ طَهِّرْ بَیْتِیَ لِلطَّآئِفِیْنَ وَ الْقَآئِمِیْنَ وَ الرُّكَّعِ السُّجُوْدِ (26)

(૨૬) અને જ્યારે અમે ઈબ્રાહીમના માટે ઘર (કા'બા)ની જગ્યા નિશ્ચિત કરી દીધી (એ પ્રતિબંધ સાથે) કે મારા સાથે કોઈને સામેલ ન કરતા અને મારા ઘરની પરિક્રમા (તવાફ) કરનારાઓ, ઊભા રહેનારાઓ અને રુકૂઅ અને સિજદો કરનારાઓ માટે શુધ્ધ અને પવિત્ર રાખશો.


وَ اَذِّنْ فِی النَّاسِ بِالْحَجِّ یَاْتُوْكَ رِجَالًا وَّ عَلٰى كُلِّ ضَامِرٍ یَّاْتِیْنَ مِنْ كُلِّ فَجٍّ عَمِیْقٍۙ (27)

(૨૭) અને લોકોમાં હજ્જનું એલાન કરી દો, લોકો તમારા પાસે પગપાળા પણ આવશે અને દુબળા-પાતળા ઊંટો પર પણ દૂર-સુદૂરના તમામ માર્ગોથી આવશે.


لِّیَشْهَدُوْا مَنَافِعَ لَهُمْ وَ یَذْكُرُوا اسْمَ اللّٰهِ فِیْۤ اَیَّامٍ مَّعْلُوْمٰتٍ عَلٰى مَا رَزَقَهُمْ مِّنْۢ بَهِیْمَةِ الْاَنْعَامِ ۚ فَكُلُوْا مِنْهَا وَ اَطْعِمُوا الْبَآئِسَ الْفَقِیْرَ ز(28)

(૨૮) પોતાનો ફાયદો પ્રાપ્ત કરવા માટે આવી જાય અને તે નિર્ધારિત દિવસોમાં અલ્લાહના નામને યાદ કરે તે ચોપાયાઓ પર જે પાલતુ છે, તો તમે પણ ખાઓ અને ભૂખ્યા ગરીબોને પણ ખવડાવો.


ثُمَّ لْیَقْضُوْا تَفَثَهُمْ وَ لْیُوْفُوْا نُذُوْرَهُمْ وَ لْیَطَّوَّفُوْا بِالْبَیْتِ الْعَتِیْقِ (29)

(૨૯) પછી તેઓ પોતાનો મેલ-કુચેલ દૂર કરે અને પોતાની મન્નત પૂરી કરે અને અલ્લાહના પ્રાચીન ઘરની પરિક્રમા (તવાફ) કરે.


ذٰلِكَ {ق} وَ مَنْ یُّعَظِّمْ حُرُمٰتِ اللّٰهِ فَهُوَ خَیْرٌ لَّهٗ عِنْدَ رَبِّهٖ ؕ وَ اُحِلَّتْ لَكُمُ الْاَنْعَامُ اِلَّا مَا یُتْلٰى عَلَیْكُمْ فَاجْتَنِبُوا الرِّجْسَ مِنَ الْاَوْثَانِ وَ اجْتَنِبُوْا قَوْلَ الزُّوْرِۙ (30)

(૩૦) આ છે, અને જે કોઈ અલ્લાહના પ્રતિબંધોનો આદર કરે, તેના પોતાના માટે તેના રબ પાસે ભલાઈ છે, અને તમારા માટે ચોપાયા જાનવર હલાલ (વૈદ્ય) કરી દેવામાં આવ્યા સિવાય તેમના જે તમારા સામે વર્ણન કરી દેવામાં આવ્યા છે, તો તમારે મૂર્તિઓની ગંદકીથી બચતા રહેવું જોઈએ અને જૂઠી વાતોથી પણ બચવું જોઈએ.


حُنَفَآءَ لِلّٰهِ غَیْرَ مُشْرِكِیْنَ بِهٖ ؕ وَ مَنْ یُّشْرِكْ بِاللّٰهِ فَكَاَنَّمَا خَرَّ مِنَ السَّمَآءِ فَتَخْطَفُهُ الطَّیْرُ اَوْ تَهْوِیْ بِهِ الرِّیْحُ فِیْ مَكَانٍ سَحِیْقٍ (31)

(૩૧) અલ્લાહની તૌહીદ (એકેશ્વરવાદ) ને કબૂલ કરતા તેના સાથે કોઈને પણ ભાગીદાર ન બનાવતા, (સાંભળો!) અલ્લાહનો ભાગીદાર બનાવનાર જેવો કે આકાશથી પડી ગયો, હવે કાં તો તેને પક્ષીઓ ઉંચકીને લઈ જાય અથવા હવા કોઈ દૂર-સુદૂરની જગ્યા પર ફેંકી દે.


ذٰلِكَ {ق} وَ مَنْ یُّعَظِّمْ شَعَآئِرَ اللّٰهِ فَاِنَّهَا مِنْ تَقْوَى الْقُلُوْبِ (32)

(૩૨) આ સાંભળી લીધુ, (અને સાંભળી લો!) અલ્લાહની નિશાનીઓનો જે કોઈ આદર અને સન્માન કરે તો આ તેના દિલની પરહેઝગારીના કારણે છે.


لَكُمْ فِیْهَا مَنَافِعُ اِلٰۤى اَجَلٍ مُّسَمًّى ثُمَّ مَحِلُّهَاۤ اِلَى الْبَیْتِ الْعَتِیْقِ ۧ (33)

(૩૩) તેમાં તમારા માટે એક નિર્ધારિત સમય સુધી ફાયદો છે, પછી તેમની કુરબાની કરવા (બલિ ચઢાવવા)ની જગ્યા પ્રાચીન ઘર (કા'બા) ના પાસે છે. (ع-૪)