(૧૫૧) તમે કહી દો કે આવો હું પઢીને સંભળાઉ કે તમને તમારા રબે શાનાથી મનાઈ કરી છે. [1] તે એ કે તેના સાથે કોઈ વસ્તુને શરીક ન કરો, અને માતા-પિતા સાથે ભલુ વર્તન કરો, [2] અને પોતાની સંતાનને ગરીબીના કારણે કતલ ન કરો, અમે તમને અને તેમને રોજી પ્રદાન કરીએ છીએ, [3] અને ખુલી તથા છૂપી અશ્લિલ વાતોની નજીક ન જાઓ અને તે જીવ ને જેણે અલ્લાહે મના કરેલ છે કતલ ન કરો, પરંતુ સત્યની સાથે, [4] તેણે તમને આનો જ હુકમ આપ્યો છે જેથી તમે સમજો.
(૧૫૨) અને અનાથના માલની નજીક ન જાઓ, પરંતુ ઘણા સારા તરીકાથી ત્યાં સુધી કે તે પુખ્ત ઉંમરે પહોંચી જાય, [1] અને ન્યાયની સાથે તોલમાપ પૂરો કરો, [2] અમે કોઈની ઉપર તેની તાકાતથી વધારે બોજ નથી રાખતા, અને જયારે બોલો તો ન્યાય કરો, ભલે ને તે નજીકના રિશ્તેદાર કેમ ન હોય, અને અલ્લાહથી કરેલ વાયદાને પૂરો કરો, તેણે તમને આનો જ હુકમ આપ્યો છે જેથી તમે યાદ રાખો.
(૧૫૩) અને આ જ [1] મારો સીધો રસ્તો છે [2] એટલા માટે તેના ઉપર જ ચાલો અને બીજા રસ્તાઓ ઉપર ન ચાલો નહિ તો તમને તેના રસ્તાથી હટાવી દેશે. તેણે તમને આનો જ હુકમ આપ્યો છે જેથી તમે સલામત રહો.
(૧૫૪) પછી અમે (રસૂલ) મૂસાને કિતાબ આપી, જે તેના ૫૨ નેઅમત પૂરી કરવા માટે જેણે નેક કામ કર્યા અને દરેક વસ્તુની વિગત અને હિદાયત અને કૃપાના માટે, [1] જેથી તેઓ પોતાના રબની મુલાકાત ૫૨ યકીન કરે. (ع-૧૯)