Surah At-Taghabun
સૂરહ અત્-તગાબુન
રૂકૂઅ : ૧
આયત ૧ થી ૧૦
بِسْمِ اللّٰهِ الرَّحْمٰنِ الرَّحِيْمِ
શરૂ અલ્લાહના નામથી જે અત્યંત કૃપાળુ અને દયાળુ છે
یُسَبِّحُ لِلّٰهِ مَا فِی السَّمٰوٰتِ وَ مَا فِی الْاَرْضِ ۚ لَهُ الْمُلْكُ وَ لَهُ الْحَمْدُ {ز} وَ هُوَ عَلٰى كُلِّ شَیْءٍ قَدِیْرٌ (1)
(૧) આકાશો અને ધરતીની દરેક વસ્તુ અલ્લાહની પવિત્રતાનું વર્ણન કરે છે, તેનું જ રાજ્ય (મુલ્ક) છે અને તેનીજ પ્રશંસા છે અને તે દરેક વસ્તુ પર કુદરત ધરાવે છે.
هُوَ الَّذِیْ خَلَقَكُمْ فَمِنْكُمْ كَافِرٌ وَّ مِنْكُمْ مُّؤْمِنٌ ؕ وَ اللّٰهُ بِمَا تَعْمَلُوْنَ بَصِیْرٌ (2)
(૨) તેણે જ તમને પેદા કર્યા છે, તો તમારામાંથી કેટલાક તો કાફિર છે અને કેટલાક ઈમાનવાળા છે, અને જે કંઈ તમે કરી રહ્યા છો તેને અલ્લાહ (તઆલા) સારી રીતે જોઈ રહ્યો છે.
خَلَقَ السَّمٰوٰتِ وَ الْاَرْضَ بِالْحَقِّ وَ صَوَّرَكُمْ فَاَحْسَنَ صُوَرَكُمْ ۚ وَ اِلَیْهِ الْمَصِیْرُ (3)
(૩) તેણે જ આકાશો અને ધરતીને સત્યના સાથે (યુક્તિપૂર્વક) પેદા કર્યા, તેણે જ તમારા રૂપ બનાવ્યા અને ખૂબ જ સુંદર બનાવ્યા અને તેના તરફ જ પાછા ફરવાનું છે.
یَعْلَمُ مَا فِی السَّمٰوٰتِ وَ الْاَرْضِ وَ یَعْلَمُ مَا تُسِرُّوْنَ وَ مَا تُعْلِنُوْنَ ؕ وَ اللّٰهُ عَلِیْمٌۢ بِذَاتِ الصُّدُوْرِ (4)
(૪) તે આકાશો અને ધરતીની બધી જ વસ્તુઓનું જ્ઞાન ધરાવે છે અને જે કંઈ તમે છૂપાવો છો અને જે કંઈ જાહેર કરો છો તે (બધુ જ) જાણે છે. અલ્લાહ તો દિલોની વાતોને પણ જાણવાવાળો છે.
اَلَمْ یَاْتِكُمْ نَبَؤُا الَّذِیْنَ كَفَرُوْا مِنْ قَبْلُ {ز} فَذَاقُوْا وَبَالَ اَمْرِهِمْ وَ لَهُمْ عَذَابٌ اَلِیْمٌ (5)
(૫) શું તમારા પાસે આનાથી પહેલાના કાફિરોની ખબર નથી પહોંચી, જેમણે પોતાના કર્મોના પરિણામની મજા ચાખી લીધી અને જેમના માટે દુઃખદાયી (તકલીફ આપનાર) યાતના છે ?
ذٰلِكَ بِاَنَّهٗ كَانَتْ تَّاْتِیْهِمْ رُسُلُهُمْ بِالْبَیِّنٰتِ فَقَالُوْۤا اَبَشَرٌ یَّهْدُوْنَنَا {ز} فَكَفَرُوْا وَ تَوَلَّوْا وَّ اسْتَغْنَى اللّٰهُ ؕ وَ اللّٰهُ غَنِیٌّ حَمِیْدٌ (6)
(૬) આ એટલા માટે કે તેમના પાસે તેમના રસૂલ સ્પષ્ટ દલીલ (નિશાનીઓ) લઈને આવ્યા તો તેમણે કહ્યું કે, “શું મનુષ્ય અમને સીધો માર્ગ બતાવશે ? ” તો ઈન્કાર કરી દીધો અને મોઢું ફેરવી લીધું અને અલ્લાહ પણ બેપરવાહ થઈ ગયો, અને અલ્લાહ તો છે જ બેપરવાહ અને સ્વયં પ્રસંશિત.
زَعَمَ الَّذِیْنَ كَفَرُوْۤا اَنْ لَّنْ یُّبْعَثُوْا ؕ قُلْ بَلٰى وَ رَبِّیْ لَتُبْعَثُنَّ ثُمَّ لَتُنَبَّؤُنَّ بِمَا عَمِلْتُمْ ؕ وَ ذٰلِكَ عَلَى اللّٰهِ یَسِیْرٌ (7)
(૭) તે કાફિરોએ અનુમાન કર્યું કે ફરીથી જીવતા કરવામાં નહીં આવે, તમે કહીદો કે, “કેમ નહીં, અલ્લાહના સોગંદ! તમે જરૂર ફરીથી જીવતા કરવામાં આવશો, પછી જે કંઈ તમે કર્યું છે તે તમને બતાવી દેવામાં આવશે અને અલ્લાહ (તઆલા) માટે આમ કરવું ખુબ જ સહેલું છે.”
فَاٰمِنُوْا بِاللّٰهِ وَ رَسُوْلِهٖ وَ النُّوْرِ الَّذِیْۤ اَنْزَلْنَا ؕ وَ اللّٰهُ بِمَا تَعْمَلُوْنَ خَبِیْرٌ (8)
(૮) તો તમે અલ્લાહ પર અને તેના રસૂલ પર અને તે પ્રકાશ (નૂર) પર જેને અમે ઉતાર્યું છે તેના પર ઈમાન લાવો, અને અલ્લાહ (તઆલા) તમારા દરેક કર્મોને સારી રીતે જાણનાર છે.
یَوْمَ یَجْمَعُكُمْ لِیَوْمِ الْجَمْعِ ذٰلِكَ یَوْمُ التَّغَابُنِ ؕ وَ مَنْ یُّؤْمِنْۢ بِاللّٰهِ وَ یَعْمَلْ صَالِحًا یُّكَفِّرْ عَنْهُ سَیِّاٰتِهٖ وَ یُدْخِلْهُ جَنّٰتٍ تَجْرِیْ مِنْ تَحْتِهَا الْاَنْهٰرُ خٰلِدِیْنَ فِیْهَاۤ اَبَدًا ؕ ذٰلِكَ الْفَوْزُ الْعَظِیْمُ (9)
(૯) જે દિવસે તમને બધાને એકઠા કરવાના દિવસે એકઠા કરશે, તે જ દિવસ છે હાર અને જીતનો, અને જે વ્યક્તિ અલ્લાહ પર ઈમાન લાવી નેક કાર્યો કરે છે, અલ્લાહ તેનાંથી તેની બુરાઈઓ દૂર કરી દેશે અને તેને જન્નતોમાં લઈ જશે જેની નીચે નહેરો વહેતી હશે, જેમાં તે હંમેશા રહેશે, આ ખૂબ જ મોટી સફળતા છે.
وَ الَّذِیْنَ كَفَرُوْا وَ كَذَّبُوْا بِاٰیٰتِنَاۤ اُولٰٓئِكَ اَصْحٰبُ النَّارِ خٰلِدِیْنَ فِیْهَا ؕ وَ بِئْسَ الْمَصِیْرُ ۧ (10)
(૧૦) અને જે લોકોએ ઈન્કાર કર્યો અને અમારી આયતોને જૂઠાડી તેઓ બધા જહન્નમમાં જવાવાળા છે, જેમાં તેઓ હંમેશા રહેશે, તે સૌથી ખરાબ ઠેકાણું છે. (ع-૧)