Surah Al-Qasas
સૂરહ અલ-કસસ
રૂકૂઅ : ૧
આયત ૧ થી ૧૩
بِسْمِ اللّٰهِ الرَّحْمٰنِ الرَّحِيْمِ
શરૂ અલ્લાહના નામથી જે અત્યંત કૃપાળુ અને દયાળુ છે
طٰسٓمّٓ (1)
(૧) તા.સીન.મીમ.
تِلْكَ اٰیٰتُ الْكِتٰبِ الْمُبِیْنِ (2)
(૨) આ સ્પષ્ટ કિતાબની આયતો છે.
نَتْلُوْا عَلَیْكَ مِنْ نَّبَاِ مُوْسٰى وَ فِرْعَوْنَ بِالْحَقِّ لِقَوْمٍ یُّؤْمِنُوْنَ (3)
(૩) અમે તમારા સામે મૂસા અને ફિરઔનની સાચી ઘટનાનું વર્ણન કરીએ છીએ તે લોકોના માટે જેઓ ઈમાન ધરાવે છે.
اِنَّ فِرْعَوْنَ عَلَا فِی الْاَرْضِ وَ جَعَلَ اَهْلَهَا شِیَعًا یَّسْتَضْعِفُ طَآئِفَةً مِّنْهُمْ یُذَبِّحُ اَبْنَآءَهُمْ وَ یَسْتَحْیٖ نِسَآءَهُمْ ؕ اِنَّهٗ كَانَ مِنَ الْمُفْسِدِیْنَ (4)
(૪) બેશક ફિરઔને ધરતી પર ફસાદ મચાવી રાખ્યો હતો, અને ત્યાંના લોકોના જૂથ બનાવી રાખ્યા હતા, તેમાંના એક જૂથને કમજોર બનાવી રાખ્યુ હતુ, તેના પુત્રોને મારી નાખતો હતો અને પુત્રીઓને જીવતી છોડી દેતો હતો, બેશક તે હતો જ ફસાદીઓમાંથી.
وَ نُرِیْدُ اَنْ نَّمُنَّ عَلَى الَّذِیْنَ اسْتُضْعِفُوْا فِی الْاَرْضِ وَ نَجْعَلَهُمْ اَئِمَّةً وَّ نَجْعَلَهُمُ الْوٰرِثِیْنَۙ (5)
(૫) અને પછી અમે ચાહ્યું કે તેમના પર દયા કરીએ જેમને ધરતી પર અત્યંત કમજોર કરી દીધા હતા અને અમે તેમને જ આગેવાન અને (ધરતીના) વારસદાર બનાવીએ.
وَ نُمَكِّنَ لَهُمْ فِی الْاَرْضِ وَ نُرِیَ فِرْعَوْنَ وَ هَامٰنَ وَ جُنُوْدَهُمَا مِنْهُمْ مَّا كَانُوْا یَحْذَرُوْنَ (6)
(૬) અને એ પણ કે તેમને ધરતી પર તાકાત અને અધિકાર પ્રદાન કરીએ. અને ફિરઔન અને હામાન અને તેની સેનાઓને તે દેખાડીએ જેનાથી તેઓ ડરી રહ્યા છે.
وَ اَوْحَیْنَاۤ اِلٰۤى اُمِّ مُوْسٰۤى اَنْ اَرْضِعِیْهِ ۚ فَاِذَا خِفْتِ عَلَیْهِ فَاَلْقِیْهِ فِی الْیَمِّ وَ لَا تَخَافِیْ وَ لَا تَحْزَنِیْ ۚ اِنَّا رَآدُّوْهُ اِلَیْكِ وَ جَاعِلُوْهُ مِنَ الْمُرْسَلِیْنَ (7)
(૭) અને અમે મૂસાની માતાને વહી કરી કે તેને દૂધ પીવડાવતી રહે અને જ્યારે તને તેના વિશે કોઈ ડર લાગે તો તેને નદીમાં વહેવડાવી દેજે, અને કોઈ ડર, ગમ અને દુઃખ ન કરીશ, બેશક અમે તેને તારા તરફ પાછો લઈ આવીશું અને તેને અમારા પયગંબરોમાં સામેલ કરીશું.
فَالْتَقَطَهٗۤ اٰلُ فِرْعَوْنَ لِیَكُوْنَ لَهُمْ عَدُوًّا وَّ حَزَنًا ؕ اِنَّ فِرْعَوْنَ وَ هَامٰنَ وَ جُنُوْدَهُمَا كَانُوْا خٰطِئِیْنَ (8)
(૮) છેવટે ફિરઔનના લોકોએ તે બાળકને ઉઠાવી લીધો, કે અંતે આ જ બાળક તેમનો દુશ્મન થયો અને તેમના દુઃખોનું કારણ બન્યો, કોઈ શંકા નથી કે ફિરઔન અને હામાન અને તેઓની સેના હતી જ અપરાધી.
وَ قَالَتِ امْرَاَتُ فِرْعَوْنَ قُرَّتُ عَیْنٍ لِّیْ وَ لَكَ ؕ لَا تَقْتُلُوْهُ { ۖق} عَسٰۤى اَنْ یَّنْفَعَنَاۤ اَوْ نَتَّخِذَهٗ وَلَدًا وَّ هُمْ لَا یَشْعُرُوْنَ (9)
(૯) અને ફિરઔનની પત્નીએ કહ્યું કે, “આ તો મારી અને તારી આંખોની ઠંડક છે, આને કતલ ન કરો, શક્ય છે કે આ બાળક આપણને કોઈ ફાયદો પહોંચાડે અથવા આપણે આને પોતાનો પુત્ર જ બનાવી લઈએ.” અને આ લોકો સમજ ધરાવતા જ ન હતા.
وَ اَصْبَحَ فُؤَادُ اُمِّ مُوْسٰى فٰرِغًا ؕ اِنْ كَادَتْ لَتُبْدِیْ بِهٖ لَوْ لَاۤ اَنْ رَّبَطْنَا عَلٰى قَلْبِهَا لِتَكُوْنَ مِنَ الْمُؤْمِنِیْنَ (10)
(૧૦) અને મૂસા (અ.સ.) ની માતાનું દિલ બેચેન થઈ ગયુ, નજીકમાં જ હતું કે આ (હકીકત)ને બિલકુલ સ્પષ્ટ કરી દેતી જો અમે તેના દિલને સાંત્વના ન આપતા, આ એટલા માટે કે તે વિશ્વાસ કરનારાઓમાં રહે.
وَ قَالَتْ لِاُخْتِهٖ قُصِّیْهِ {ز} فَبَصُرَتْ بِهٖ عَنْ جُنُبٍ وَّ هُمْ لَا یَشْعُرُوْنَۙ (11)
(૧૧) મૂસા (અ.સ.) ની માતાએ તેની બહેન ને કહ્યું કે, “તું આના પાછળ પાછળ જા”, તો તેને દૂરથી જોતી રહી અને ફિરઔનવાળાઓને આનો અહેસાસ પણ ન થયો.
وَ حَرَّمْنَا عَلَیْهِ الْمَرَاضِعَ مِنْ قَبْلُ فَقَالَتْ هَلْ اَدُلُّكُمْ عَلٰۤى اَهْلِ بَیْتٍ یَّكْفُلُوْنَهٗ لَكُمْ وَ هُمْ لَهٗ نٰصِحُوْنَ (12)
(૧૨) અને તેના પહોંચતા પહેલા અમે મૂસા પર દૂધ પીવડાવનારીઓનું દૂધ હરામ (નિષેધ) કરી દીધુ હતું, તે કહેવા લાગી કે, “શું હું તમને એવો પરિવાર બતાવું જે આ બાળકનું પાલન-પોષણ તમારા માટે કરે અને આ બાળકના શુભચિંતક પણ હોય?”
فَرَدَدْنٰهُ اِلٰۤى اُمِّهٖ كَیْ تَقَرَّ عَیْنُهَا وَ لَا تَحْزَنَ وَ لِتَعْلَمَ اَنَّ وَعْدَ اللّٰهِ حَقٌّ وَّ لٰكِنَّ اَكْثَرَهُمْ لَا یَعْلَمُوْنَ ۧ (13)
(૧૩) તો અમે તેને તેની માતા તરફ પાછો પહોંચાડી દીધો, જેથી તેની આંખો ઠંડી રહે અને દુઃખી ન થાય અને જાણી લે કે અલ્લાહનો વાયદો સાચો છે, પરંતુ મોટાભાગના જાણતા નથી. (ع-૧)