Surah Ali 'Imran

સૂરહ આલે ઈમરાન

આયત : ૨૦૦ | રૂકૂઅ : ૨૦

સૂરહ આલે ઈમરાન (૩)

ઈમરાનનો વંશ


સૂરહ આલે ઈમરાન મદીના માં નાઝિલ (ઉતરી) હતી. સૂરહ માં બસો (૨૦૦) આયતો અને વીસ (૦) રૂકૂઅ છે.

આ સૂરહ મદની છે. તેની બધીજ આયતો જુદા-જુદા સમયમાં મદીનામાં જ ઉતરી અને તેનો શરૂઆતનો ભાગ એટલે કે ૮૩ આયતો સુધી ઈસાઈઓના નજરાનના પ્રતિનિધિ મંડળ (આ શહેર હવે સઉદી અરબમાં છે)ના વિષે ઉતર્યો છે, જે ૯ હિજરીમાં નબી (ﷺ) ની સેવામાં હાજર થયુ હતું. ઈસાઈઓએ આવીને નબી (ﷺ) કરીમ થી પોતાના ઈસાઈ અકીદા અને ઈસ્લામ વિષે વાદ-વિવાદ કર્યો જેને રદ કરી તેઓને મુબાહિલા (એક રીત છે જેના અનુસાર કસમ ખાઈને પોતાની વાત કહેવામાં આવે છે)ની દાવત પણ આપવામાં આવી. જેનું વિસ્તૃત માં વર્ણન આગળ આવશે, આ પૃષ્ઠભૂમિમાં કુરઆન કરીમની આ આયતોનો અભ્યાસ કરવામાં આવશે.

For More Information click here