Surah Hud

સૂરહ હૂદ

રૂકૂઅ : ૬

આયત ૬૧ થી ૬૮

وَ اِلٰى ثَمُوْدَ اَخَاهُمْ صٰلِحًا ۘ قَالَ یٰقَوْمِ اعْبُدُوا اللّٰهَ مَا لَكُمْ مِّنْ اِلٰهٍ غَیْرُهٗ ؕ هُوَ اَنْشَاَكُمْ مِّنَ الْاَرْضِ وَ اسْتَعْمَرَكُمْ فِیْهَا فَاسْتَغْفِرُوْهُ ثُمَّ تُوْبُوْۤا اِلَیْهِ ؕ اِنَّ رَبِّیْ قَرِیْبٌ مُّجِیْبٌ (61)

(૬૧) અને સમૂદની કોમ તરફ તેમના ભાઈ સાલેહને મોકલ્યા, તેમણે કહ્યું, “હે મારી કોમના લોકો! તમે અલ્લાહની બંદગી કરો તેના સિવાય તમારો કોઈ મા'બૂદ નથી, તેણે જ તમને ધરતીમાંથી પેદા કર્યા છે,” અને તેણે જ તમને ધરતી ઉપર વસાવ્યા છે, એટલા માટે તમે તેનાથી માફી માગો અને તેના તરફ તૌબા કરો, બેશક મારો રબ તૌબાને કબૂલ કરવાવાળો નજદીક છે.”


قَالُوْا یٰصٰلِحُ قَدْ كُنْتَ فِیْنَا مَرْجُوًّا قَبْلَ هٰذَاۤ اَتَنْهٰىنَاۤ اَنْ نَّعْبُدَ مَا یَعْبُدُ اٰبَآؤُنَا وَ اِنَّنَا لَفِیْ شَكٍّ مِّمَّا تَدْعُوْنَاۤ اِلَیْهِ مُرِیْبٍ (62)

(૬૨) (કોમે) કહ્યું, “હે સાલેહ! આના પહેલા અમે તમારાથી ઘણી અપેક્ષાઓ રાખીને બેઠા હતા, શું તમે અમને તેમની બંદગીથી રોકો છો, જેમની બંદગી અમારા બાપ-દાદા કરતા આવ્યા છે, અમને તો આ ધર્મમાં શંકા છે જેના તરફ તમે બોલાવી રહ્યા છો.”


قَالَ یٰقَوْمِ اَرَءَیْتُمْ اِنْ كُنْتُ عَلٰى بَیِّنَةٍ مِّنْ رَّبِّیْ وَ اٰتٰىنِیْ مِنْهُ رَحْمَةً فَمَنْ یَّنْصُرُنِیْ مِنَ اللّٰهِ اِنْ عَصَیْتُهٗ قف فَمَا تَزِیْدُوْنَنِیْ غَیْرَ تَخْسِیْرٍ (63)

(૬૩) (સાલેહે) જવાબ આપ્યો, “હે મારી કોમના લોકો! જરા બતાવો કે જો હું પોતાના રબ તરફથી કોઈ ખાસ દલીલ પર હોઉં અને તેણે મને પોતાના તરફથી કૃપા પ્રદાન કરી હોય, તો પછી જો હું તેની નાફરમાની કરું તો કોણ છે જે મને તેના સામે મદદ કરે ? તમે તો મારા નુકસાનમાં જ વધારો કરી રહ્યા છો.


وَ یٰقَوْمِ هٰذِهٖ نَاقَةُ اللّٰهِ لَكُمْ اٰیَةً فَذَرُوْهَا تَاْكُلْ فِیْۤ اَرْضِ اللّٰهِ وَ لَا تَمَسُّوْهَا بِسُوْٓءٍ فَیَاْخُذَكُمْ عَذَابٌ قَرِیْبٌ (64)

(૬૪) અને હે મારી કોમના લોકો! આ અલ્લાહની મોકલેલ ઊંટણી છે જે તમારા માટે એક નિશાની છે, હવે તમે તેને અલ્લાહની ધરતી પર ચરવા માટે છોડી દો અને તેને કોઈ પ્રકારની તકલીફ પહોંચાડતા નહિં, નહિતર જલદી તમને અઝાબ પકડી લેશે.”


فَعَقَرُوْهَا فَقَالَ تَمَتَّعُوْا فِیْ دَارِكُمْ ثَلٰثَةَ اَیَّامٍ ؕ ذٰلِكَ وَعْدٌ غَیْرُ مَكْذُوْبٍ (65)

(૬૫) પછી પણ તે લોકોએ ઊંટણીના પગ કાપીને (મારી નાખી) તેના ઉપર સાલેહે કહ્યું, “સારૂ, તો તમે પોતાના ઘરોમાં ત્રણ દિવસ સુધી રહી લો, આ વાયદો જૂઠો નથી.”


فَلَمَّا جَآءَ اَمْرُنَا نَجَّیْنَا صٰلِحًا وَّ الَّذِیْنَ اٰمَنُوْا مَعَهٗ بِرَحْمَةٍ مِّنَّا وَ مِنْ خِزْیِ یَوْمِئِذٍ ؕ اِنَّ رَبَّكَ هُوَ الْقَوِیُّ الْعَزِیْزُ (66)

(૬૬) પછી જ્યારે અમારો હુકમ આવી પહોંચ્યો, અને સાલેહ અને તેમના ઉપર ઈમાન લાવનારાઓને પોતાની કૃપાથી તેનાથી પણ બચાવી લીધા અને તે દિવસના અપમાનથી પણ, બૈશક તમારો રબ તાકાતવાળો અને જબરદસ્ત છે.


وَ اَخَذَ الَّذِیْنَ ظَلَمُوا الصَّیْحَةُ فَاَصْبَحُوْا فِیْ دِیَارِهِمْ جٰثِمِیْنَۙ (67)

(૬૭) અને જાલિમોને ઘણા તીવ્ર ધડાકાએ ઝડપી લીધા પછી તેઓ પોતાના ઘરોમાં ઊંધા માથે મરી પડેલા રહી ગયા.


كَاَنْ لَّمْ یَغْنَوْا فِیْهَا ؕ اَلَاۤ اِنَّ ثَمُوْدَاۡ كَفَرُوْا رَبَّهُمْ ؕ اَلَا بُعْدًا لِّثَمُوْدَ ۧ (68)

(૬૮) એવી રીતે કે જાણે કે ત્યાં કદી વસ્યા જ ન હતા, હોંશિયાર રહો કે સમૂદની કોમે પોતાના રબ સાથે કુફ્ર કર્યુ, સાંભળી લો! તે સમૂદવાળાઓ ઉપર લા'નત છે. (ع-)