Surah An-Nur

સૂરહ અન્-નૂર

રૂકૂઅ : ૫

આયત ૩૫ થી ૪૦

اَللّٰهُ نُوْرُ السَّمٰوٰتِ وَ الْاَرْضِ ؕ مَثَلُ نُوْرِهٖ كَمِشْكٰوةٍ فِیْهَا مِصْبَاحٌ ؕ اَلْمِصْبَاحُ فِیْ زُجَاجَةٍ ؕ اَلزُّجَاجَةُ كَاَنَّهَا كَوْكَبٌ دُرِّیٌّ یُّوْقَدُ مِنْ شَجَرَةٍ مُّبٰرَكَةٍ زَیْتُوْنَةٍ لَّا شَرْقِیَّةٍ وَّ لَا غَرْبِیَّةٍ ۙ یَّكَادُ زَیْتُهَا یُضِیْٓءُ وَ لَوْ لَمْ تَمْسَسْهُ نَارٌ ؕ نُوْرٌ عَلٰى نُوْرٍ ؕ یَهْدِی اللّٰهُ لِنُوْرِهٖ مَنْ یَّشَآءُ ؕ وَ یَضْرِبُ اللّٰهُ الْاَمْثَالَ لِلنَّاسِ ؕ وَ اللّٰهُ بِكُلِّ شَیْءٍ عَلِیْمٌۙ (35)

(૩૫) અલ્લાહ નૂર છે આકાશોનું અને ધરતીનું, તેના નૂરનું દૃષ્ટાંત એક મહેરાબ (તાક) જેવું છે જેના પર દીવો હોય, અને દીવો કાચની આડમાં હોય અને કાચ ચમકતા પ્રકાશિત તારાની જેમ હોય અને તે દીવો મુબારક વૃક્ષ જેતુનના તેલથી રોશન કરવામાં આવતો હોય, જે ન તો પૂર્વ તરફનો હોય, ન પશ્ચિમ તરફનો, અને શક્ય છે કે જેનું તેલ આપમેળે પ્રકાશિત થાય, ભલે તેને કદી આગ સ્પર્શે નહિ તો પણ, આ રીતે નૂર પર નૂર છે, અલ્લાહ (તઆલા) પોતાના નૂર તરફ જેને ચાહે છે હિદાયત આપે છે, લોકોને સમજાવવા માટે આ દષ્ટાંત અલ્લાહ (તઆલા) આપી રહ્યો છે અને અલ્લાહ (તઆલા) દરેક વસ્તુની હાલત સારી રીતે જાણે છે.


فِیْ بُیُوْتٍ اَذِنَ اللّٰهُ اَنْ تُرْفَعَ وَ یُذْكَرَ فِیْهَا اسْمُهٗ ۙ یُسَبِّحُ لَهٗ فِیْهَا بِالْغُدُوِّ وَ الْاٰصَالِۙ (36)

(૩૬) તે ઘરોમાં જેને ઉચ્ચ કરવાનો અને જેમાં પોતાનું નામ લેવાનો અલ્લાહે હુકમ આપ્યો છે. તેમાં સવાર-સાંજ અલ્લાહ (તઆલા) ની તસ્બીહ (ગુણગાન) કરે છે.


رِجَالٌ ۙ لَّا تُلْهِیْهِمْ تِجَارَةٌ وَّ لَا بَیْعٌ عَنْ ذِكْرِ اللّٰهِ وَ اِقَامِ الصَّلٰوةِ وَ اِیْتَآءِ الزَّكٰوةِ ۙص یَخَافُوْنَ یَوْمًا تَتَقَلَّبُ فِیْهِ الْقُلُوْبُ وَ الْاَبْصَارُ ۙق (37)

(૩૭) એવા લોકો જેમને વેપાર અને ખરીદ-વેચાણ અલ્લાહની યાદથી અને નમાઝ કાયમ કરવા અને ઝકાત આપવાથી ગાફેલ નથી કરતા, તેઓ તે દિવસથી ડરે છે જે દિવસે ઘણાં દિલો અને ઘણી આંખો ઉલટ-પુલટ થઈ જશે.


لِیَجْزِیَهُمُ اللّٰهُ اَحْسَنَ مَا عَمِلُوْا وَ یَزِیْدَهُمْ مِّنْ فَضْلِهٖ ؕ وَ اللّٰهُ یَرْزُقُ مَنْ یَّشَآءُ بِغَیْرِ حِسَابٍ (38)

(૩૮) એ આશયથી કે અલ્લાહ (તઆલા) તેમને તેમના કર્મોનો શ્રેષ્ઠ બદલો આપે અને પોતાની કૃપાથી કંઈક વધારે પ્રદાન કરે અને અલ્લાહ (તઆલા) જેને ઈચ્છે બેહિસાબ રોજી આપે છે.


وَ الَّذِیْنَ كَفَرُوْۤا اَعْمَالُهُمْ كَسَرَابٍۭ بِقِیْعَةٍ یَّحْسَبُهُ الظَّمْاٰنُ مَآءً ؕ حَتّٰۤى اِذَا جَآءَهٗ لَمْ یَجِدْهُ شَیْئًا وَّ وَجَدَ اللّٰهَ عِنْدَهٗ فَوَفّٰىهُ حِسَابَهٗ ؕ وَ اللّٰهُ سَرِیْعُ الْحِسَابِۙ (39)

(૩૯) અને કાફિરોના કર્મો તે ચળકતી રેતી જેવા છે જે ખુલ્લા મેદાનમાં હોય જેને તરસ્યો માણસ દૂરથી પાણી સમજે છે, પરંતુ જ્યારે તેના નજીક પહોંચે છે તો તે કશું નથી પામતો, હાં, અલ્લાહને પોતાના નજીક પામે છે જે તેનો હિસાબ પૂરેપૂરો ચૂકવી દે છે અને અલ્લાહ (તઆલા) જલ્દી હિસાબ કરી દેવાવાળો છે.


اَوْ كَظُلُمٰتٍ فِیْ بَحْرٍ لُّجِّیٍّ یَّغْشٰىهُ مَوْجٌ مِّنْ فَوْقِهٖ مَوْجٌ مِّنْ فَوْقِهٖ سَحَابٌ ؕ ظُلُمٰتٌۢ بَعْضُهَا فَوْقَ بَعْضٍ ؕ اِذَاۤ اَخْرَجَ یَدَهٗ لَمْ یَكَدْ یَرٰىهَا ؕ وَ مَنْ لَّمْ یَجْعَلِ اللّٰهُ لَهٗ نُوْرًا فَمَا لَهٗ مِنْ نُّوْرٍ ۧ (40)

(૪૦) અથવા તે અંધકાર જેવા છે જે ખૂબ ઊંડા સમુદ્રમાં હોય જેને ઉપર-નીચેથી મોજોએ ઢાંકી લીધો હોય, પછી ઉપરથી વાદળ છવાયેલા હોય, એટલે કે અંધકાર છે જે ઉપર-નીચે એકના ઉપર એક હોય, જ્યારે પોતાનો હાથ કાઢે તો તેને પણ શક્ય છે કે જોઈ ન શકે, અને (વાત એમ છે કે) જેને અલ્લાહ (તઆલા) નૂર ન આપે તેના માટે કોઈ નૂર નથી હોતું. (ع-)