Surah Al-An'am

સૂરહ અલ અન્આમ

રૂકૂઅ : ૧૫

આયત ૧૨૨ થી ૧૨૯


اَوَ مَنْ كَانَ مَیْتًا فَاَحْیَیْنٰهُ وَ جَعَلْنَا لَهٗ نُوْرًا یَّمْشِیْ بِهٖ فِی النَّاسِ كَمَنْ مَّثَلُهٗ فِی الظُّلُمٰتِ لَیْسَ بِخَارِجٍ مِّنْهَا ؕ كَذٰلِكَ زُیِّنَ لِلْكٰفِرِیْنَ مَا كَانُوْا یَعْمَلُوْنَ (122)

(૧૨૨) અને એવી વ્યક્તિ જે પહેલા મૃત હતી પછી અમે તેને જીવન પ્રદાન કર્યું અને તેના માટે પ્રકાશ બનાવી દીધો જેનાથી લોકોમાં ચાલે છે શું તેના સમાન થઈ શકે છે જે અંધકારમાં હોય જેમાંથી નીકળી ન શકે ? આવી જ રીતે કાફિરોના માટે તેમના કાર્યો આકર્ષક બનાવી દેવામાં આવ્યા છે.


وَ كَذٰلِكَ جَعَلْنَا فِیْ كُلِّ قَرْیَةٍ اَكٰبِرَ مُجْرِمِیْهَا لِیَمْكُرُوْا فِیْهَا ؕ وَ مَا یَمْكُرُوْنَ اِلَّا بِاَنْفُسِهِمْ وَ مَا یَشْعُرُوْنَ (123)

(૧૨૩) અને આવી જ રીતે અમે દરેક વસ્તીમાં તેમના મોટા-મોટા અપરાધીઓને કાવતરા રચવા માટે બનાવ્યા જેથી તેમાં કાવતરા રચે અને તેઓ પોતાના વિરુધ્ધ જ કાવતરા રચે છે અને તેમને તેનું ભાન નથી.


وَ اِذَا جَآءَتْهُمْ اٰیَةٌ قَالُوْا لَنْ نُّؤْمِنَ حَتّٰى نُؤْتٰى مِثْلَ مَاۤ اُوْتِیَ رُسُلُ اللّٰهِ ؔۘؕ اَللّٰهُ اَعْلَمُ حَیْثُ یَجْعَلُ رِسَالَتَهٗ ؕ سَیُصِیْبُ الَّذِیْنَ اَجْرَمُوْا صَغَارٌ عِنْدَ اللّٰهِ وَ عَذَابٌ شَدِیْدٌۢ بِمَا كَانُوْا یَمْكُرُوْنَ (124)

(૧૨૪) અને જયારે તેમની પાસે કોઈ આયત આવી તો તેઓએ કહ્યું કે, “અમે કદી યકીન નહિં કરીએ જયાં સુધી અમને પણ તેના બરાબર આપવામાં ન આવે જે અલ્લાહના રસૂલોને આપવામાં આવ્યું.” અલ્લાહ સારી રીતે જાણે છે કે તે પોતાની રિસાલત ક્યાં રાખે, નજીકમાં જ જેમણે ગુનાહ કર્યા છે તેમને અલ્લાહ પાસે અપમાનિત થવાનું છે અને જે કાવતરા કરતા રહ્યા તેનો બદલો ઘણી મોટી સજા છે.


فَمَنْ یُّرِدِ اللّٰهُ اَنْ یَّهْدِیَهٗ یَشْرَحْ صَدْرَهٗ لِلْاِسْلَامِ ۚ وَ مَنْ یُّرِدْ اَنْ یُّضِلَّهٗ یَجْعَلْ صَدْرَهٗ ضَیِّقًا حَرَجًا كَاَنَّمَا یَصَّعَّدُ فِی السَّمَآءِ ؕ كَذٰلِكَ یَجْعَلُ اللّٰهُ الرِّجْسَ عَلَى الَّذِیْنَ لَا یُؤْمِنُوْنَ (125)

(૧૨૫) જેને અલ્લાહ સાચો રસ્તો દેખાડવા ચાહે છે તેની છાતી ઈસ્લામ (ધર્મ) માટે ખોલી દે છે અને જેને ગુમરાહ કરવા ચાહે છે તેની છાતીને વધારે સંકુચિત કરી દે છે જેવો કે તે આકાશમાં ચઢી રહ્યો હોય, આ રીતે અલ્લાહ તેમને અપવિત્ર બનાવી દે છે જેઓ ઈમાન નથી ધરાવતા.


وَ هٰذَا صِرَاطُ رَبِّكَ مُسْتَقِیْمًا ؕ قَدْ فَصَّلْنَا الْاٰیٰتِ لِقَوْمٍ یَّذَّكَّرُوْنَ (126)

(૧૨૬) આ તમારા રબનો સીધો માર્ગ છે, અમે આયતોનું સ્પષ્ટ વર્ણન તે કોમ (સમુદાય) માટે કરી દીધું છે જે શિખામણ સ્વીકારે છે.


لَهُمْ دَارُ السَّلٰمِ عِنْدَ رَبِّهِمْ وَ هُوَ وَلِیُّهُمْ بِمَا كَانُوْا یَعْمَلُوْنَ (127)

(૧૨૭) તેમના માટે તેમના રબ પાસે સલામતીનું ઘર છે અને તે તેમના સારા કર્મોના કારણે તેમનો સંરક્ષક છે.


وَ یَوْمَ یَحْشُرُهُمْ جَمِیْعًا ۚ یٰمَعْشَرَ الْجِنِّ قَدِ اسْتَكْثَرْتُمْ مِّنَ الْاِنْسِ ۚ وَ قَالَ اَوْلِیٰٓؤُهُمْ مِّنَ الْاِنْسِ رَبَّنَا اسْتَمْتَعَ بَعْضُنَا بِبَعْضٍ وَّ بَلَغْنَاۤ اَجَلَنَا الَّذِیْۤ اَجَّلْتَ لَنَا ؕ قَالَ النَّارُ مَثْوٰىكُمْ خٰلِدِیْنَ فِیْهَاۤ اِلَّا مَا شَآءَ اللّٰهُ ؕ اِنَّ رَبَّكَ حَكِیْمٌ عَلِیْمٌ (128)

(૧૨૮) અને જે દિવસે (અલ્લાહ) સૌને જમા કરશે (અને કહેશે), “હે જિન્નાતોના જૂથ! તમે મનુષ્યોમાંથી ઘણું અપનાવી લીધુ" અને મનુષ્યોમાંથી તેમના દોસ્ત કહેશે, “અય અમારા રબ! અમને પરસ્પર ફયદો પહોંચ્યો, અને અમે તારા નિર્ધારીત કરેલ સમય સુધી પહોંચી ગયા જેને તેં અમારા માટે ઠેરવી દીધો હતો." (અલ્લાહ) ફરમાવશે કે, “તમારૂ ઠેકાણું જહન્નમ છે, જેમાં તમે હંમેશા રહેશો." પરંતુ જેને અલ્લાહ ચાહે, બેશક તમારો રબ હિકમતવાળો ઈલ્મવાળો છે.


وَ كَذٰلِكَ نُوَلِّیْ بَعْضَ الظّٰلِمِیْنَ بَعْضًۢا بِمَا كَانُوْا یَكْسِبُوْنَ ۧ (129)

(૧૨૯) આ રીતે અમે જાલિમોને તેમના બૂરા કામના કારણે એકબીજાના દોસ્ત બનાવી દઈએ છીએ. -૧૫)