Surah An-Nur
સૂરહ અન્-નૂર
રૂકૂઅ : ૩
આયત ૨૧ થી ૨૬
یٰۤاَیُّهَا الَّذِیْنَ اٰمَنُوْا لَا تَتَّبِعُوْا خُطُوٰتِ الشَّیْطٰنِ ؕ وَ مَنْ یَّتَّبِعْ خُطُوٰتِ الشَّیْطٰنِ فَاِنَّهٗ یَاْمُرُ بِالْفَحْشَآءِ وَ الْمُنْكَرِ ؕ وَ لَوْ لَا فَضْلُ اللّٰهِ عَلَیْكُمْ وَ رَحْمَتُهٗ مَا زَكٰى مِنْكُمْ مِّنْ اَحَدٍ اَبَدًا ۙ وَّ لٰكِنَّ اللّٰهَ یُزَكِّیْ مَنْ یَّشَآءُ ؕ وَ اللّٰهُ سَمِیْعٌ عَلِیْمٌ (21)
(૨૧) હે ઈમાનવાળાઓ! શેતાનના પદ્ચિન્હો પર ન ચાલો, જે મનુષ્ય શેતાનના પદ્ચિન્હો પર ચાલશે, તો તે તેને બેશરમી અને બૂરા કામોનો હુકમ આપશે અને જો અલ્લાહ (તઆલા)ની કૃપા અને દયા તમારા પર ન હોત તો તમારામાંથી કોઈપણ વ્યક્તિ પવિત્ર ન હોત, પરંતુ અલ્લાહ (તઆલા) જેને પવિત્ર કરવા ચાહે કરી દે છે, અને અલ્લાહ (તઆલા) બધુ સાંભળનાર અને જાણનાર છે.
وَ لَا یَاْتَلِ اُولُوا الْفَضْلِ مِنْكُمْ وَ السَّعَةِ اَنْ یُّؤْتُوْۤا اُولِی الْقُرْبٰى وَ الْمَسٰكِیْنَ وَ الْمُهٰجِرِیْنَ فِیْ سَبِیْلِ اللّٰهِ { ۖ ص} وَ لْیَعْفُوْا وَ لْیَصْفَحُوْا ؕ اَلَا تُحِبُّوْنَ اَنْ یَّغْفِرَ اللّٰهُ لَكُمْ ؕ وَ اللّٰهُ غَفُوْرٌ رَّحِیْمٌ (22)
(૨૨) અને તમારામાંથી જે લોકો કૃપાપાત્ર અને સાધન સંપન્ન છે, તેમણે પોતાના નજીકના રિશ્તેદારો અને ગરીબો અને મુહાજિરો (શરણાર્થીઓ) ને અલ્લાહના માર્ગમાં ન આપવાની કસમ ખાઈ લેવી જોઈએ નહીં, બલ્કે માફ કરી દેવા જોઈએ અને દરગુજર કરવી જોઈએ, શું તમે નથી ઈચ્છતા કે અલ્લાહ (તઆલા) તમારી ભૂલોને માફ કરી દે? અલ્લાહ (તઆલા) ભૂલોને માફ કરનાર દયાળુ છે.
اِنَّ الَّذِیْنَ یَرْمُوْنَ الْمُحْصَنٰتِ الْغٰفِلٰتِ الْمُؤْمِنٰتِ لُعِنُوْا فِی الدُّنْیَا وَ الْاٰخِرَةِ{ص} وَ لَهُمْ عَذَابٌ عَظِیْمٌۙ (23)
(૨૩) જે લોકો શુધ્ધ-ચરિત્ર (પાક દામન) ભોળીભાળી ઈમાનવાળી સ્ત્રીઓ પર આરોપ મૂકે છે તેઓ દુનિયા અને આખિરતમાં ફિટકારેલ લોકો છે અને તેમના માટે અત્યંત કઠોર સજા છે.
یَّوْمَ تَشْهَدُ عَلَیْهِمْ اَلْسِنَتُهُمْ وَ اَیْدِیْهِمْ وَ اَرْجُلُهُمْ بِمَا كَانُوْا یَعْمَلُوْنَ (24)
(૨૪) જ્યારે કે તેમના સામે તેમની જીભ અને તેમના હાથ-પગ તેમના કૃત્યોની ગવાહી આપશે.
یَوْمَئِذٍ یُّوَفِّیْهِمُ اللّٰهُ دِیْنَهُمُ الْحَقَّ وَ یَعْلَمُوْنَ اَنَّ اللّٰهَ هُوَ الْحَقُّ الْمُبِیْنُ (25)
(૨૫) તે દિવસે અલ્લાહ (તઆલા) તેમને ભરપૂર બદલો સત્ય અને ન્યાય સાથે પ્રદાન કરશે અને તેઓ જાણી લેશે કે અલ્લાહ (તઆલા) જ સત્ય છે, તે જ સત્યને જાહેર કરવાવાળો છે.
اَلْخَبِیْثٰتُ لِلْخَبِیْثِیْنَ وَ الْخَبِیْثُوْنَ لِلْخَبِیْثٰتِ ۚ وَ الطَّیِّبٰتُ لِلطَّیِّبِیْنَ وَ الطَّیِّبُوْنَ لِلطَّیِّبٰتِ ۚ اُولٰٓئِكَ مُبَرَّءُوْنَ مِمَّا یَقُوْلُوْنَ ؕ لَهُمْ مَّغْفِرَةٌ وَّ رِزْقٌ كَرِیْمٌ ۧ (26)
(૨૬) અપવિત્ર સ્ત્રીઓ અપવિત્ર પુરૂષોના લાયક છે અને અપવિત્ર પુરૂષો અપવિત્ર સ્ત્રીઓના લાયક છે અને પવિત્ર સ્ત્રીઓ પવિત્ર પુરૂષોના લાયક છે અને પવિત્ર પુરૂષો પવિત્ર સ્ત્રીઓના લાયક છે. આવા પવિત્ર લોકોના વિશે જે કંઈ બકવાસ આ લોકો (આરોપ લગાવનારા) કરી રહ્યા છે તેઓ તેનાથી નિર્દોષ છે તેમના માટે માફી છે અને પ્રતિષ્ઠિત રોજી છે. (ع-૩)