(૧૮) અને તમે વિચાર કરશો કે તેઓ જાગી રહ્યા છે જ્યારે કે તેઓ સૂઈ રહ્યા હતા અને અમે તેમને ડાબે-જમણે કરવટ બદલાવ્યા કરતા હતા, તેમનો કૂતરો પણ ગુફાના મૂખ આગળ હાથ ફેલાવીને બેઠો હતો, જો તમે તેને ઝાંકીને જોવા ચાહતા તો જરૂર ઉલટા પગે ભાગી જતા અને તેમના ડર અને રૂઆબથી તમને ભરી દેવામાં આવતા.[1]
(૧૯) અને આ રીતે અમે તેમને જગાડીને ઊઠાડ્યા[1] કે પરસ્પર પૂછતાછ કરી લે, તેમનામાંથી એક કહેવાવાળાએ પૂછ્યું કે, “તમે કેટલો સમય રોકાયેલા રહ્યા ?” તેમણે જવાબ આપ્યો, “એક દિવસ અથવા એક દિવસથી પણ ઓછું”,[2] કહેવા લાગ્યા કે, “તમારા રોકાઈ રહેવાનું સંપુર્ણ ઈલ્મ અલ્લાહ (તઆલા) ને જ છે. હવે તો તમે પોતાનામાંથી કોઈને પોતાની આ ચાંદી આપીને શહેરમાં મોકલો, તે સારી રીતે જાણી લે કે શહેરનું ક્યું ખાણું શુધ્ધ છે, પછી તેમાંથી તમારા માટે ખાવાનું લઈ આવે અને તે ઘણી સાવચેતી અને નરમીનો વર્તાવ કરે અને કોઈને તમારી ખબર ન થવા દે ?[3]
(૨૦) જો આ (કાફિરો) તમારા પર કાબૂ મેળવી લેશે તો તમને પથ્થરોથી મારી નાખશે અથવા ફરીથી તમને પોતાના ધર્મમાં પાછા લાવી દેશે, પછી તમે કદી પણ સફળતા પામી નહિ શકો.
(૨૧) અને અમે આ રીતે લોકોને તેમની હાલતથી વાકેફ કરી દીધા,[1] કે તેઓ જાણી લે કે અલ્લાહનો વાયદો સંપૂર્ણ સાચો છે અને કયામતમાં કોઈ સંદેહ નથી, જ્યારે કે તેઓ પોતાની વાતમાં પરસ્પર મતભેદ કરી રહ્યા હતા, તેઓ કહેવા લાગ્યા કે, “તેમની ગુફા પર એક ઘર બનાવી લો”,[2] તેમનો રબ જ તેમની હાલતને વધારે જાણનાર છે, જે લોકોએ તેમના વિશે પ્રભાવ પ્રાપ્ત કર્યો, તે કહેવા લાગ્યા કે, “અમે તો તેના આસપાસ મસ્જિદ બનાવી લઈશું.”[3]
(૨૨) કેટલાક લોકો કહેશે કે ગુફાનાં લોકો ત્રણ હતા અને ચોથો તેમનો કૂતરો હતો, કેટલાક લોકો કહેશે કે, પાંચ હતા અને છઠ્ઠો તેમનો કૂતરો હતો, ગૈબના વિષયમાં (નિશાન જોયા વગર) અંદાજાથી પથ્થર ફેંકી રહ્યા હતા, કેટલાક કહેશે કે તે સાત છે અને આઠમો તેમનો કૂતરો છે, (તમે) કહી દો કે, “મારો રબ તેમની સંખ્યા સારી રીતે જાણે છે, તેમને ઘણા ઓછા લોકો જાણે છે, પછી તમે પણ તે લોકોના વિષે ફક્ત ટૂંકી વાતચીત જ કરો, અને તેમનામાંથી કોઈને તેમના વિષે પૂછતાછ પણ ન કરો. (ع-૩)