(૨૭) શું તમે આ વાત તરફ ધ્યાન નથી આપ્યું કે અલ્લાહ (તઆલા)એ આકાશમાંથી પાણી ઉતાર્યુ પછી અમે તેના વડે કેટલાય રંગોના ફળો કાઢ્યા,[1] અને પર્વતોના ઘણા ભાગો છે સફેદ અને લાલ કે તેમના પણ ઘણાં રંગો છે અને ખૂબ કાળા પણ.
(૨૮) અને આ રીતે મનુષ્યો અને જાનવરો અને ચોપાયામાં પણ કેટલાક એવા છે કે તેમના રંગ જુદા-જુદા છે, અલ્લાહથી તેના બંદાઓમાં તેઓ જ ડરે છે જેઓ જ્ઞાન ધરાવે છે. હકીકતમાં અલ્લાહ (તઆલા) પ્રભુત્વશાળી અને ઘણો માફ કરવાવાળો છે.
(૨૯) જે લોકો અલ્લાહની કિતાબનો પાઠ (તિલાવત) કરે. છે અને નમાઝ નિયમિત રૂપે પઢે છે,[1] અને જે કંઈ અમે તેમને પ્રદાન કર્યુ છે તેમાંથી છૂપી રીતે અને જાહેરમાં ખર્ચ કરે છે, તેઓ એવા કારોબારના ઉમ્મીદવાર છે જે કદી પણ નુકસાનમાં નહિ હોય.
(૩૦) જેથી તેમના બદલા પૂરેપૂરા તેમને આપે અને તેમને પોતાની કૃપાથી ખૂબ વધારે પ્રદાન કરે, બેશક તે મોટો માફ કરવાવાળો અને કદરદાન છે.
(૩૧) અને આ કિતાબ જે અમે તમારા તરફ વહીના દ્વારા મોકલી છે, જે સંપુર્ણ સત્ય છે, જે પોતાનાથી પહેલાની કિતાબોનું પણ સમર્થન કરે છે, બેશક અલ્લાહ (તઆલા) પોતાના બંદાઓની પૂરી જાણકારી રાખવાવાળો અને સારી રીતે જોવાવાળો છે.
(૩૨) પછી (આ) કિતાબના[1] વારસદાર અમે તે લોકોને બનાવ્યા જેમને અમે અમારા બંદાઓમાંથી પસંદ કરી લીધા, પછી કેટલાક તો પોતાના જીવ ઉપર જુલમ કરવાવાળા છે,[2] અને કેટલાક મધ્યમ દરજ્જાના છે અને કેટલાક તેમનામાંથી અલ્લાહની મરજીથી નેક કામોમાં અગ્રેસર રહેનારા છે, આ જ મહાન કૃપા છે.
(૩૩) હંમેશા રહેનારા તે બાગો છે જેમાં આ લોકો પ્રવેશ કરશે, ત્યાં તેમને સોનાના કંગન અને મોતી પહેરાવવામાં આવશે અને ત્યાં તેમનો પોશાક રેશમનો હશે.[1]
(૩૪) અને કહેશે કે અલ્લાહનો ખૂબ જ આભાર કે જેણે અમારો ગમ દૂર કર્યો, બેશક અમારો રબ મોટો માફ કરનાર અને કદરદાન છે.
(૩૫) જેણે અમને પોતાની કૃપાથી હંમેશા રહેનારી જગ્યામાં લાવીને ઉતાર્યા, જ્યાં અમને ન કોઈ મુશ્કેલી પહોંચશે અને ન અમને કોઈ થકાવટ પહોંચશે.
(૩૬) અને જે લોકો કાફિર છે તેમના માટે જહન્નમની આગ છે, ન તો તેમને મૃત્યુ આવશે કે મરી જાય અને ન જહન્નમની સજા તેમનાથી ઓછી કરવામાં આવશે, અમે દરેક કાફિરને આવી જ સજા આપીએ છીએ.
(૩૭) અને તેઓ તેમાં ચીસો પાડીને ક્હેશે કે, “હે અમારા રબ ! અમને કાઢી લે, અમે સારા કાર્યો કરીશું, તે કાર્યોના સિવાય જેને અમે કરતા હતા”, (અલ્લાહ તઆલા કહેશે કે) “શું અમે તમને એટલી ઉંમર નહોતી આપી કે જેને સમજવું હોય,[1] તે સમજી શક્તો અને તમારા પાસે ડરાવનાર પણ આવી પહોંચ્યો હતો,[2] તો મજા ચાખો કે (આવા) જાલિમોની મદદ કરનાર કોઈ નથી.” (ع-૪)