Surah An-Najm

સૂરહ અન્‌-નજ્મ

આયત : ૬૨ | રૂકૂ : ૩

સૂરહ અન્‌-નજ્મ (૫૩)

તારા

સૂરહ અન્‌-નજ્મ મક્કામાં નાઝીલ થઇ (ઉતરી) હતી. આ સૂરહ માં બાસઠ (૬૨) આયતો અને ત્રણ (૩) રૂકૂઅ છે.

આ પહેલી સૂરહ છે જેને રસૂલુલ્લાહ (સ.અ.વ.) એ કાફિરોના જનસમૂહ (સભા)માં સંભળાવી. આના પછી જેટલા લોકો આપની પાછળ હતા તે બધાએ સિજદો કર્યો સિવાય ઉમય્યા બિન ખલફના, તેણે પોતાની મુઠ્ઠીમાં માટી લઈ તેના પર સિજદો કર્યો. છેવટે તે કુફ્રની સ્થિતિ (હાલત)માં માર્યો ગયો. (સહીહ બુખારી)

કેટલાક વ્યાખ્યાકારોએ તારા થી આશય સુરૈયા (કૃતિકા નક્ષત્ર) લીધો છે અને કેટલાકે જોહરા તારો લીધો છે અને કેટલાકે સાધારણ (સામાન્ય) તારો લીધો છે.