(૫૧) અને અલ્લાહ (તઆલા) કહી ચૂક્યો છે કે, “બે મા'બૂદ ન બનાવો, મા'બૂદ તો ફક્ત એક જ છે, બસ તમે બધા ફક્ત મારો જ ડર રાખો.”
(૫૨) અને આકાશોમાં અને ધરતીમાં જે કંઈ છે બધું તેનું જ છે અને તેની જ બંદગી હંમેશા અનિવાર્ય (ફર્ઝ) છે શું પછી પણ તમે તેના સિવાય બીજાઓથી ડરો છો ?
(૫૩) અને તમારા પાસે જેટલી પણ ને'મત છે બધી તેની જઆપેલી છે હજુ પણ જો તમને કોઈ મુસીબત આવી જાય તો તેના તરફ દુઆ અને વિનંતી કરતા રહો.[1]
(૫૪) અને જ્યાં તેણે તે મુસીબત તમારાથી દૂર કરી દીધી, તો તમારામાંથી કેટલાક લોકો પોતાના રબ સાથે બીજાઓને ભાગીદાર બનાવવા લાગે છે.
(૫૫) કે અમારી આપેલ ને'મતોની નાશુક્રી કરે, (ઠીક છે) થોડો ફાયદો ઉઠાવી લો, છેવટે તમને જાણ થઈ જશે
(૫૬) અને જેને જાણતાં-પરખતાં પણ નથી તેનો હિસ્સો અમારી આપેલ વસ્તુઓમાંથી નક્કી કરે છે, અલ્લાહની કસમ! તમારા આ આરોપ વિશે તમારાથી જરૂર પ્રશ્ન કરવામાં આવશે.
(૫૭) અને તે પવિત્ર અલ્લાહ (તઆલા) ના માટે પુત્રીઓ નિર્ધારિત કરે છે અને પોતાના માટે તે જે પોતાની ઈચ્છા મુજબ હોય
(૫૮) અને તેમનામાંથી જ્યારે કોઈને પુત્રીના જન્મની ખબર આપવામાં આવે છે તો તેના મોઢા પર કાલિમા છવાઈ જાય છે અને દિલમાં ને દિલમાં ઘોટાવા લાગે છે.
(૫૯) આ બૂરી ખબરના કારણે લોકોથી છૂપાતો ફરે છે, વિચારે છે કે શું આ અપમાનના સાથે જ રહે અથવા તેને માટીમાં દાટી દે ? આહ! કેવા બૂરા નિર્ણયો કરે છે ? [1]
(૬૦) આખિરત પર ઈમાન ન રાખનારાઓ માટે જ ખરાબ દ્રષ્ટાંત છે અલ્લાહના માટે તો ઘણાં શ્રેષ્ઠ ગુણો છે તે મોટો પ્રભુત્વશાળી અને હિકમતવાળો છે. (ع-૭)