(૩૬) અને તેમના સાથે બીજા બે યુવાનો જેલમાં આવ્યા, તેમનામાંથી એકે કહ્યું કે મેં સ્વપ્નમાં પોતાની જાતને દારૂ ગાળતો જોયો છે, અને બીજાએ કહ્યું કે મેં પોતાની જાતને જોઈ કે હું પોતાના માથા ઉપર રોટલા ઉપાડેલ છું જેને પક્ષીઓ ખાઈ રહ્યા છે તમે અમને આનું સ્વપ્નફળ બતાવો, અમને તો તમે નેક વ્યક્તિ માલુમ પડો છો.[1]
(૩૭) (યૂસુફે) કહ્યું કે, “તમને જે ખાવાનું આપવામાં આવે છે તે તમારા સુધી પહોંચે તે પહેલા જ હું તમને તેનું સ્વપ્નફળ બતાવી દઈશ. આ બધું તે ઈલ્મના પરિણામે છે જે મારા રબે મને શિખવ્યું છે. મે તે લોકોનો ધર્મ છોડી દીધો છે જેઓ અલ્લાહ ઉપર ઈમાન નથી ધરાવતા અને આખિરત પણ કબૂલ નથી કરતા.
(૩૮) હું મારા પિતા અને પૂર્વજોના ધર્મનો અનુયાયી છું એટલે કે ઈબ્રાહીમ, ઈસ્હાક અને યાકૂબના ધર્મનો, અમને કદી પણ એ કબૂલ નથી કે અમે અલ્લાહના સાથે કોઈને પણ ભાગીદાર ઠેરવીએ,[1] અમારા ઉપર અને બીજા તમામ લોકો ઉપર અલ્લાહ (તઆલા)ની આ ખાસ કૃપા છે પરંતુ મોટાભાગના લોકો આભારી થતા નથી.
(૩૯) હે મારા જેલના સાથીઓ ! શું ઘણા પ્રકારના ઘણા દેવતાઓ સારા છે કે એક અલ્લાહ જબરદસ્ત તાકતવર ?
(૪૦) તેના સિવાય જેની તમે બંદગી કરી રહ્યા છો તે બધા નામના જ છે જે તમે અને તમારા પૂર્વજોએ જાતે ઘડી લીધા છે અલ્લાહ (તઆલા) એ તેમનું કોઈ સબૂત નથી ઉતાર્યુ[1] ફેંસલો કરવો અલ્લાહનું જ કામ છે, તેનો હુકમ છે કે તેના સિવાય તમે કોઈની બંદગી ન કરો, આ જ સાચો ધર્મ છે, પરંતુ વધારે પડતા લોકો જાણતા નથી.
(૪૧) હે મારા જેલના સાથીઓ! તમારા બંનેમાંથી એક તો રાજાને શરાબ પીવડાવવા માટે નિયુક્ત થશે પરંતુ બીજાને ફાંસી આપવામાં આવશે અને પક્ષી તેના માથાને ચૂંથી ખાશે. તમે બંને જેના વિષે પૂછતા હતા તેનો ફેંસલો થઈ ગયો.[1]
(૪૨) અને જેના વિશે યૂસુફ નો ખયાલ હતો કે આ બંનેમાંથી જે છૂટી જશે તેને કહ્યું કે પોતાના રાજાને મારી વાત પણ કહી દેજે, પછી શેતાને તેને પોતાના રાજાને કહેવાનું ભૂલાવી દીધુ અને યૂસુફે કેટલાય વર્ષ જેલમાં પસાર કર્યાં. (ع-૫)