(૧૩૫) અય ઈમાનવાળાઓ! ન્યાય પર મજબૂત રહેનારા અને અલ્લાહ માટે સાચી ગવાહી આપનારા બની જાઓ, ભલે તે તમારા પોતાના અને માતાપિતાના અને રિશ્તેદારો[90] ના વિરુદ્ધ હોય, જો તે વ્યક્તિ ધનવાન હોય તો અથવા ગરીબ હોય તો તે બંને કરતા અલ્લાહનો સંબંધ વધારે છે,[91] એટલા માટે ન્યાય કરવામાં મનમાની ન કરો અને જો ખોટું નિવેદન આપશો અથવા નહિ માનો તો અલ્લાહ તમારા કાર્યોથી વાકેફ છે.
(૧૩૬) અય ઈમાનવાળાઓ! અલ્લાહ, અને તેના રસૂલ (ﷺ) અને તે કિતાબ (પવિત્ર કુરઆન) ૫૨ જેને અલ્લાહે પોતાના રસૂલ (ﷺ) ૫૨ ઉતારી છે અને તે કિતાબો ૫૨ ઈમાન લાઓ જે આનાથી પહેલા ઉતારવામાં આવી અને જેઓ અલ્લાહ અને તેના ફરિશ્તાઓ અને તેની કિતાબો અને તેના રસૂલો અને ક્યામતના દિવસને નથી માનતા તેઓ ઘણા દૂર ભટકી ગયા.
(૧૩૭) બેશક તે લોકો જેઓ ઈમાન લાવ્યા પછી ઈન્કાર કર્યો, ફરી ઈમાન લાવ્યા ફરી ઈન્કાર કર્યો અને ઈન્કાર કરવામાં વધી ગયા, અલ્લાહ હકીકતમાં તેમને માફ નહિં કરે અને ન સીધો માર્ગ દેખાડશે.
(૧૩૮) મુનાફિકોને જાણ કરી દો કે તેમના માટે પીડાકારક સજા તૈયાર છે.
(૧૩૯) જે મુસલમાનોને છોડીને કાફિરોને દોસ્ત બનાવે છે શું તેઓ તેમની પાસે ઈજ્જત શોધી રહ્યા છે ? (તો યાદ રહે કે) તમામ ઈજ્જત અલ્લાહના અધિકારમાં છે.
(૧૪૦) અને અલ્લાહ (તઆલા)એ તમારા પર પોતાની કિતાબ (પવિત્ર કુરઆન)માં આ હુકમ ઉતાર્યો છે કે જયારે તમે અલ્લાહની આયતોની સાથે ઈન્કાર અને મજાક થતો સાંભળો તો તેમની સાથે તે મહેફિલમાં ન બેસો, જ્યાં સુધી કે તેઓ બીજી વાતોમાં ન લાગી જાય, કેમ કે તે વખતે તમે તેમના સમાન હશો,[92] બેશક અલ્લાહ (તઆલા) મુનાફિકો અને કાફિરોને જહન્નમમાં ભેગા કરનાર છે.
(૧૪૧) જેઓ તમારા બારામાં રાહ જોઈ રહ્યા છે, પછી જો તમારી જીત અલ્લાહ તરફથી હોય તો તેઓ કહે છે કે શું અમે તમારી સાથે ન હતા? અને જો કાફિરોને થોડી ઘણી સફળતા મળે છે તો કહે છે શું અમે તમને ઘેરી લીધા ન હતા અને મુસલમાનોથી બચાવ્યા ન હતા? તો કયામતના દિવસે અલ્લાહ જ તમારી વચ્ચે ફેંસલો કરશે અને અલ્લાહ કદી પણ કાફિરોને મુસલમાનો પર કોઈ માર્ગ (પ્રભાવ) નથી આપતો. (ع-૨૦)