(૫૧) વિશ્વાસ રાખો કે અમે અમારા રસૂલોની અને ઈમાનવાળાઓની દુનિયાના જીવનમાં પણ મદદ કરીશું અને તે દિવસે પણ જયારે ગવાહી આપનારા ઊભા હશે.
(૫૨) જે દિવસે જાલિમોની વિવશતા કશું ફાયદો નહિ આપે અને તેમના માટે ફિટકાર જ હશે અને તેમના માટે ખરાબ ઠેકાણું હશે.
(૫૩) અને અમે મૂસાને હિદાયત આપી અને ઈસરાઈલની સંતાનને તે કિતાબના વારસદાર બનાવ્યા.
(૫૪) કે તે બુદ્ધિશાળી લોકોના માટે હિદાયત અને નસીહત હતી.
(૫૫) તો (હે નબી!) તમે સબ્ર કરો, બેશક અલ્લાહનો વાયદો સાચો જ છે તમે પોતાના ગુનાહોની માફી માંગતા રહો,[1] અને સવાર-સાંજ[2] પોતાના રબની પ્રશંસા સાથે તસ્બીહ કરતા રહો.
(૫૬) બેશક જે લોકો પોતાના પાસે કોઈ દલીલ ન હોવા છતાં પણ અલ્લાહની આયતોમાં ઝઘડે છે, તેમના દિલોમાં અહંકાર સિવાય બીજુ કંઈ નથી પરંતુ તેઓ આ મોટાઈ સુધી પહોંચવાના નથી, તો તમે અલ્લાહની પનાહ માંગતા રહો, બેશક તે બધું જ સાંભળવાવાળો અને બધાથી વધારે જોવાવાળો છે.
(૫૭) આકાશો અને ધરતીની પેદાઈશ બેશક મનુષ્યોની પેદાઈશ કરતા પણ વધારે મોટુ કામ છે, પરંતુ (એ વાત અલગ છે કે) મોટા ભાગના લોકો જાણતા નથી.
(૫૮) અને આંધળો અને આંખોવાળો (બંને) સમાન નથી, ન તે લોકો જેઓ ઈમાન લાવ્યા અને નેક કામ કર્યા ગુનેહગારોના[1] (સમાન છે). તમે ખૂબ જ ઓછી નસીહત પ્રાપ્ત કરી રહ્યા છો.
(૫૯) કયામત ચોક્કસપણે આવનારી છે પરંતુ (એ વાત અલગ છે કે) ઘણાં ખરા લોકો ઈમાન લાવતા નથી.
(૬૦) અને મારા રબનો હુકમ (લાગુ થઈ ચૂક્યો) છે કે, “મારાથી દુઆ કરો હું તમારી દુઆઓ કબૂલ કરીશ, વિશ્વાસ રાખો કે જે લોકો મારી બંદગીથી ઘમંડ કરે છે તેઓ જલ્દી અપમાનિત થઈને જહન્નમમાં પહોંચી જશે.”[1] (ع-૬)