Surah Ali 'Imran
સૂરહ આલે ઈમરાન
સૂરહ આલે ઈમરાન
નીચે આપેલી આયતોની તિલાવત સાંભળવા માટે Play બટન પર ક્લિક કરો.
(૫૫) જયારે અલ્લાહ (તઆલા)એ ફરમાવ્યું, હે ઈસા! હું તને પૂરી રીતે લેવાવાળો છું,[32] અને તને પોતાની તરફ ઉઠાવવાનો છું, અને તને કાફિરોથી પવિત્ર કરવાનો છું, અને તારા પેરોકારોને કાફિરોથી કયામતના દિવસ સુધી ઉપર રાખવાવાળો છું, પછી તમારા બધાનું પલટવું મારા તરફ જ છે, હું જ તમારા વચ્ચે તમામ મતભેદોનો ફેંસલો કરીશ.
(૫૬) પછી કાફિરોને તો હું આ દુનિયા અને આખિરતમાં સખત અઝાબ આપીશ અને તેમનો કોઈ મદદગાર નહિં હોય.
(૫૭) પરંતુ ઈમાનવાળાઓ અને નેક કામ કરનારાઓને અલ્લાહ (તઆલા) તેમનો પૂરેપૂરો બદલો આપશે અને અલ્લાહ (તઆલા) જાલીમોને પસંદ નથી કરતો.
(૫૮) આ જેને અમે તમારા પર પઢી રહ્યા છીએ, આયતો છે અને અટલ ઉપદેશ (બુદ્ધિમત્તાવાળી શિખામણ) છે.
(૫૯) અલ્લાહ (તઆલા) ની નજદીક ઈસાનું દ્રષ્ટાંત આદમની જેમ છે, જેને માટીથી પેદા કરીને કહી દીધું કે થઈ જા, બસ તે થઈ ગયો.
(૬૦) તમારા રબના તરફથી સત્ય આ જ છે, ખબરદાર! શંકા કરનારાઓમાંથી ન થશો.
(૬૧) એટલા માટે જે પણ તમારા પાસે આ ઈલ્મને આવી ગયા પછી પણ તમારાથી તેમાં ઝઘડે તો તમે કહી દો કે, “આવો, અમે અને તમે પોતપોતાના પુત્રોને, અને અમે અને તમે પોતાની પત્નીઓને, અને અમે અને તમે પોતે પોતાને બોલાવી લઈએ પછી આપણે મળીને દુઆ કરીએ અને જૂઠાઓ પર અલ્લાહની ફિટકાર મોકલીએ.[33]
(૬૨) બેશક ફક્ત આ જ સાચું વર્ણન છે અને અલ્લાહ (તઆલા)ના સિવાય કોઈ બીજો બંદગીને લાયક નથી, અને બેશક અલ્લાહ શક્તિશાળી અને હિકમતવાળો છે.
(૬૩) પછી પણ જો તેઓ કબૂલ ન કરે તો અલ્લાહ (તઆલા) પણ બગાડ ફેલાવનારાઓને સારી રીતે જાણનાર છે.